SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર ગાથાર્થ :- આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું નિરંતર સ્મરણ જેમાં થાય તેને જ જ્ઞાન કહેવાય છે. આનાથી અન્ય જે કોઈ જ્ઞાન હોય તેને ધ્યાન્ય માત્ર (બુદ્ધિની અંધતા માત્ર) જ કહેવાય છે. (અર્થાત્ બુદ્ધિનું દેવાળુ કાઢ્યું કહેવાય છે) અન્ય શાસ્ત્રોમાં મહાત્મા પુરુષોએ આમ કહેલું છે. III ટીકા :- ‘સ્વમાવતામેતિ''-સ્વમાવ:-જ્ઞાનાદ્યનન્તમુળપર્યાયરૂપ: તસ્ય નામ: प्राप्तिः, संस्कार:- वासना, तत्प्राग्भावता वा, तस्य स्मरणं, सदैव निरन्तरं तदुपयोगिता ज्ञानमिष्यते । अतः तत्त्वलाभतः अन्यत्सर्वं वाग्विलासरूपं स्वस्वरूपास्पर्शि बाह्यज्ञानं लौकिकलोकोत्तरागमविकल्परूपं सर्वं ध्यान्ध्यमात्रं व्याक्षेपरूपम्, यदात्मपरविभजनाऽऽत्मैकत्वपरपरित्यागाय न भवति तत्सर्वं विलापरूपमरण्ये । तथा च हरिभद्रपूज्यै: अकुत्थासंयतं नाणं, सुअपाठउव्व विन्नेयं । अनुयोगद्वारे - 'सिक्खितं ठितं जितं मितं जाव गुरुवयणोवगयं से णं तथ વાયળા પુચ્છળાÇ પરિયટ્ટણ ધમ્મન્હાણ નો અનુષ્પહાર્ તા વ∞સુત્રં (અનુયોગદ્વાર સૂત્ર-૧૪) । વિવેચન :- “સ્વભાવ” એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર-અવ્યાબાધ સુખ અને અનંતવીર્ય વગેરે અનંત ગુણાત્મક અને અનંત પર્યાયાત્મક એવું આત્માનું જે સ્વરૂપ છે તેને સ્વભાવ કહેવાય છે. તેની પ્રાપ્તિના સંસ્કારોનું સદા નિરંતર સ્મરણ જે જ્ઞાનથી થાય છે, તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય છે. એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી સદાકાલ નિરંતર આત્માના ગુણોની પ્રાપ્તિના સંસ્કારોનું મનમાં સ્મરણ રહ્યા કરે, ભોગદશાનું સ્મરણ ભૂલાતું જાય અને આત્માના ગુણોનું જ સ્મરણ વધતું જાય તે જ્ઞાનને જ સાચું જ્ઞાન કહેવાય છે. અહીં સંસ્કાર શબ્દનો અર્થ વાસના કરવી. કે પૂર્વે જે વિષયનો અનુભવ થયો છે અને ભાવિમાં સ્મરણ થવાના કારણભૂત સંસ્કારો હૃદયમાં પડેલા છે. એવી અનુભવેલા વિષયની હૃદયગત જે વાસના છે તેને સંસ્કાર કહેવાય છે. અથવા અહીં સંસ્કાર શબ્દનો અર્થ પ્રાભાવતા-પ્રગટ થવાપણું, એવો પણ થાય છે. એટલે જે જ્ઞાનની પ્રાપ્તિથી આત્માના ગુણોની પ્રાપ્તિનો પ્રાદુર્ભાવ થાય છે તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આત્માના ગુણોનો વિકાસ ન થાય અને ભોગબુદ્ધિ વધે તે જ્ઞાનને ધ્યા—માત્ર-બુદ્ધિની અન્ધતા જ કહેવાય છે. આ માટે આત્મતત્ત્વના લાભથી અન્ય સર્વ જ્ઞાન કે જે વાણીના વિલાસમાત્ર સ્વરૂપ છે. આત્માના સ્વરૂપને નહીં સ્પર્શ કરનારું જે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy