SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર સુધી રહેશે ત્યાં સુધી જ રહેવાના છે. તે રૂપાદિ ભાવોનો માલિકીહક્ક પુણ્ય-પાપ કર્મોદયનો છે, તારો નથી. તો તારે તે ભાવોમાં રાગ કે દ્વેષ (ઈષ્ટાનિષ્ટ-બુદ્ધિ) કેમ કરાય ? માટે કર્મોદયથી વર્ણાદિભાવ હોય તો પણ ત્યાં રાગ-દ્વેષતા કરવી તે બ્રાન્તિમાત્ર જ છે, ભ્રમ જ છે, ખોટું જ છે, ગાંડપણ છે. જેમ કોઈ અન્ય પુરુષની પત્ની રૂપવતી હોય કે કુરૂપ હોય તો તેને દેખીને રાગ કે દ્વેષ કરાતો નથી. કારણ કે તે પાત્ર અન્ય વ્યક્તિની માલિકીનું છે. તેવી જ રીતે શરીરમાં થયેલા રૂપાદિ ભાવો પણ પુણ્ય-પાપ કર્મોદયે કરેલા છે. જીવે પોતે કર્યા નથી. જો જીવે બનાવ્યા હોત તો તો મનગમતા જ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બનાવત. પણ આમ નથી તો પરકૃત પદાર્થમાં રાગ-દ્વેષતા કરવી તે મૂર્ખતામાત્ર-ભ્રમમાત્ર છે, મિથ્યાતત્ત્વ છે. શાસ્ત્રમાં આ વિષયમાં કહ્યું છે કે – સુવર્ણ અને લોઢું ક્યારેય કોઈને પણ એમ કહેતું નથી કે તમે મારા ઉપર રાગ કરો અને દ્વેષ કરો. (સુવર્ણ એમ નથી કહેતું કે હું કિંમતી ધાતુ છું માટે મારા ઉપર રાગ કરો, લોઢું એમ નથી કહેતું કે હું બિનકિંમતી ધાતુ છું માટે મારા ઉપર દ્વેષ કરો). પરંતુ પોતાના આત્મતત્ત્વના અજાણ જીવોનો આ અનાદિકાલીન મહોદયજન્ય વિભાવદશાવાળો અશુદ્ધ પરિણામ માત્ર છે.” માટે રાગ અને દ્વેષ એ સંસારી જીવ કરે છે. તેથી આ રાગ અને દ્વેષ એ જીવકૃત અશુદ્ધ પરિણામ છે પણ વસ્તુગત ધર્મ નથી. स्वरूपस्य स्वायत्तत्वात् स्वभोग्यत्वात्, परवस्तुसंयोगवियोगाभ्यामिष्टानिष्टतोपाधिः, एवं शमस्य शैत्यं-शीतलत्वम्-अतप्तत्वम्, तस्य पुषः-पोषकस्य यस्य पुरुषस्य शमशैत्यपुषः, विपुषः-बिन्दुमात्रस्यापि महाकथा-महावार्ता, शमशैत्यबिन्दुरपि दुर्लभः, यस्य ज्ञानपीयूषे-तत्त्वज्ञानामृते सर्वाङ्गमग्नता, तत्र-तस्मिन् स्थाने किं स्तुमःकिं वर्णयामः ? तस्य वर्णनां वक्तुमसमर्था वयमिति । यो हि स्वरूपज्ञानानुभवमग्नः स अतिप्रशस्यः । उक्तञ्च लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । રૂ નરિ ન નડમરૂ, નિશિંવરિયો થો ઝા (સં. સિત્તરિ-૧૪) धम्मो पवित्तिरूवो, लब्भइ कइया वि निरयदुक्खभया जो नियवत्थुसहावो, सो धम्मो दुल्लहो लोए ॥ नियवत्थुधम्मसवणं, दुल्लहं वुत्तं जिणिंदिआण सुयं । तप्फासणमेगत्तं, हुंति केसिं च धीराणं ॥ अतः वस्तुस्वरूपधर्मस्पर्शनेन परमशीतीभूतानां परमपूज्यत्वमेव ॥७॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy