SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર આમલી વગેરે ખાટા પદાર્થોનો યોગ કરવામાં આવે તો દૂધ કૂચા કૂચા રૂપે થઈને નાશ પામે છે તેવી જ રીતે અસ્થિરતાથી લોભ-પરિણતિની વૃદ્ધિ થતાં જ્ઞાનાત્મક આત્માના સ્વરૂપના સુખનો પણ નાશ થાય છે. અહીં દૂધની જગ્યાએ જ્ઞાન, ખાટા પદાર્થની જગ્યાએ અસ્થિરતા અને કૂચાની જગ્યાએ લોભપરિણતિ આમ ઉપમા ઘટાવવી. લોભનો જે પરિણામ છે તે પરપદાર્થોને ગ્રહણ કરવા, તેનો સંગ્રહ કરવો, તેની મમતા-મૂર્છા કરવી, પરપદાર્થના જ લેવડ-દેવડમાં રચ્યા-પચ્યા રહેવું તે લોભપરિણામ છે. આવા પ્રકારનો આ લોભ-પરિણામ આત્માના નિર્મળ ગુણોના અનુભવના નાશનો હેતુ છે. પરમાં લીન રહેનારો જીવ પોતાનામાં લીન રહી શકતો નથી. આમ સમજીને આત્માના નિર્મળ સ્વરૂપમાં એટલે કે અખંડ આનંદમય, જ્ઞાનસ્વરૂપવાળા અને વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાના એવા પોતાના આત્મામાં જ શ્રદ્ધા અને જ્ઞાનરમણતા કરવા જેવી છે. તેથી તે રમણતા કરવા પૂર્વક જ હે વત્સ ! તું સ્થિર થા. //રી अस्थिरे हृदये चित्रा, वाङनेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याण-कारिणी न प्रकीर्तिता ॥३॥ ગાથાર્થ :- હૃદય અસ્થિર હોતે છતે ભિન્ન ભિન્ન પ્રકારે વાણીની, નેત્રની અને આકારની ગોપનક્રિયા વ્યભિચારી સ્ત્રીની જેમ કલ્યાણકારી કહી નથી. lill ટીકા :- “સ્થિર તિ"- સ્થિરે સતિ-પરમવામિનાજ વિત્તે સતિ चित्रा-अनेकप्रकारा वाङनेत्राद्याकारगोपना द्रव्यक्रियारूपा पुंश्चल्या इव-असती स्त्री इव, कल्याणकारिणी न प्रकीर्तिता-हितकारिणी न मता । जैनानां द्रव्यक्रिया भावधर्मयुता भावाभिलाषिणी एव प्रशस्या, भावधर्मरहिता तु मार्जारसंयमतुल्या । तत्त्वार्थे द्रव्यक्रिया केषाञ्चित् परम्परया धर्महेतुतया जाता, सा तु देवादिसुखेहलोकयशोभिलाषरहितानामेव, न तु लोकसञ्जारूढानाम्, अतस्तत्त्वस्वरूपाभिमुखीभूय मन आत्मधर्मैकत्वं विधाय चित्तस्थिरतापूर्वकं स्थैर्यं करणीयमिति ॥३॥ વિવેચન :- ધર્મક્રિયા કરતી વખતે જો આપણું ચિત્ત અસ્થિર હોય અર્થાત્ જે ધર્મક્રિયા ચાલે છે તેમાં ન હોય પણ અન્ય વિષયમાં હોય તો તે ધર્મક્રિયા કર્મનિર્જરા કરનારી બનતી નથી. આ વિષય ઉપર તત્ત્વ સમજાવતાં શાસ્ત્રકારશ્રી કહે છે કે – હૃદય અસ્થિર હોતે છતે એટલે કે આ લોકનાં પૌદ્ગલિક સુખોની અથવા પરલોકનાં સ્વર્ગાદિનાં સુખોની અથવા અન્ય કોઈ યશ-માન-સ્વાર્થ વગેરે પરભાવના સુખોની અભિલાષાવાળું ચિત્ત હોતે છતે ત્રિી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy