SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જ્ઞાનસાર __स एव सम्यग्दर्शनलाभकाले निर्धारिततत्त्वस्वरूपपूर्णप्राप्तौ परमात्मा परमानन्दमय-सम्पूर्णस्वधर्मप्राग्भावभोगी सिद्धो भवति । तेन मिथ्यात्वमपहाय आत्मस्वरूपभुञ्जनेन उच्छिष्टमलजम्बालोपमान् विषयान् त्यजति । હે ઉત્તમ ભવ્યજીવ ! પર એવાં પુદ્ગલ દ્રવ્યો વડે અને તેના વારંવાર ઉપભોગ વડે ઈન્દ્રિયોને અને તેના દ્વારા જીવને ક્યારે પણ તૃપ્તિ થવાની નથી. અનંતકાલ એમાં જ ગયો છે. તું કંઈક સમજ અને અંતરાત્મા વડે તૃપ્ત થા, એટલે કે આત્મામાં રહેલા અનંતગુણાત્મક સ્વ-સ્વરૂપ વડે તું તૃપ્ત થા. સ્વરૂપનું આલંબન લીધા વિના તૃષ્ણાનો ક્ષય ક્યારેય થશે નહીં. સ્વભાવદશાનું આલંબન જ આ જીવની તૃષ્ણાના ક્ષયનો રામબાણ ઈલાજ છે. માટે પરભાવદશાને છોડ અને સ્વભાવદશાનું આલંબન લે. સમસ્ત સંસારચક્રવર્તી જીવોને જેણે પોતાના પક્ષમાં કર્યા છે એવા પરભાવો અર્થાત્ સંસારચક્રમાં રહેલા સર્વજીવોને પોતાની મોહજાળમાં ફસાવનારા એવા જે પરભાવો છે તે પરભાવોને પોતાનું જ સ્વરૂપ છે એમ માનતો આ જીવ “પૌલિક શરીરને જ આત્મા” માનતો, “શરીર સારું અને સાજું તો બધું જ સુખ” આમ માનતો. શરીર-ધન-ઘર-પરિવારઅલંકાર-વસ્ત્રાદિ પરપદાર્થોમાં એટલે કે બહિર્ભાવમાં જ કરી છે આત્મબુદ્ધિ (મારાપણાની પરિણતિ) જેણે એવો આ આત્મા બહિરાત્મા થયો છતો મોહથી વીંટળાયેલો અનંત પુલ પરાવર્તન કાલ સુધી આ સંસારમાં જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ દુઃખોને પામતો પામતો દુઃખી થઈને રખડે છે, ભટકે છે. તે જ જીવ નિસર્ગ દ્વારા અથવા અધિગમ દ્વારા સ્વ-સ્વરૂપનો અને પર-સ્વરૂપનો વિભાગ કરવા વડે “હું શુદ્ધ અનંતગુણી આત્મા છું” આવો નિશ્ચય કરે છે. અહીં નિસર્ગ એટલે પૂર્વભવોમાં કરેલી આત્મતત્ત્વની સાધનાના બળથી આ ભવમાં બાહ્ય કોઈ નિમિત્ત કે આલંબન વિના પોતાના આત્મામાં સ્વયં એવો ઉઘાડ થઈ જાય કે શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. હું ચેતનદ્રવ્ય છું, તે વિનાશી છે, હું અવિનાશી છું અને અનંતગુણી છું, તેનું સ્વરૂપ ભિન્ન છે, મારું સ્વરૂપ ભિન્ન છે. આમ સ્વયં દષ્ટિ બદલાય તે નિસર્ગ કહેવાય છે અને કોઈ સદ્ગુરુના બોધથી અથવા ઉપકારી પુરુષો કોઈ સમજાવે ત્યારે આ તત્ત્વ સમજાય. આમ કોઈને કોઈ નિમિત્તથી આવું ભેદજ્ઞાન થાય તે અધિગમ કહેવાય છે. માટે નિસર્ગ દ્વારા અથવા અધિગમ દ્વારા સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનો ભેદ કરીને આત્મા એ ભિન્ન દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે. બાકી બધી તો માયા જ છે આવો નિર્ણય કરનારો આ જીવ થાય છે. આવા પ્રકારનો નિર્ણય કરવાથી “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રવાળો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy