SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૩૧ એ પરવસ્તુ છે, મારું દ્રવ્ય નથી, મારું સ્વરૂપ નથી. શરીર પણ મારું દ્રવ્ય નથી આવું સમજનારો તત્ત્વજ્ઞાની આત્મા આરોપિત સુખને-પૌદ્ગલિક સુખને દુઃખ જ છે એમ માનીને તેના નિવારણ માટે ભોગસુખોનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. આવા પ્રકારનો ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે – अनारोपसुखं मोह-त्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ॥७॥ ગાથાર્થ - મોહના ત્યાગથી અનારોપિત (પારમાર્થિક) સુખને સ્વયં અનુભવવા છતાં પણ આરોપિત સુખ (ભૌતિક સુખ) જ છે પ્રિય જેને એવા લોકોની સમક્ષ (આરોપિત) સુખને સુખ કહેતાં આશ્ચર્યવાળા થાય છે. IIણા ટીકા :- “નારીતિ" = ૩નારોપનું સન્ન સુર્ઘ સ્વપજ્ઞાનનિરપ્રામાવરૂપ सुखम्, मोहत्यागाद्-मोहक्षयोपशमाद् अनुभवन्नपि-भुञ्जन्नपि, आरोपः-मिथ्योपचारः प्रियः येषां ते आरोपप्रियाः, आरोपप्रियाश्च ते लोकाश्च आरोपप्रियलोकाः, तेषु आरोपसुखं वक्तुमाश्चर्यवान् भवेत् ? अत्र काकूक्तिः , अपि तु न भवेत्, येन आरोपजं सुखं प्राप्तं स आरोपजसुखे आश्चर्यवान्-चमत्कारवान् भवति । વિવેચન :- જે અનારોપજન્ય સુખ છે એટલે કે આત્માના ગુણોને અનુભવવાના આનંદ સ્વરૂપ જે પારમાર્થિક સુખ છે તેને ૬ થી ૧૩ ગુણસ્થાનકોમાં વર્તતા યોગી પુરુષ મોહના ક્ષાયોપથમિક ભાવથી અને ક્ષાયિક ભાવથી અનુભવતા હોવા છતાં પણ આરોપિતકલ્પિત-મિથ્યા ઉપચારવાળા સુખનો જ આનંદ છે પ્રિય જેને એવા જે સાંસારિક લોકો છે તે આરોપશ્ચિયલોક કહેવાય છે જેઓ ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ સમજે છે. બીજા સુખની જેઓને કોઈ કલ્પના પણ નથી તેવા આરોપપ્રિય લોકોની વચ્ચે “આરોપિત સુખને” “આ સુખ છે” એમ કહેતાં પણ તે યોગીઓને આશ્ચર્ય ઉપજે છે. અર્થાત્ આ સાંસારિક સુખ એ સુખ છે એમ કહેવાને જરા પણ સમર્થ બનતા નથી. જેના વડે આરોપિત સુખ પ્રાપ્ત કરાયું છે. તે જીવ આરોપિત સુખ પ્રાપ્ત થયે છતે હું ઘણો સુખી છું એમ માનીને આશ્ચર્યવાન બને છે. અહીં કાકૂક્તિ છે. જ્યાં પ્રશ્નનો ઉત્તર આપવાનો હોય તેને બદલે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન દ્વારા જ આપવામાં આવે તેને કાકૂક્તિ કહેવાય છે. ભોગીના ભોગસુખને જોઈને યોગી આશ્ચર્યવાન બનતા નથી પણ ભોગી ઉપર દયાવાળા બને છે એમ સમજાવવું છે પણ તે પ્રમાણે સમજાવવા માટે પ્રશ્ન કરવા પૂર્વક કહે છે માટે તે કાકૂક્તિ કહેવાય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy