SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર ગુણોને ઓળખવાનો કે મેળવવાનો બોધ પણ હોતો નથી, પ્રયત્ન પણ કરતો નથી અને સમય પણ હોતો નથી. પાંચે ઈન્દ્રિયોના સુખના સાધનભૂત પદ્ગલિક સામગ્રી મેળવવામાં જ પોતાની બુદ્ધિશક્તિ અને વીર્યશક્તિ વપરાય છે. તેથી ચિત્ત પણ સતત તેમાં જ પરોવાયેલું રહે છે. મનમાં તેના જ વિચારો ઘુમતા હોય છે, જે પૌલિક સાધન ન મેળવી શકાયું હોય તેનાથી જીવ દીન થઈને દુઃખી થાય છે અને જે પૌદ્ગલિક સાધન મેળવી શકાયું હોય તે હજુ ઓછું છે ઓછું છે એમ અસંતોષી થઈને અતૃપ્તિથી અને ઈર્ષ્યાદિથી દુઃખી થાય છે. માટે પરપદાર્થોના ગ્રહણ-મોચનાદિમાં વપરાતી ચેતનાશક્તિની અને વીર્યશક્તિની જે પરિણતિ છે તેને જ અસ્થિરતા-અસ્થર્ય કહેવાય છે. આ અસ્થર્યને જ ચંચળતા પણ કહેવાય છે. આ કારણથી આ ચાપલ્ય, આત્માના શુદ્ધગુણોની જે નિર્મળ પરિણતિ છે. તેને પોતપોતાનું કાર્ય કરવા દેતી નથી. એટલે પોતાના ગુણોની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરીને પરભાવની સન્મુખ ચેતનાને અને વીર્યને પ્રવર્તાવે છે. આવા પ્રકારનું ચપલતા સ્વરૂપ જે અસ્વૈર્ય છે, તેને જો હૃદયમાંથી દૂર કરવામાં ન આવે, હૃદયમાં પ્રગટ થતા એવા આ અસ્થર્યને જો વારવામાં (રોકવામાં) ન આવે તો ધર્મક્રિયા કરવા રૂપી ઔષધ લઈએ છતાં ફલપ્રાપ્તિ ન થાય તો તેમાં ધર્મક્રિયાનો શું દોષ ? ક્રિયારૂપી ઔષધનો કોઈ દોષ નથી. આ ધર્મક્રિયા રૂપી ઔષધ કેવું છે ? જો હૃદયમાં કોઈ શલ્ય ન હોય તો આત્માના શુદ્ધસ્વભાવનો આવિર્ભાવ અવશ્ય કરે જ એવા પ્રભાવવાળું ધર્મક્રિયા રૂપ આ ઔષધ છે. પરંતુ અંદરથી જો શલ્યનો ઉદ્ધાર ન કર્યો હોય તો પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનો આવિર્ભાવ કરવા સ્વરૂપ ગુણને (ફાયદાને-લાભને) ન આપે તો તેમાં ધર્મક્રિયારૂપી ઔષધનો શું દોષ? તેનો કોઈ જ દોષ નહીં. ધર્મક્રિયા એ તો એક કાયિક શુભ આચરણસ્વરૂપ છે. ભાવપરિણતિ તો આત્માના ગુણોની શુદ્ધિસ્વરૂપ છે. તેથી હૃદયની અંદર અસ્થિરતા રૂપી શલ્ય હોતે છતે બહારથી કરાયેલી ધર્મક્રિયા રૂપી ઔષધથી ભાવરોગનો અપગમ (વિનાશ) થતો નથી. આ કારણથી પરદ્રવ્યને અનુસરવા રૂપ પરાનુયાયિતાની બુદ્ધિ, પરદ્રવ્યનો હું કર્તા-ભોક્તા છું. આવા પ્રકારની કસ્તૃત્વબુદ્ધિ, તથા તે તે પરપદાર્થો મારા છે અને હું તેનો છું. આમ મમતાથી પરદ્રવ્યમાં વ્યાપકતાની બુદ્ધિ આ ત્રણે શલ્ય સ્વરૂપ છે. તેનું આત્માર્થી જીવે નિવારણ કરવું જોઈએ. આવી અસ્થિરતાને ચિત્તમાંથી દૂર કરવી જોઈએ. જો स्थिरता वाङ्मनःकायै-र्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥५॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy