SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર पुनः तत्त्वज्ञः खानिस्थवज्रं समलं सावरणं समृदपि रत्नपरीक्षकवत् वज्रत्वेन अवधारयति, एवं ज्ञानावरणाद्यावृतमतदाकारं ज्ञानज्योतिः प्रकाशविकलमपि आत्मानं पूर्णानन्दं सहजाप्रयासानन्दसंदोहं सर्वज्ञं सर्वतत्त्वस्वरूपाभिन्नमात्मानं सम्यग्ज्ञानबलेन निर्धारयतीति, इत्यनेन आत्मा शुद्ध एव श्रद्धेयः, उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्य इति ॥ ६ ॥ ૧૩૦ ખાણમાં રહેલું વજ્રરત્ન ભલે મલીન હોય, આવરણવાળું હોય અને માટી સહિત હોય તો પણ રત્નની પરીક્ષા કરનારો વિચક્ષણ પુરુષ જેમ તેને વજ્રરત્ન તરીકે જાણે છે તેમ જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મના ઉદયથી આવૃત થયેલા પણ વાસ્તવિકપણે તદાકારતાને નહી પામેલા, જ્ઞાનાત્મક જ્યોતિસ્વરૂપ જે પ્રકાશ છે તે (પ્રકાશ ઢંકાયેલો હોવાથી તે) પ્રકાશ વિનાના જીવને પણ સત્તાથી પૂર્ણ પ્રકાશવાળો, પૂર્ણ આનંદવાળો, સ્વાભાવિક અને અપ્રયાસસાધ્ય (પ્રયત્ન વિના જ પ્રાપ્ત કરવા લાયક) એવા આનંદના સમૂહમય, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ પ્રકારના તાત્ત્વિક સ્વરૂપથી અભિન્ન એવો નિર્મળ શુદ્ધ આત્મા છે એમ તત્ત્વને જાણનારો જ્ઞાની પુરુષ સમ્યજ્ઞાનના બલ વડે જાણે છે, નિશ્ચય કરે છે. આ રીતે આ આત્મા શુદ્ધ જ છે આવી શ્રદ્ધા કરવી. કર્મોદય સ્વરૂપ ઉપાધિથી પ્રાપ્ત થયેલું એકેન્દ્રિયાદિપણું જો કે આ જીવમાં આવેલું છે, પરંતુ તે રામલીલા રમવા આવેલા પાત્રોએ પહેરેલા સીતા અને રામના પહેરવેશ જેવું હોવાથી તે ઉપાધિજન્ય દોષ હોવા છતાં પણ તેની સાથે તાદાત્મ્યભાવ ન હોવાથી અને તે સ્વરૂપ માત્ર કર્મોદયના સંસર્ગજન્ય જ હોવાથી આત્મા તેનાથી સર્વથા ભિન્ન જ છે. (નાટક ભજવનાર પાત્રો જેમ સીતા સ્વરૂપે કે રામસ્વરૂપે પરિણામ પામ્યાં નથી. તેમ કર્મજન્ય આ ઔપાધિક સ્વરૂપથી શુદ્ધ આત્મા પણ ભિન્ન જ છે એમ સ્વીકારવું જોઈએ.) એકેન્દ્રિયાદિ ભવો, સુખી-દુઃખી અવસ્થા, રાજા-રંકપણું, રોગીનિરોગીપણું, સ્ત્રી-પુરુષપણું, ઈત્યાદિ સર્વે પણ સાંસારિક અવસ્થાઓ ઔદિયકભાવની જ માત્ર છે. કર્મોદયથી આવેલી છે અને કાલાન્તરે જવાવાળી છે. પારિણામિક ભાવની નથી. તેથી હે જીવ ! આવી અવસ્થાઓને મારી છે એમ માની લેવું અને તેનાથી રાગ-દ્વેષાદિ કરવા તે કેવલ તારી મૂર્ખતા જ છે. હે જીવ ! તું કંઈક તત્ત્વ સમજ. આવો ઉપદેશ ગુરુજી આપણને આપે છે. દા मोही जीव: परवस्तु आत्मत्वेन जानन् आरोपजं सुखं सुखत्वेन अनुभवति । भेदज्ञानी तु आरोपजं सुखं दुःखमेवेति निरावरणाय यतते, तदुपदिशन्नाह મોહના ઉદયમાં અંધ બનેલો મોહાન્ધ જીવ પરવસ્તુને પોતાની છે એમ જાણતો છતો આરોપિત સુખને સુખ તરીકે માનીને સુખરૂપે અનુભવે છે. પરંતુ ભેદજ્ઞાની આત્મા (પરદ્રવ્ય
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy