SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૪૭ પાંચ ઈન્દ્રિયોના સુખાદિની વૃદ્ધિ સંબંધી જે બાહ્યજ્ઞાન (વ્યાવહારિક જ્ઞાન) છે. તે જ્ઞાન લૌકિક હોય (સ્કુલ-કોલેજનું હોય), અથવા લોકોત્તર આગમોનું જ્ઞાન હોય (જૈન શાસ્ત્રોનું જ્ઞાન હોય) તો પણ તે સર્વે પ્રકારનું જ્ઞાન બુદ્ધિની અંધતારૂપ છે. આત્મકલ્યાણમાં વ્યાક્ષેપરૂપ (બાધા કરનારું) છે. અર્થાત્ સાર એ છે કે જે જ્ઞાન સ્વભાવદશા અને વિભાવદશાનું વિભાજન કરવા પૂર્વક આત્મદશાની સાથે એકતા કરાવવા માટે અને પરદશાનો (વિભાવદશાનો) ત્યાગ કરાવવા માટે સમર્થ થતું નથી તે જ્ઞાન અરણ્યમાં વિલાપ કરવા સ્વરૂપ નિષ્ફળ છે. અરણ્યમાં ગમે તેટલો વિલાપ કરીએ, જોરશોરથી રુદન કરવાપૂર્વક ઘણા મોટા અવાજે ઘાંટા પાડીએ તો પણ કોઈ સહાયક બનતું નથી. તે કેવલ શરીરમાં પરિશ્રમ માટે જ જેમ થાય છે, તેમ આત્મદશાને નહીં સ્પર્શનારું જ્ઞાન પણ સંસારવૃદ્ધિનું જ કારણ બને છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ તેમના રચેલા શાસ્ત્રમાં કહ્યું છે કે – પરિણામ ન પામેલું જ્ઞાન અને અવિરતાવસ્થાવાળું જ્ઞાન શુકપાઠની જેમ પોપટ બોલો રામ-રામની જેમ) નિષ્ફળ જાણવું.” અનુયોગદ્વાર સૂત્રમાં પણ કહ્યું છે કે – જે શ્રુતજ્ઞાન ૧ શિક્ષિત, ૨ સ્થિત, ૩ જિત, ૪ મિત યાવત્ ગુરુની વાચનાથી પ્રાપ્ત કરેલું હોય, તે વાચના દ્વારા, પૃચ્છના દ્વારા, પરાવર્તના દ્વારા અને ધર્મકથા દ્વારા ભલે પ્રાપ્ત કરેલું હોય પરંતુ અનુપ્રેક્ષાપૂર્વકનું (ઉપયોગપૂર્વકનું) ન હોય તો તે દ્રવ્યગ્રુત કહેવાય છે. અનુયોગકારસૂત્રમાં ૧૪મા સૂત્રમાં દ્રવ્યાવશ્યકના અધિકારમાં આવા પ્રકારનો પાઠ છે - (૧) = માહિતો મારમ પઢતે નીતં તે સિવિતું ! (२) तं चेव हितए अविस्सरणभावट्ठितं ठितं भवति । (3) तं परावत्तयतो परेण वा पुच्छितस्स आदिमज्झंते सव्वं वा सिग्घमागच्छति तं નિતં . (૪) નં વUUતો દુ--વિંદું-માર્દિ-પ-પ-સિત્નોઢિ ય વિત્ત તે પિત્ત મUતિ | (५) जं कमेण य उक्कमेण य अणेगधा आगच्छति तं परिजितं । जधा सणामं सिक्खितं ठितं च तेण समं जं तं णामसमं । (૭) અથવા ગુરૂવઠું = સિવિદ્યુત સં નામ (અનાવિન્) (८) उदात्तादिया घोसा, ते जधा गुरूहिं उच्चरिता, तथा गहितंति घोससमं । દ)
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy