SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષા ન પણ મળે તેવા વખતે સાધુ દીનતા ધારણ ન કરે કે હું નિપુણ્યક છું... આથી જ અહીં અલાભપરીષહને જીતવાનું જણાવ્યું છે. અહીં પરંતુ થાસમેસેન્ગા પદથી એ જણાવ્યું છે કે સાધુ આહાર માટે ગૃહસ્થના ઘરે ગવેષણા કરવા માટે જાય. સામે લાવેલો આહાર ન વહોરે. ભમરો જેમ પુષ્પ પાસે જઇને તેમાંથી રસ ગ્રહણ કરે છે અને પુષ્પને કિલામણા નથી કરતો તે જ રીતે સાધુ પણ એષણાસમિતિના પાલન માટે દાતાને ત્યાં જાય અને જે કાંઇ ભોજન વગેરે તૈયાર હોય તે વહોરીને આવે. કોઇ વાર ભાત તૈયાર હોય પણ રોટલી તૈયાર થઇ ન હોય તોપણ સાધુ તપે નહિ, ગુસ્સો ન કરે. આહાર મળે કે ન મળે બંન્નેમાં સમભાવ રાખીને ત્યાંથી પાછો ચાલ્યો આવે. આહાર મળે તો રાજી થઇ જાય અને ન મળે તો પોતાની જાતને કોર્સ, નિંદે કે ‘હું તો જ્યારે જઉં ત્યારે ખાલી હાથે જ આવું.... આવું આવું સાધુ ન કરે. પરંતુ પોતે પોતાના આત્માને સમજાવીને સમભાવમાં રહે. અલાભપરીષહ તો શ્રી ઋષભદેવ ભગવાને પણ તેર મહિના સુધી વેઠ્યો અને શ્રી મહાવીરસ્વામી ભગવાને પાંચ મહિના ને પચીસ દિવસ સુધી વેઠ્યો, તો આપણને અલાભપરીષહ વેઠવાનો આવે તેમાં શું નવાઇ ? આવા પુણ્યશાળીને પણ જો અંતરાયનો ઉદય આવતો હોય તો આપણને આવે એમાં નવાઇ નથી... ઇત્યાદિ વિચારીને આ પરીષહ સાધુએ વેઠવો જોઇએ. યાચના કર્યા પછી વિશિષ્ટ પુણ્યોદય હોય તો ભિક્ષા પ્રાપ્ત થઇ પણ જાય અને અંતરાયનો ઉદય હોય તો ભિક્ષા ન પણ મળે. એવા વખતે સાધુભગવંત કોઇ જાતની અતિ કે આર્ત્તધ્યાન ન કરે. એક વસ્તુ નક્કી છે કે સાધુપણું પુણ્ય ભોગવવા માટે નથી, કર્મો પૂરાં કરવા માટે છે. છતાં પણ સાધુપણામાં આરાધનાની અનુકૂળતા મળી રહે તો સારી વાત છે, પરંતુ એ પણ ન મળે તો તેવા વખતે કોઇ જાતની દીનતા ધારણ ન કરે. જ્યારે ભિક્ષા ન મળે ત્યારે સાધુ શું વિચારે તે આ અલાભ પરીષહની બીજી ગાથાથી જણાવ્યું છે. અલાભપરીષહ માત્ર ભિક્ષાને આશ્રયીને નથી. આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિમાંથી કોઇ પણ વસ્તુ ન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩. મળે તોપણ સાધુ વિચારે કે ‘આજે નથી મળ્યું તો કાલે મળશે, કાલે નહિ મળે તો પરમદિવસે મળશે’... એવા વિચાર કરીને સ્વસ્થતા ધારણ કરે, દીન ન બને. કર્મનો ઉદય હશે ત્યાં સુધી નહિ મળે, કર્મનો ઉદય પૂરો થશે તો આહારાદિ મળશે - એમ વિચારી શાંતિથી વિચરે. સ૦ વસતિ વિના કઇ રીતે ચાલે ? – વસતિ વિના પણ ચાલે. ગઇ કાલે કથાનકમાં જોયું ને કે બળદેવમુનિ જંગલમાં રહ્યા હતા. ઝાડ નીચે વસતિ કરીને રહેવાય. આચાર્યભગવંતે એક વાર કહેલું કે કોઇ સ્થાન નહિ આપે તો ઝાડ નીચે બેસીને પ્રતિક્રમણાદિ કરીશ, કોઇ સાધુ સાથે નહિ હોય તો તર૫ણી ને દાંડો મારી પાસે છે. જે સમર્થ હતા, પ્રચંડ પુણ્યના સ્વામી હતા તેમણે પણ આ વાત કરી હતી. ભગવાનની આજ્ઞા જેની પાસે હોય તેને કોઇ સાધુની કે શ્રાવકની જરૂર ન પડે. જેને દુઃખ વેઠવાની તૈયારી હોય અને સુખ ભોગવવું નથી તેને દીનતા આવવાનું કોઇ કારણ નથી. કર્મ કાલે કઇ સ્થિતિમાં મૂકશે તે ખબર નથી. તેથી પુણ્ય ઉપર વિશ્વાસ રાખવાના બદલે આજ્ઞા ઉપર શ્રદ્ધા રાખીને જીવવું છે. મહાપ્રભાવક ગણધરાદ ભગવંતો ઘોડાના તબેલામાં કે ગાયના ગોઠામાં પણ ઊતરતા હતા તો અમારે એવી વસતિમાં રહેવું પડે - એમાં શું નવાઇ ? આપણા ભગવાને પણ ચોમાસાં ક્યાં કર્યાં હતાં ? પરસાળમાં પણ કર્યાં હતાં ને ? સ૦ અમે ધનની લાલચે કષ્ટ વેઠીએ, તમે આ કષ્ટો શેના આધારે વેઠી શકો ? અમને મોક્ષની લાલચ છે માટે અમે પણ મજેથી કષ્ટ ભોગવી શકીએ. તમને તો પૈસા મળે કે ન ય મળે, માથે દેવું ય થાય. જ્યારે અમારે ત્યાં રોજ આજ્ઞા મુજબ જીવીએ તો નિર્જરા ચાલુ જ છે. તમે ધનની લાલચે ગામ છોડીને શહેરમાં આવ્યા, તેમ હવે મોક્ષની લાલચે સંસાર છોડીને સાધુપણામાં આવવું છે - બનશે ને ? અલાભપરીષહની વાત એટલા માટે મહત્ત્વની છે કે જે અવશ્ય જીવનનિર્વાહની - જરૂરિયાતની વસ્તુ છે તેનો પણ લાભ ન થાય તોય સાધુભગવંતો કોઇ જાતની ચિંતા ન કરે. સામગ્રીથી આરાધના નથી થતી, ધર્મ તો મનના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩૩
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy