SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ મોહત્યાગાષ્ટક- ૪ જ્ઞાનસાર ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરાતો હોવા છતાં પણ ગામ પહોંચીને ઘરમાં જતાં કે ઉપરના મજલાઓમાં ચઢતાં તે ઘોડાનો અને ગાડીનો ત્યાગ જ કરવાનો હોય છે તેમ અહીં પ્રશસ્તમોહ સાધનાથકાલે કરવા લાયક છે તો પણ સાધ્યની પૂર્ણપણે જેમ જેમ સિદ્ધિ થતી જાય છે તેમ તેમ ત્યજવા લાયક છે. સાધનાકાલે સુદેવ-સુગુરુ અને સુધર્મ ઉપકારક છે. તેનાથી જ સંસાર તરાય છે. તે પ્રત્યેનો રાગ પરદ્રવ્યોના રાગને અને કુદેવાદિના રાગને મુકાવનાર છે. માટે પ્રારંભકાલે કરવા લાયક છે તો પણ “આ પણ વિભાવદશા જ છે” જીવને પરપ્રત્યેનું જ આકર્ષણ છે તે પણ એક પ્રકારનું બંધન જ છે. શ્રી ગૌતમસ્વામીજીને પ્રભુ મહાવીર સ્વામી પ્રત્યે જેમ અપ્રતીમ રાગ હતો તે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બંધન જ બન્યો. માટે “આ પણ વિભાવદશા જ છે” આમ શ્રદ્ધાપૂર્વક મનમાં નિર્ણય કરવો જોઈએ. પણ સદા ઉપાદેય છે આમ ન સ્વીકારવું. જો કે જેમ જેમ સાધ્યની સિદ્ધિ થતી જાય છે તેમ તેમ આ પ્રશસ્તમોહ તીવ્રમાંથી મંદ, મંદતર અને મંદતમ ભાવે પરાવર્તન પામે છે અને અંતે નાશ પણ પામે જ છે. પરંતુ જ્યારે તે વર્તે છે ત્યારે તે “આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ છે” આમ ન માનવું, આ પણ એક પ્રકારનો રાગ જ છે, મોહ જ છે, વિભાવદશા જ છે. માટે અશુદ્ધપરિણતિ જ છે. અત: = આ કારણથી આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ સાધવામાં અપ્રશસ્ત કે પ્રશસ્ત એમ બન્ને પ્રકારના મોહનો સર્વથા પરિત્યાગ કરવો. એટલે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બને પ્રકારના મોહનો સંપૂર્ણપણે નાશ કરવાનો હોય છે. આવી જ શ્રદ્ધા રાખવી. મનમાં માનવું કે અંતે આ પ્રશસ્તમોહ પણ છોડવાનો છે. કારણ કે કોઈપણ પ્રકારનો મોહ હોતે છતે મોક્ષ થતો નથી. આ પ્રમાણે મોહ ઉપર ચાર નિક્ષેપા સમજાવીને હવે સાતનય સમજાવે છે - आद्यनयचतुष्टये कर्मवर्गणापुद्गलेषु तद्योगेषु तद्ग्रहणप्रवृत्त्या सङ्कल्पे कर्मपुद्गलेषु सत्तागतेषु बध्यमानेषु चलोदीरितेषु उदयप्राप्तेषु अशुद्धविभावपरिणामरूपमोहहेतुषु मोहत्वम् । शब्दादिनयत्रये मोहपरिणतचेतनापरिणामेषु मिथ्यात्वासंयमप्रशस्ताप्रशस्तरूपेषु मोहत्वम् । अत आत्मनोऽभिनवकर्महेतुः मोहपरिणामः । मोहेनैव जगद् बद्धम्, मोहमूढा एव भ्रमन्ति संसारे । यतः ज्ञानादिगुणसुखरोधकेषु चलेषु अनन्तवारमनन्तजीवैर्भुक्तमुक्तेषु जडेषु अग्राह्येषु पुद्गलेषु मनोज्ञामनोज्ञेषु ग्रहणाग्रहणरूपो विकल्पः मोहोद्भवः । तेनायं पुद्गलासक्तः मोहपरिणत्या पुद्गलानुभवी स्वरूपानवबोधेन मुग्धः પરિશ્રમતિ અત: મોહત્યારો હિતા . ૩ - કર્મરૂપે બનવાને યોગ્ય એવાં કામણ વર્ગણાનાં પુદ્ગલોને વિષે તથા તદ્યોmy = તે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy