SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ ૭૩ “આત્માનું રત્નત્રયી-આત્મક જે સ્વરૂપ છે તે સ્વરૂપ જ સ્વાધીન હોવાથી અને પરમાર્થથી તે સ્વરૂપ જ ભોગ્ય હોવાથી તેના જ આનંદને માણવો, તેમાં જ સુખબુદ્ધિ કરવી તે વસ્તુધર્મ છે. પરપદાર્થોના સંયોગ અને વિયોગ વડે તે પરપદાર્થમાં જે ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતા બુદ્ધિ થાય છે તે ઉપાધિ છે. દુઃખદાયી તત્ત્વ છે. સ્ફટિક પોતે સ્વયં ઉજ્વલ જ છે. લાલ-લીલા ફૂલથી સ્ફટિકમાં જે લાલાશ અને લીલાશ દેખાય છે તે ઉપાધિકૃત છે. તેમ અહીં પરદ્રવ્યમાં રાગાદિનો પરિણામ કરવો એ વડવ્યાધિ = મોટા રોગતુલ્ય મહા-ઉપાધિમાત્ર છે. વાસ્તવિક સ્વરૂપ નથી. આવું સમજીને સાનુકુલ કે પ્રતિકુલ પરિદ્રવ્યોના સંયોગ કે વિયોગકાલે જે મહાત્માપુરુષો રાગ-દ્વેષ કરતા નથી તે “શમ” = સમતાભાવ કહેવાય છે. આવા પ્રકારના શમભાવદશાની જે શીતળતા છે. અર્થાત્ અતપ્તતા (ગરમ ન થવાપણું) છે. તેવા પ્રકારની શમદશાની શીતલતાને પુષ્ટ કરનારા અર્થાત્ સમતાની શીતલતાથી પુષ્ટ બનેલા એવા જે મહાત્મા પુરુષ છે તે મહાત્મા પુરુષના (ભૂક-લીંટ અને મલ-મૂત્ર જેવા અપવિત્ર પદાર્થના) એક બિંદુની પણ મહાકથા-મહાવાર્તા છે. આવા મહાત્મા પુરુષોના શારીરિક અંશોનું એક બિંદુ પણ જીવોના રોગોને મટાડનારું હોય છે. તથા આવા મહાત્મા પુરુષોના જ્ઞાનામૃતનું એક બિંદુ પણ જીવોના ભવરોગને દૂર કરનારું થાય છે. તેવો તેનો પ્રભાવ છે માટે મહાકથા છે. તો પછી જે મહાત્માપુરુષની તત્ત્વજ્ઞાનરૂપી અમૃતમાં સર્વ અંગોની મગ્નતા છે. અંગે અંગે તત્ત્વજ્ઞાન રૂપી અમૃત વ્યાપ્ત બનેલું છે. તે સ્થાનમાં (એટલે કે તેવા પ્રસંગમાં) તો અમે તેઓની શું સ્તુતિ કરીએ ? તે મહાત્માઓનું શું વર્ણન કરીએ ? તેઓનું વર્ણન કરવાને માટે અમે ખરેખર અસમર્થ છીએ. આવા મહાત્માઓનું જ્ઞાનામૃતના પાનવાળું જીવન શબ્દોથી વર્ણવી શકાતું નથી. અહોભાવમાત્રથી સમજી શકાય છે. જેને ભોજનની, પાણીની. શરીરશોભાની. ટાપટીપની, સગાં-સ્નેહીઓની કે માન-અપમાનની કંઈ જ અપેક્ષા નથી. કેવલ શુદ્ધસ્વરૂપની જ્ઞાનરસિકતા જ પ્યારી છે. જ્યારે દેખો ત્યારે આત્માના જ્ઞાનગુણની વિચારણામાં જ લયલીન હોય છે. તેવા શુદ્ધસ્વરૂપના અનુભવમાં જ મગ્ન એવા તે મહાત્મા પુરુષ જ અતિશય પ્રશંસનીય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે – “ક્યારેક દેવેન્દ્રપણું પણ મળી જાય, ક્યારેક પ્રભુત્વ (રાજાપણું અથવા ચક્રવર્તીપણું) પણ મળી જાય, તેમાં કંઈ સંદેહ નથી. પરંતુ જિનેશ્વર ભગવંતે કહેલો એક શુદ્ધ આત્મધર્મ ફરી મળતો નથી.” (- સંબોધ સિત્તરી ગાથા-૧૪) “નરકમાં ઘણાં દુઃખો છે એમ સમજીને તેના ભયથી અનુષ્ઠાન આદરવા રૂપ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy