SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અને જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૧૧ ટીકા :- “મદં મખેતિ મસ્રોમિતિ''–મિતિ મોરચાત્માંડશુદ્ધપરિમર્ચ उपचारतः नृपेतिसञ्जस्य "अहं मम" इत्ययं मन्त्रः जगदान्थ्यकृत्-ज्ञानचक्षूरोधकः, अहमिति-स्वस्वभावेनोन्मादः परभावकरणे कर्तृतारूपोऽहङ्कारः अहम्, सर्वस्वपदार्थतः भिन्नेषु पुद्गलजीवादिषु इदं ममेति परिणामो ममकारः, इत्यनेन अहं ममेति परिणत्या सर्वपरत्वं स्वतया कृतम्, एषः अशुद्धाध्यवसायः मोहजः, मोहोद्योतकश्च, शुद्धज्ञानाञ्जनरहितान् जीवान् (शुद्धज्ञानाञ्जनरहितानाम् जीवानाम् ) आन्ध्यकृत् स्वरूपावलोकनशक्तिध्वसंकः, “हि" इति निश्चितम्, अयमेव नपूर्वकः प्रतिमन्त्रोविपरीतमन्त्रः मोहजित्-मोहजयो मन्त्रः, तथा च “नाहम्, एते ये परे भावा ममापि एते न," भ्रान्तिरेषा, साम्प्रतं यथार्थपदार्थज्ञाने नाहं पराधिपः, न परभावा मम । ૩વતવિવેચન : આવા પ્રકારના અભિમાનસૂચક અને મમતા-મૂચ્છસૂચક બે નાનાં વાક્યોનો બનેલો જે મંત્ર છે તે મોહરાજાનો મંત્ર છે અને જગતને અંધ કરનારો તે મંત્ર છે. મોહરાજા એટલે આત્માનો અશુદ્ધ પરિણામ, આ અશુદ્ધ પરિણામ તેની ઈચ્છા પ્રમાણે જીવને નચાવે છે, દુઃખી કરે છે, તેની જ વધારે સત્તા ચાલે છે. તેથી જ અશુદ્ધ પરિણામાત્મક મોહમાં “રાજા”પણાનો ઉપચાર કરાયો છે. આ રીતે “નૃપ”પણાના ઉપચારને પામેલો એવો અશુદ્ધ"(ઘુંમાલી/ક છું આત્મપરિણામ છે. તેના જ “હું અને મારું (કદં-મમ) આ બન્ને મંત્રો છે. અશુદ્ધ પરિણામને કારણે “હું કંઈક છું', મેં આ કર્યું, મેં આ કર્યું, હું હતો તો જ આ થયું. આવા પ્રકારના અભિમાનસૂચક શબ્દો આ આત્મામાંથી નીકળે છે તેથી જગતને અંધ કરવામાં (વિવેકશૂન્ય કરવામાં) આ વાક્યો મંત્રતુલ્ય છે. જેમ કોઈ મંત્રવાદી પુરુષ મંત્રથી જગતના દેખતાં દેખતાં પોતાનું ધાર્યું કાર્ય કરે છે. તેમ આ મોહરાજા જીવોને “હું અને મારું” આવા પ્રકારના મંત્ર દ્વારા અંધ (વિવેકશૂન્ય) કરે છે. તેમાં “હું” એવું વાક્ય અભિમાન સૂચક-સત્તાસૂચક-કર્તુત્વસૂચક મંત્ર છે. આ મંત્ર જ્ઞાનરૂપી ચક્ષુને રોકનાર છે. “હું” એવા પ્રકારનો પોતાની જાતનો કતૃત્વ બુદ્ધિવાળો અભિમાનસૂચક જે અશુદ્ધ આત્મપરિણામ છે તે પોતાના આત્મામાંથી જ મલીન સ્વભાવના કારણે ઉત્પન્ન થયેલો ઉન્માદ (મોહનું તોફાન) છે. પરભાવના કાર્યો કરવામાં કર્તુત્વબુદ્ધિ સ્વરૂપ ખોટો અહંકારમાત્ર છે. તથા પોતાના આત્માના જે સર્વ પ્રકારના સ્વભાવો (જ્ઞાનાદિ ગુણો) છે. તેનાથી અત્યન્ત ભિન્ન એવા પુદ્ગલદ્રવ્યો પ્રત્યે અને અન્ય જીવપદાર્થો પ્રત્યે “આ મારું છે” “આ મારું છે” આવા પ્રકારનો આત્માનો મમતાત્મક મલીન જે પરિણામ છે તેને “મમકાર” નામનો મંત્ર કહેવાય છે. પરમાં મારાપણાની જે બુદ્ધિ તે જ મમ કહેવાય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy