SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામથી થાય છે. સામગ્રી મળી જાય તો સારી વાત છે, પણ કોઇ વાર કર્મના ઉદયથી આરાધનાની પણ સામગ્રી ન મળે તો રોવું નથી. આજે નહિ તો કાલે મળશે : એવી આશાથી સાધુપણું પાળ્યા કરે, સાધુપણું છોડીને ન જાય. અલાભપરીષહ તો તમારે પણ ભોગવવાનો આવે જ છે ને ? તેવા વખતે સામદામદંડભેદથી કામ લેવાનું કે ધર્મનો આશરો લેવાનો ? સામદામ તો નીતિશાસ્ત્રમાં આવે. આપણે નીતિનું કામ નથી, ધર્મનું કામ છે. નીતિ કરતાં આજ્ઞા ચઢિયાતી છે. તમને કોઇ ઉઘરાણી ન આપે એ પણ તમારા માટે અલાભપરીષહ છે ને ? તેવા વખતે જતું કરવું કે દંડથી પણ પૈસો ભેગો કરવાનો ? સ0 એણે પૈસા આપણા લીધા હોય ને મેળવવા પ્રયત્ન કરીએ એ ન્યાયની જ વાત છે ને ? નીતિ તો ધર્મનો પાયો છે. એણે તમારા પૈસા ક્યાં લીધા છે ? પૈસા તમારા છે કે પુણ્યના ? કર્મો જ પૈસા આપ્યા છે, તમારા થોડા છે ? તમારા નસીબના પૈસા કોઇ લઇ જતું નથી, જે તમારા નસીબના નથી એ જ જાય છે, આવતા નથી. સ0 શક્તિ છતાં ન આપે તો જતું કરવું ? આપણે પણ આવાં જ પરાક્રમ કર્યો હશે. આપણે શક્તિ હોવા છતાં આપ્યા નહિ હોય - એ હિસાબ જ પૂરો થાય છે. એમાં આપણે કાંઇ ઉપકાર નથી કરતા. આપણા લીધા છે માટે એણે આપવા જોઇએ કે આપણે લેવા જોઇએ - એવું નીતિશાસ્ત્ર કહે છે. જ્યારે ધર્મશાસ્ત્ર તો કહે છે કે સામાને દુ:ખ થતું હોય તો આપણું પોતાનું પણ જતું કરવું છે. નીતિ એ ધર્મનો પાયો નથી, ધર્મની પૂરક પણ નથી. નીતિશાસ્ત્રનું અને ધર્મશાસનું લક્ષ્ય જ જુદું છે. માટે નીતિશાસ્ત્રના આધારે નથી ચાલવું, ધર્મશાસ્ત્રના આધારે ચાલવું છે. તમે આ બધું શાંતિથી વિચારો, થોડું ભણવા માંડો. અમે તો અહીંથી જવાના જ છીએ, તમે જ્યાં છો ત્યાં ને ત્યાં જ રહેવાના ને ? આ ચોમાસું પૂરું થાય એટલે આવતા વરસે ‘નવી ગિલ્લી અને નવો દાવ', વરસોથી તમે વ્યાખ્યાન સાંભળો છો પણ જયાં છો ત્યાં જ છો ને ? અમે પણ મૂરખ છીએ કે તમારી પાછળ, ભટકીએ છીએ. ઘડીની નવરાશ નહિ અને પાઇની પેદાશ નહિ : એવી અમારી દશા છે ! માત્ર વાતો કરીને ઊભા નથી થવું, કાંઇ પામીને જવું છે. આટલું નક્કી કરી લો કે જતું કરવામાં સમાધિ છે, ભોગવવામાં સમાધિ નથી. પેલો ઉઘરાણી આપે તો સારી વાત છે, ન આપે તો ય તેને કહેવું કે કાંઇ વાંધો નહિ, ઇચ્છા થાય ત્યારે આપજે. આ રીતે જતું કરો તો તમે સમાધિથી જીવી શકશો. અહીં સાધુને આહાર-પિંડનો અર્થાત્ અંશન, પાન, ખાદિમ કે સ્વાદિમનો લાભ મળે કે ન મળે છતાં તે અનુતાપ ન કરે અર્થાત કોઇ જાતના કષાયને કરે નહિ. તે સમજાવવા માટે એક લૌકિક દૃષ્ટાંત જણાવ્યું છે કે જે રૂપક કથાસ્વરૂપ છે. રૂપક એટલે કાલ્પનિક કથા. જે બનાવ બન્યો ન હોય પણ માત્ર તે ઉપજાવી કાઢવામાં આવ્યો હોય તેને રૂપક કથા કહેવાય. જેમ કે અત્યારના સિનેમાની કથા. અહીં જણાવ્યું છે કે બળદેવ, વાસુદેવ, દારુક અને સત્યકી : આ ચારે ઘોડા ઉપર ફરવા નીકળ્યા હતા. ઘોડા ઉન્માર્ગે જતા રહ્યા. એક જંગલમાં જઇ પહોંચ્યા. ઘોડા થાકીને લોથપોથ થઇ ગયા. આ ચારે પણ ભૂખ્યા-તરસ્યા થાકી ગયા હતા. રાત પડી અને રાત્રિના ચારપ્રહર સુધી વારાફરતી એક એક જણે જાગતા રહેવાનું નક્કી કર્યું, જેથી વન્ય પશુ કે પિશાચોથી ચારેનું રક્ષણ થઇ શકે. પહેલાં દારુકનો વારો જાગવાનો હતો. આ ત્રણ સૂતા હતા, એક પિશાચ એમને ખાવા આવ્યો ત્યારે દારુકે કહ્યું કે “મારી સાથે યુદ્ધ કર પછી વાત.’ આ રીતે એક પ્રહર સુધી દારુકે યુદ્ધ કર્યું. બીજા પ્રહરે સત્યકીએ પિશાચ સાથે યુદ્ધ કર્યું. ત્રીજા પ્રહરે બળદેવે કર્યું. ચોથા પ્રહરે કૃષ્ણનો વારો આવ્યો. કૃણે કહ્યું “તું યુદ્ધ કર પછી ખાવાની વાત.' પેલો પિશાચ તો ત્રણ પ્રહર સુધી એકલો યુદ્ધ કરીને એવો થાકી ગયો હતો કે હવે તો તેના હોશકોશ જ રહ્યા ન હતા. કૃષ્ણે કહ્યું કે “તારે યુદ્ધ ન કરવું હોય તો હું પણ આ બેઠો. પણ તારે યુદ્ધ કર્યા વિના આ લોકોને હાથ નહિ લગાડાય.' પિશાચ તો થાકીને સાવ દીન બની ગયો હતો. તેણે પોતાનું સ્વરૂપ ધીમે ધીમે સંકેલી લીધું. અંતે એકદમ નાનો ૩૩૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩૯
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy