SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ૨૧૩ इन्द्रियग्रामः ? सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः" सरितां सहस्रं, तेन दुष्पूर्यते समुद्रस्योदरं, तस्य सोदरः सहस्रशः नदीपूरैः दुष्पूरः-अपूर्यमाणः यः समुद्रस्य-जलनिधेः उदरं, तस्य सोदरः-भ्राता, अतः कारणात् पूर्यमाणोऽपि दूष्पूरः इन्द्रियाभिलाषः । स शमसन्तोषेणैव पूर्यते । तदर्थं हितोक्तिः - | વિવેચન :- હે ભવ્યજીવ ! આ ઈન્દ્રિયોનો સમૂહ તૃપ્તિમાન થાય તેમ નથી. ક્યારેય પણ ઈન્દ્રિયો તૃપ્તિને પામવાની નથી. કારણ કે ન ભોગવેલા ભોગોને (ધનવાનના-રાજાશાહીના અને ચક્રવર્તીના ભોગોને) ભોગવવાની ઈચ્છા રાખે છે. હાલ વર્તમાનકાલમાં જે જે વિષયો મળ્યા છે તેને ભોગવવામાં અત્યન્ત મગ્ન છે. તથા ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું વારંવાર હર્ષ અને આનંદપૂર્વક સ્મરણ કર્યા જ કરે છે. તેની પ્રશંસા કરતાં જીવ થાકતો જ નથી. વિના પૂછે ભોગવેલા ભોગોની પ્રશંસા વેરતી ટેપ નિરંતર ચલાવે છે. આમ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા જીવની ત્રણે કાલસંબંધી અશુદ્ધ પ્રવૃત્તિ છે. તેથી તૃપ્તિ કેમ થાય? અર્થાત્ તૃપ્તિ ક્યારેય થઈ નથી, થતી નથી અને થવાની પણ નથી. આ પાંચે ઈન્દ્રિયોનો સમૂહ કેવો છે? હજારો નદીઓ વડે પણ ન પૂરી શકાય તેવા સમુદ્રના મધ્યભાગ તુલ્ય છે = હજારો હજારો નદીઓનું પૂર રાત-દિવસ જેમાં આવ્યા જ કરે છે, છતાં સમુદ્રનો મધ્યભાગ ક્યારેય પૂરાતો નથી. તેની તુલ્ય અર્થાત્ તેનો જાણે ભાઈ જ હોય એવો આ ઈન્દ્રિયોનો સમૂહ છે. જેમ ઈન્દ્રનથી આગ ક્યારેય તૃપ્ત ન થાય, જેમ પાણીના પૂરથી સમુદ્ર ક્યારેય તૃપ્ત ન થાય, તેમ ભોગોથી અને વિષયોથી ક્યારેય પણ તૃપ્ત ન થાય તેવો ઈન્દ્રિયોનો સમૂહ છે. આ કારણથી પાંચે ઈન્દ્રિયોની અભિલાષા ગમે તેટલી પૂરો તો પણ દુપૂર જ રહેવાની છે અર્થાત્ અપૂર્ણ જ રહેવાની છે. માટે શમભાવ અને સંતોષ નામના ગુણ વડે જ આ ઈન્દ્રિયસમૂહ પૂરાય છે. રાગ અને દ્વેષના અભાવ સ્વરૂપ શમભાવ રાખવાથી અને તૃષ્ણાના ત્યાગરૂપ સંતોષગુણ ધારણ કરવાથી જ ઈન્દ્રિયસમૂહ શાન્ત થાય છે. તેના માટે સંતપુરુષોની હિતકારી વાણી આ પ્રમાણે છે - भो उत्तम ! अन्तरात्मना-आत्मनः अन्तर्गतेन स्वरूपेण तृप्तो भव । स्वरूपावलम्बनमन्तरेण न तृष्णाक्षयः । अयं हि संसारचक्रक्रोडीभूतपरभावान् आत्मतया मन्यमानः “शरीरमेवात्मा" इति बहिर्भावे कृतात्मबुद्धिः बहिरात्मा सन् अनन्तपुद्गलावर्तकालं मोहावगुण्ठितः पर्यटति । स एव निसर्गाधिगमाभ्यां स्वरूपपररूपविभजनेन "अहं शुद्धः" इति कृतनिश्चयः सम्यग्दर्शनज्ञानचारित्रात्मकमात्मानमात्मत्वेन जानन् रागादीन् परत्वेन निर्धारयन् सम्यग्दृग् अन्तरात्मा उच्यते ।
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy