SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જ્ઞાનસાર ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય છે. આ પ્રમાણે બાહ્યનિવૃત્તિ-અત્યંતરનિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય આ સઘળા દ્રવ્યન્દ્રિયના ભેદ છે તે પુગલમાં હોય છે અને લબ્ધિ તથા ઉપયોગ આ બન્ને ભાવેન્દ્રિયના ભેદ છે તે આત્મામાં હોય છે. ભાવેન્દ્રિય જ્ઞાનાત્મક છે અને દ્રવ્યેન્દ્રિય તેના સાધનસ્વરૂપ છે. આ પ્રમાણે ઈન્દ્રિયોનું સ્વરૂપ સમજાવ્યું. अत्र इन्द्रियाणां वर्णादिज्ञानेन विषयता, किन्तु ज्ञानमग्ना हि तेषु वर्णादिषु मनोज्ञामनोज्ञेषु इष्टानिष्टतया भूत्वा इष्टाभिमुखता अनिष्टकम्पनारूपा मोहपरिणतिः विषयता, ज्ञानस्य विषयत्वेन सिद्धानां सविषयताप्तेः । अतः रक्तद्विष्टतया प्रवर्तमानं ज्ञानं विषयः, कारणकार्ये एकता, चारित्रमोहोदयेन अरम्ये रमणमसंयमः । तत्र वर्णादयो हि ज्ञेया एव, न रम्याः । तत्र रमणं-विषयेन्द्रियद्वारप्रवृत्तज्ञानस्य इष्टानिष्टतया परिणमनं, तस्य जयः इन्द्रियविषयजयः । किमित्याह - इति यद् द्वारेण वर्णादीनां ज्ञानं, न इष्टानिष्टता, (स) इन्द्रियजयः, अनाद्यशुद्धासंयमपरिणतिवारणारूपः, तत्र ज्ञानं हि आत्मनः स्वलक्षणत्वात् स्वपरपरिच्छेदः विधिः, इष्टानिष्टता तु विभाव एव । सङ्गाङ्गितया अनादिसन्ततिजः अशुद्धपरिणामः सर्वथा त्याज्यः एव, अतः इन्द्रियजये यतितव्यम् । આ શરીરમાં પંચેન્દ્રિય જીવને જ્ઞાનના સાધનભૂત પાંચ ઈન્દ્રિયો નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી છે. નેત્ર-ઘાણ-રસના-સ્પર્શના અને શ્રોત્ર આ પાંચ અવયવો વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દનું જ્ઞાન કરવામાં જીવને અસાધારણ કારણ હોવાથી જીવ જ્ઞાતા, ઈન્દ્રિયો સાધન અને વર્ણાદિનું જ્ઞાન કરાય છે માટે વર્ણાદિને વિષય કહેવાય છે. ઘટનું જ્ઞાન કરાય તો જેમ ઘટ વિષય કહેવાય, પટનું જ્ઞાન કરાય તો પટ એ વિષય કહેવાય. તેમ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિનું જ્ઞાન કરાય છે, વર્ણાદિ પાંચ જ્ઞયભાવોને જાણવાનું કામ થાય છે. માટે વર્ણાદિ એ જો કે જ્ઞાનના વિષય કહેવાય છે. પરંતુ તાત્ત્વિકદૃષ્ટિએ જે યપદાર્થ છે. તે તથા તેના સંબંધી જીવમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે બન્ને જોય કે શેયવિષયક જ્ઞાન એ (સંસારના પરિભ્રમણનું કારણ બને તેવો) વિષય નથી. પરંતુ તે વિષય પ્રત્યેની ઈષ્ટાનિષ્ઠ બુદ્ધિ સ્વરૂપ જે મોહની પરિણતિ છે તે મોહ-પરિણતિને જ વિષય કહેવાય છે. કે જેનો વિજય કરવાનું અહીં સમજાવાય છે. માટે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે કે – વર્ણાદિ (રૂપ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દોનું જે જ્ઞાન થાય છે તે ઈન્દ્રિયોનો વિષય છે. પરંતુ જ્ઞાન એ તો આત્માનો ગુણ હોવાથી આત્માને અહિતકારી નથી. સંસાર પરિભ્રમણનો હેતુ બનતો નથી, માટે જ્ઞાનને કે જ્ઞાન દ્વારા જણાતા પદાર્થને વિષય કહેવાતો નથી કે જેનો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy