SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નથી એને દુઃખ વેઠવાનું આવે. ભગવાનની આજ્ઞાથી વેઠવું છે, ક્યાં કોઇની આજ્ઞાથી વેઠવું છે ? પાપથી દુ:ખ આવે છે - આવું જે ન માને એને સમ્યક્ત્વ ન હોય. દુઃખ તો આપણા પાપથી આવે છે – નિમિત્ત તો ગમે તે હોય, રોગપ્રતિકારક શક્તિ જેમ મેળવો છો તેમ અહીં સત્ત્વ ન હોય તો સત્ત્વ મેળવી લો. મજબૂતાઇ ન હોય તો મજબૂતાઇ મેળવી લો. શરીર સાથ નથી આપતું એના બદલે મન સાથ નથી આપતું એમ માનવું છે. સ0 તપ-સંયમ ન કરી શકીએ ત્યાં સુધી પાપ કાઢવા માટે શું કરવું ? અનશનરૂપ તેપ ન થાય તો ઊણોદરી આદિ કરવાની. રોજ પાંચ દ્રવ્ય વાપરતા હો તો બે દ્રવ્ય વાપરવાનાં, સંયમમાં સ્વાધ્યાય કરવાનો. ચૌદસના દિવસે બે હજાર સ્વાધ્યાય કરીને પ્રતિક્રમણમાં આવો તો ચાલે ને ? આ તો ભૂતકાળનો સ્વાધ્યાય વાળી આપે. સ0 સ્વાધ્યાય કઇ રીતે કરવાનો ? ચાળીસ વાર વંદિનુ ગોખી જાઓ તો બે હજાર સ્વાધ્યાય થઇ જાય. આમેય તમે પૈસો, પૈસો એનો સ્વાધ્યાય કરો છો ને ? સ0 સ્વાધ્યાય આકરો કેમ લાગે છે ? એનું કારણ એ છે કે એમાં વિકથાનું સુખ છોડવું પડે છે. આટલું પણ સુખ જેને છોડવું નથી એને સંયમમાં મજા આવે કઈ રીતે ? ખાવાનું પણ એવી રીતે કે ઊંઘ ન આવે. માદક દ્રવ્ય નહિ વાપરવાં. આ તો તમને દીક્ષા નથી લેવાતી માટે આ ઉપાય બતાવ્યો. દીક્ષા લીધા પછી બીજો ઉપાય બતાવીશું. તમને જે નડે છે એના ઉકેલ મારી પાસે છે, પણ પહેલાં તમને તમારી નડતર નડતરરૂપ લાગવી જોઇએ. વિરતિ નથી લેવાતી – એનું દુ:ખ હોય તો એક સામાયિક કર્યા વગર ઘરની બહાર ન જવું : બોલો કરવું છે એવું? નહાવાનો, દાઢી કરવાનો, માથું ઓળવાનો નિયમ નથી છતાં રોજ કર્યા વગર નથી રહેતા ને ? દુકાને જવાનો નિયમ નથી ને ? છતાં રોજ જાઓ ને ? તેમ વિરતિના અભ્યાસ માટે સામાયિક કર્યા વગર નથી રહેવું. ચારિત્રમોહનીયના ક્ષયોપશમ માટેનો પુરુષાર્થ ચોથા ગુણઠાણે જ કરવો પડશે. છઠ્ઠા ગુણઠાણે ચારિત્રમોહનીયનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ક્ષયોપશમ હોય પણ એના માટેનો પુરુષાર્થ ન હોય. છટ્ટે ગુણઠાણે પુરુષાર્થ તો ચારિત્રમોહનીયના ક્ષયનો હોય. સામાયિકમાં શ્રાવક સાધુ જેવો હોય એ બોલે પણ પાછો સામાયિક કરવા તૈયાર ન થાય. સ0 સામાયિકમાં બે ઘડીનું જ પચ્ચકખાણ કેમ કહ્યું ? દસ ઘડીનું કેમ ન કહ્યું – એવું પૂછવું છે કે એક ઘડીનું કેમ ન કહ્યું : એવું પૂછવું છે ? બે ઘડીના બદલે એક ઘડીનું હોય તો સારું : એવું જ છે ને ? સામાન્યથી આત્માના પરિણામ એવી ને એવી સ્થિતિમાં અંતર્મુહૂર્ત સુધી ટકે છે માટે બે ઘડીનું કીધું. બે ઘડી પછી એમાં ફેરફાર થઇ જાય. સ0 આપે તપના અભ્યાસ માટે બે દ્રવ્યની વાત કરી અમને તો પાંત્રીસ - જો ઇએ. કઇ રીતે ઠેકાણું પડે ? સારું. તમારે પાંત્રીસ રાખવા છે ને ? વાંધો નહિ પણ આખા દિવસના ગણવાના અને જે દ્રવ્ય સવારે વાપર્યું હોય એ જ દ્રવ્ય સાંજે વાપરો તો એક દ્રવ્ય નહિ ગણવાનું, બે દ્રવ્ય જુદાં ગણવાનાં. સ0 એટલે પાંચ વાર ચા પીધી હોય તો પાંચ દ્રવ્ય ગણવાનાં : એમ જ ને ? હા, એમ જ. આમાંય વિષયકષાયની પરિણતિ ઘટી જાય, અવિરતિના પાપથી બચીએ, આસક્તિ તૂટે : આ બધા ફાયદા છે જ. આ બધી પ્રાસંગિક વાતો થઇ. આપણે જોઇ ગયા કે આચાર્યભગવંત અનુશાસન કરે તો ગુસ્સો ન કરવો, તેમ જ કાળે ભણવું. ત્યાર બાદ કહે છે કે – બાર વરસ સુત્ર અને અર્થ ભણ્યા પછી જરૂર પડે તો ધ્યાનની પ્રક્રિયામાં આરૂઢ થવું. જેમ પૂ.શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કર્યું તેમ. હવે અગિયારમી ગાથાથી જણાવે છે કે आहच्च चण्डालीअं कट्ट न निण्हविज्ज कयाइ वि । कडं कडेत्ति भासिज्जा अकडं नो कडेत्ति य ॥१-११॥ ગુનો કર્યા પછી ગુરુભગવંત તે અંગે કાંઇ પણ પૂછે ત્યારે ગુરુભગવંત ગુસ્સે થશે – એમ માનીને ગુનાને કોઈ દિવસ ન છૂપાવે. જે ગુનો કર્યો હોય તેને ‘કર્યો છે એમ કહે અને જે ન કર્યો હોય તેને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy