SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ૨૦૯ છે-કારણ છે, અને ભાવઈન્દ્રિયજય એ સાધ્ય છે કાર્ય છે. તે ભાવ ઈન્દ્રિયનો જય પ્રાપ્ત કરવા માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે - बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥१॥ ગાથાર્થ :- જો તું સંસારથી ભય પામતો હોય અને મોક્ષની પ્રાપ્તિને ઈચ્છતો હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવા માટે વિશાળ પુરુષાર્થને ફોરવ. I/૧ ટીકા :- “વિષિ વીતિ” રે ભવ્ય ! યદિ વં સંસદ્િ વિષિ-મયં પ્રાનોષિ, च-पुनः मोक्षः-सकलकर्मक्षयलक्षणः, तस्य प्राप्तिस्तां काङ्क्षसि-अभिलषसि, तदा इन्द्रियजयं कर्तुं स्फारपौरुषं-देदीप्यमानं पराक्रमं स्फोरय-प्रवर्तयस्व, अतः महाकदर्थनाकन्दरूपात् भवकूपादुद्विग्नः शुद्धचिदानन्दाभिलाषी जीवः हालाहलोपमान् इन्द्रियविषयांस्त्यजति । उक्तञ्चोत्तराध्ययने - सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । સામે પત્થમા , મામા કંતિ કુરારું Iકરા (ઉત્તરાધ્યયનસૂત્ર-૯-૫૩) વિવેચન :- હે ભવ્યજીવ ! જો તું આ દુઃખસાગર એવા સંસારથી ડરતો હોય, ભય પ્રાપ્ત કરતો હોય અને સકલકર્મોના ક્ષયસ્વરૂપ એવી જે મુક્તિ, તેની પ્રાપ્તિને ઈચ્છતો હોય તો પાંચે ઈન્દ્રિયોનો વિજય કરવાને માટે દેદીપ્યમાન એવું અર્થાત્ વિશાળ એવું પરાક્રમ (વિશિષ્ટપ્રયત્ન) તું ફોરવ. પ્રયત્ન કર, આળસ ન કર. હે ભવ્યજીવ ! આ સંસાર જન્મ, જરા, મરણ, રોગ અને શોક ઈત્યાદિ દુઃખોથી મહાસાગરની જેમ ભરેલો છે. કરેલાં કર્મોને અનુસારે જીવ ચારે ગતિમાં ભટકે છે. ક્ષણિક વિષયાનંદમાં ભારે ચીકણાં કર્મો કરે છે. દુઃખકાલે કોઈ શરણ થતું નથી. અંતે જીવને જ ભોગવવું પડે છે. આ સંસાર ઊંડા કૂવા તુલ્ય છે. માટે મહા-કદર્થના (પીડા-દુઃખોના) કંદતુલ્ય-મૂલતુલ્ય એવા આ સંસારથી તું ઉદ્વેગ પામ અને ઉદ્વેગ પામેલ તથા શુદ્ધ થયેલ અને જ્ઞાનના આનંદનો અભિલાષી થયેલ હે જીવ ! હલાહલ ઝેર જેવા પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર. (જીવે ત્યાગ કરવો જોઈએ). એક-એક ઈન્દ્રિયોના વિષયો જો મરણ આપે છે તો પાંચે ઈન્દ્રિયોના વિષયો જે સેવે છે તેને તો દુઃખની પરંપરાનું પૂછવું જ શું? આ સંસાર એ દુઃખોની ખાણ છે. માટે હે ભવ્ય
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy