SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭. ૨૦૫ વિજય કરવો પડે. પરંતુ જ્ઞાનમાં મગ્ન એવા જીવો મનોજ્ઞ અને અમનોજ્ઞ એવા તે વર્ણાદિમાં “આ મને ગમે છે – આ મને નથી ગમતું” ઈત્યાદિ રૂપે ઈનિષ્ટબુદ્ધિવાળા થઈને ઈષ્ટવસ્તુને મેળવીને તેના તરફ તન્મયતા-રાગપરિણતિ અને અનિષ્ટવસ્તુને મેળવીને તેના તરફ નાખુશીભાવ-દ્વેષબુદ્ધિ અને તેના કારણે જ થરથરવું-ડરવું-કંપવું ઈત્યાદિ અનિષ્ટપરિણતિ જે થાય છે. તેને વિષય કહેવાય છે. જેને જીતવાનું આ અષ્ટકમાં સમજાવે છે. જ્ઞાન એ જિતવા યોગ્ય વિષય નથી. મોહ એ જિતવા યોગ્ય વિષય છે. જો જ્ઞાનને જીતવા યોગ્ય વિષય કહીએ તો સિદ્ધપરમાત્માને અનંતવિષયોનું જ્ઞાન હોવાથી સવિષયતાની પ્રાપ્તિ થઈ જાય તેમને પણ વિષયજય કરવા નીકળવું પડે, માટે જ્ઞાન એ વિષય નથી, પરંતુ ઈષ્ટાનિઝ બુદ્ધિ એ વિષય હોવાથી ઈષ્ટાનિષ્ટબુદ્ધિપૂર્વક પ્રવર્તતું જ્ઞાન પણ સંસારપરિભ્રમણનું કારણ બનતું હોવાથી તેને પણ ઉપચારે વિષય કહેવાય છે. જેનો વિજય સમજાવાય છે. જ્ઞાન એ કારણ છે. તેમાં ઈષ્ટાનિષ્ટબુદ્ધિ રૂપ મોહ ઉત્પન્ન થાય છે. માટે મોહ એ કાર્ય છે, જ્ઞાનાત્મક કારણ અને મહાત્મક કાર્ય આ બન્ને એકમેક થયાં છે. બન્નેની એકતા થઈ છે. જેમકે પાણી સ્વચ્છ દ્રવ્ય છે. વસ્ત્રશુદ્ધિ-શરીરશુદ્ધિ-તૃષાચ્છેદ કરનાર છે માટે કામનું દ્રવ્ય છે, સંગ્રહ કરવા જેવું દ્રવ્ય છે. પરંતુ જ્યારે તે જ પાણીમાં કચરો-કાદવ કે વિષ્ટા મિશ્ર થઈ જાય તો કચરો, કાદવ કે વિષ્ટા એ ગંદા પદાર્થો તો હેય છે જ પણ તેનાથી મિશ્ર બનેલું પાણી પણ હેય જ કહેવાય છે. આવા પાણીનો કોઈ સંગ્રહ કરતું નથી. સંગ્રહ કરેલો હોય તો પણ ઢોળી નાખે છે તેમ અહીં સમજવું. જ્ઞાન એ ગુણ હોવાથી ઉપકારક છે પરંતુ તે જ જ્ઞાન જ્યારે મોહદશાની પરિણતિથી મિશ્ર બન્યું હોય તો આત્માને નુકશાનકારક છે. માટે જિતવાયોગ્ય વિષય કહેવાય છે. દૂધ એ પેય છે. પણ વિષમિશ્રિત દૂધ અપેય છે એમ અહીં સમજવું. જેમ કોઈ માણસમાં બુદ્ધિ ઘણી હોય પણ તે બુદ્ધિ ચોરીના કાર્યમાં, ધાડ પાડવાના કાર્યમાં, કોઈ દેશનો પરાભવ કરવાના કાર્યમાં, કે વ્યભિચારાદિ વ્યસનોમાં વપરાતી હોય તો લોકમુખે આવું કહેવાય છે કે “તારી બુદ્ધિ જ બગડી ગઈ છે તું તારી બુદ્ધિ સુધાર” ઈત્યાદિ પ્રસંગોમાં બુદ્ધિ આત્માનો ગુણ હોવા છતાં દોષોથી મિશ્ર હોય તો તે હેય છે તેમ હીરા-પત્થર, રજુ-સર્પમાં જે ઈષ્ટાનિષ્ટભાવ છે તે રાગ, દ્વેષ હોવાથી સંસારમાં ભટકાવે છે માટે તેવા મોહના વિષયવાળા જ્ઞાનને ઈન્દ્રિયનો વિષય કહેવાય છે. તેથી ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ન રમવા જેવા પૌલિક પદાર્થોમાં જે રમવું તે જ અસંયમઅવિરતિભાવ છે. રૂપ-રસ-ગંધાદિ ભાવો ઘટ-પટની જેમ શેયમાત્ર જ છે. રમ્ય નથી - તેમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ કરવા જેવી નથી, છતાં મોહના ઉદયથી ભાન ભૂલીને તેવા વિષયોમાં
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy