SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નથી કર્યો’ એમ કહે. મોટે ભાગે અમારી હાલત એવી છે કે - પાપ કર્યું હોય છતાં ‘કર્યું નથી, થઇ ગયું છે' એમ કહીએ અને સ્વાધ્યાય કર્યો ન હોવા છતાં ‘સ્વાધ્યાય કર્યો છે' એમ કહીએ ! ગુનો કર્યો હોય તો ‘કર્યો છે' એમ કહીએ તો ગુરુભગવંત અનુશાસન કરીને દોષથી રહિત બનાવીને વિનીત બનાવશે. જે વિનીત હોય તે સાનમાં સમજી જાય, જેઓ અવિનીત છે તેમનું તો ગળિયા બળદની જેમ ગુરુભગવંત અનુશાસન કરતાં થાકી જાય : આ જ વસ્તુ બારમી ગાથાથી જણાવે છે. मा गलियस्से व कसं वयणमिच्छे पुणो पुणो । कसं व दट्ठमाइण्णे पावगं परिवज्जए ॥१-१२।। જે જાત્ય અશ્વ હોય છે એને પોતા પર સ્વામી ચઢે એના પરથી જ ખ્યાલ આવે કે – સ્વામીને કેટલી ઉતાવળ છે. તેમ વિનીત શિષ્યને ગુરુભગવંતની આંખ ફરે એની પરથી ખ્યાલ આવી જાય. સ્વાધ્યાય કરતાં કરતાં વચ્ચે વાતો કરવા બેસે ત્યારે ગુરુભગવંતની નજર શિષ્ય ઉપર જો પડી જાય તો વિનીત શિષ્યને ખ્યાલ આવી જાય કે – ગુરુભગવંત વિકથા કરવાની ના પાડી રહ્યા છે. તમે પણ આંખથી ભરસભામાં બેઠેલા બહેનને ઉઠાડો ? આપણી પ્રવૃત્તિ અને પરિણામને સુધારવાનું કામ આચાર્યભગવંત કરે. સુખ પરથી આપણી નજર ખસેડીને દુ:ખ પર સ્થિર કરે છે. આપણને સુખ છોડવાનું મન છે કે ભોગવવાનું ? પુણ્ય બાંધવાનું મન છે કે પુણ્ય છોડવાનું ? જેને સુખ જોઇતું નથી અને પુણ્ય બાંધવાની જરૂર નથી પડતી. પુણ્ય છોડવા માટે જે મહેનત કરશે એની મહેનત સફળ બનશે. પુણ્ય બાંધવા માટે જે મહેનત કરશે એની મહેનત માથે પડશે. સ0 અમારે તો જે મળ્યું છે એને સાચવવું છે અને નવું મેળવવું છે. - તમારી ઇચ્છા પૂરી થવાની નથી, શું કરવું છે એ વિચારી લેજો . સ0 ચોવીસ કલાકમાંથી અઢાર કલાક તમારી પાસે રહીએ તો ઠેકાણું પડે. અમારી પાસે રહેવાની જરૂર નથી, સાધુપણાને યાદ રાખવાની જરૂર છે. અહીં આવ્યા પછી ધંધો યાદ રાખો છો ને ? એક વખત પ્રણિધાન મજબૂત હશે તો સંકલ્પ-વિકલ્પ ટળશે અને આગળના ચાર પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ સ્વરૂપ આશયની પ્રાપ્તિ થશે. “મોક્ષમાં જવું છે” એ પ્રણિધાન જ મજબૂત નથી. ગુરુભગવંતે અનુશાસન કર્યા પછી ‘મને શી ખબર, તમારે પહેલેથી કહેવું જોઇએ ને ?...' આવું બધું બોલે તો સમજવું કે ગળિયા બળદ જેવો શિષ્ય છે. ગળિયો બળદ ઘાંચપરોણો કરો તો ય માર્ગે ચાલવા તૈયાર ન થાય. વારંવાર નીચે બેસી જાય તેમ અવિનીત શિષ્ય ગુરુભગવંતના અનુશાસનને એક વારમાં તો ન ઝીલે, ઉપરથી એમના અનુશાસનને વાગ્માણ સમજીને તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે. જયારે વિનીત સાધુ તો ગુરુભગવંતને હિતશિક્ષાનો પ્રસંગ ન આવે તે રીતે વર્તે. अणासवा थूलवया कुसीला मिउं पि चंडं पकरंति सीसा । चित्ताणुआ लहु दक्खोववेआ पसायएते हु दुरासयं पि॥१-१३॥ અવિનીત અને વિનીત શિષ્યોના અધિકારમાં આપણે જોઇ ગયા કે જીવો બે પ્રકારના હોય છે. કેટલાક જીવો સ્વામીની ઇચ્છાને અનુસરનારા હોય છે, તેમની ઇચ્છાને જોઇને એને અનુરૂપ પ્રવૃત્તિ કરનારા હોય છે. જ્યારે કેટલાક જીવો પોતાની ઇચ્છા મુજબ જીવનારા હોય છે, સ્વામીની ઇચ્છાને જોતા નથી અને પોતાના વર્તનથી સ્વામીને થકવી નાંખતા હોય છે. હવે જેઓ સ્વામીની નજરમાત્રથી માર્ગસ્થ બને છે અને જેઓ કહેવા છતાં માનતા નથી તે બંન્ને જીવોની વિશેષતા અને તેનું ફળ આ ગાથાથી જણાવે છે. આ ગાથામાં જે “અપસવ' પદ છે તેનો અર્થ આપણે કરીએ અને મહાપુરુષો કરે છે તેમાં ઘણો ફરક છે. આથી જ આપણે ત્યાં કેવળ મૂળ સૂત્ર કે આગમ પ્રમાણે નથી મનાતા, પંચાંગ પ્રમાણ મનાય છે. એકલા મૂળ આગમને પ્રમાણ માનનારા માણસો અપ્રામાણિક છે. મૂળ, નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ અને ટીકા : આ પાંચ અંગો પ્રમાણ છે. સ0 પાંચ પાંચ વસ્તુ રચવાનું શું કામ હતું ? આપણે અલ્પ બુદ્ધિવાળા છીએ માટે પાંચની રચના થઇ, તેથી આપણા માટે પાંચે પાંચ પ્રમાણ છે. ભગવાને દેશનામાં માત્ર ત્રિપદી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૭૯
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy