________________
jainology II
આગમસાર
દર માર્ગણાઓની અપેક્ષા ગુણસ્થાનોમાં બંધ [કર્મગ્રંથ-૩] માર્ગણાની દ્વાર ગાથા– ગઈ ઈન્દ્રિય કાયે, જોએ વેએ કસાય નાણે ય.
સંજમ દંસણ લેસ્સા, ભવ સમે સણી આહારે (૧) ગતિ માર્ગણા:- નરક ગતિ-સમુચ્ચય નરક તથા પહેલી, બીજી, ત્રીજી નારકીમાં ૧૦૧ પ્રકૃતિનો બંધ. ૧૨૦માંથી ૧૯ જાય. વૈક્રિય આઠ, આહારકદ્રિક, સૂક્ષ્મત્રિક, એકેન્દ્રિય ત્રિક, વિકસેન્દ્રિય ત્રિક એ ૧૯. પહેલા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિના બંધ, ૧૦૧માંથી જિન નામ વર્જીને. બીજા ગુણસ્થાનમાં ૯૬ પ્રકૃતિઓના બંધ નપુંસક ચૌક છોડીને. ત્રીજા ગુણમાં ૭૦ પ્રકૃતિનો બંધ. અનંતાનુબંધીની છવ્વીસી વર્જી. ચોથા ગુણસ્થાનમાં ૭રના બંધ. મનુષ્યાયુ અને જિનનામ વધે.
ચોથી, પાંચમી, છઠ્ઠી નારકીમાં ૧૦૦ પ્રકૃતિના બંધ થાય છે. ૧૦૧માંથી જિન નામ વર્યો. પહેલા, બીજા, ત્રીજા ગુણસ્થાનમાં પહેલી નારકી વસ્. ચોથા ગુણસ્થાનમાં ૭૧ના બંધમાં મનુષ્યાયુ વધે. સાતમી નારકમાં સમુચ્ચય ૯૯નો બંધ ૧૦૧માં જિન નામ અને મનુષ્યાય ઓછો થાય. પહેલા ગુણસ્થાનમાં ૯૬, મનુષ્ય દ્રિક અને ઉચ્ચગૌત્ર એ ત્રણ પ્રકૃતિ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૧નો બંધ. નપુંસક ચૌક અને તિર્યંચાયુ એ પાંચ ઓછા થાય. ત્રીજા ગુણમાં ૭૦નો બંધ અનંતાનુબંધીની ચોવીસી વર્જી અને મનુષ્યની ગતિ, આનુપૂર્વી અને ઉચ્ચગૌત્ર આ ત્રણ વધે.
તિર્યંચગતિ– સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૧૭ પ્રકૃતિનો બંધ આહારક દ્રિક, જિન નામ એ ત્રણ જાય. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ ૧૬ જાય- નરક ત્રિક, સૂક્ષ્મ ત્રિક, એકેન્દ્રિય ત્રિક, વિકસેન્દ્રિય ત્રિક, નપુંસક ચીક. ત્રીજા ગુણસ્થાનમાં ૬૯નો બંધ એકસો એકમાંથી બત્રીસ જાય. ચોથા ગુણસ્થાનમાં ૭૦નો બંધ, દેવાયુ વધે. પાંચમાં ગુણમાં દનો બંધ, અપ્રત્યાખ્યાની. ચોક ઓછો.
મનુષ્યગતિ- સમુચ્ચય ૧૨૦ પ્રકૃતિનો બંધ. પહેલા ગુણસ્થાનમાં ૧૧૭નો બંધ. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ. ત્રીજા ગુણમાં ૬૯. ચોથા ગુણમાં ૭૧, દેવાયુ અને જિનના બે પ્રકૃતિ વધે. પાંચમાંમાં ૬૭નો બંધ, અપ્રત્યાખ્યાની ચોક ઘટે. છઠ્ઠા થી ૧૪ ગુણસ્થાન સુધી સમુચ્ચયની સમાન. નોંધ – આ પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચનો બંધ છે. અપર્યાપ્તનો સમુચ્ચય તથા પ્રથમ ગુણસ્થાનમાં ૧૦૯ પ્રકૃતિનો બંધ.
- દેવગતિ- સમુચ્ચય દેવ અને પહેલા, બીજા દેવલોકમાં ૧૦૪નો બંધ. પહેલા ગુણમાં ૧૦૩નો બંધ. ૧૦૪માંથી જિનનામ વર્જયો. બીજા ગુણસ્થાનમાં ૯૬નો બંધ-૧૦૩માં નપુંસક ચૌક અને એકેન્દ્રિય ત્રિક એ ૭ પ્રકૃતિ ઘટે. ત્રીજા ગુણસ્થાનમાં ૭૦નો બંધ, છવ્વીસ ઘટે. ચોથા ગુણસ્થાનમાં ૭૨, જિનનામ અને મનુષ્યાયુ વધે.
ભવનપતિ વ્યંતર જ્યોતિષમાં સમુચ્ય તથા પહેલા ગુણમાં ૧૦૩ પ્રકૃતિના બંધ. જિનનામ છોડીને. બીજામાં ૯૬, ત્રીજામાં ૭), ચોથા ગુણમાં ૭૧ મનુષ્યાયુ વધે. ત્રીજા દેવલોકમાંથી આઠમાં દેવલોક સુધી પહેલી નારકાવત્ સમુચ્ચય ૧૦૧નો બંધ. પહેલા ગુણસ્થાનમાં ૧૦૦, બીજામાં ૯૬, ત્રીજામાં ૭૦ અને ચોથામાં ૭૨. નવમા દેવલોકથી ગ્રેવેયક સુધી સમુચ્ચય ૯૭ પ્રકૃતિનો બંધ. ૧૦૧માંથી તિર્યચત્રિક, ઉદ્યોત નામ એ ચાર જાય. પહેલા ગુણસ્થાનમાં ૯દનો બંધ. ૯૭માંથી જિનનામ ઘટે. બીજા ગુણસ્થાનમાં ૯૨. નપુંસક ચૌક વર્જી. ત્રીજા ગુણસ્થાનમાં ૭૦નો બંધ. રર ઘટી, છવ્વીસમાંથી તિર્યંચ ત્રિક અને ઉદ્યોત નામ છોડીને. કેમ કે પહેલા ઘટી ગયા. ચોથા ગુણસ્થાનમાં ૭રનો બંધ. મનુષ્યાય અને જિનનામ બે પ્રકૃતિ વધે. પાંચ અણુતર વિમાનમાં ચોથા ગુણસ્થાનમાં ૭રનો બંધ. (ર) જાતિ માર્ગણા - એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયમાં સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૦૯ પ્રકૃતિનો બંધ. જિન એકાદશ ઓછું થાય. બીજા ગુણસ્થાનમાં ૯૬નો બંધ સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. જો ૯૪ હોય તો બને આયુષ્ય ગયા. પંચેન્દ્રિયમાં ૧૪ ગુણસ્થાન ઓઘવતું. (૩) કાયા માર્ગણા - પૃથ્વી, પાની, વનસ્પતિમાં ૧૦૯નો બંધ. જિન એકાદશ નથી. તેઉ–વાયુમાં ૧૦૫નો બંધ. મનુષ્ય ત્રિક ઉચ્ચગૌત્ર છોડીને. ત્રસ કાયામાં ૧૪ ગુણસ્થાન ઓઘવતુ. (૪) જોગ માર્ગણા -૪ મનયોગી, ૪ વચન યોગીમાં ૧૩ ગુણસ્થાન ઓઘવતું. ઔદારિક યોગ મનુષ્યની જેમ. ઔદારિકના મિશ્રમાં ૧૧૪ તથા ૧૧૨નો બંધ. ૬ તથા ૮ જાય. નરક ત્રિક, આહારક દ્રિક, દેવાયુ એ ૬ તથા મનુષ્ય તિર્યચના આયુ એ આઠ. પહેલા ગુણસ્થાનમાં ૧૦૯ તથા ૧૦૭ના બંધ. જિન પંચક વર્જી. બીજા ગુણસ્થાનમાં ૯૬ તથા ૯૪. સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. ત્રીજો ગુણસ્થાન નથી. ચોથામાં ૭૫, ચોવીસમી વર્જી અને જિન પંચક વધે. તેરમાં ગુણસ્થાનમાં શાતા વેદનીયનો બંધ[શેષ ગુણસ્થાન નથી. વૈક્રિયયોગમાં સમુચ્ચય દેવવતું. વૈક્રિય મિશ્રમાં ૧૦રનો બંધ દેવતાની ૧૦૪માંથી બે આયુષ્ય ઘટે. પહેલા ગુણસ્થાનમાં ૧૦૧, જિનનામ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૪નો બંધ, નપુંસક ચૌક અને એકેન્દ્રિય ત્રિક વયો. ચોથા ગુણસ્થાનમાં ૭૧નો બંધ. અનંતાનુબંધીની ચોવીસ ઘટી અને જિનનામ વધે. આહારક અને આહારક મિશ્રમાં ૬૩ પ્રકૃતિના સમુચ્ચય બંધ, ૬ અને ૭ ગુણસ્થાનમાં ઓઘવતું. કાર્પણમાં સમુચ્ચય ૧૧રનો બંધ. ઔદારિકની ૧૧૪માંથી તિર્યંચ મનુષ્યાય વર્જયો. પહેલા ગુણસ્થાનમાં ૧૦૭ પ્રકૃતિનો બંધ. જિન પંચક વર્જયો. બીજા ગુણસ્થાનમાં ૯૪નો બંધ. સૂક્ષ્મ ત્રયોદશી ગઈ. ચોથા ગુણસ્થાનમાં ૭૫ પ્રકૃતિનો બંધ. ૯૪માં ચોવીસી જાય. જિન પંચક વધે. તેરમાં ગુણસ્થાનમાં એક પ્રકૃતિનો બંધ.[શેષ ગુણસ્થાન નથી.] (૫) વેદ માર્ગણા – ત્રણે વેદમાં ઓઘવતુ બંધ નવમાં ગુણસ્થાન સુધી. (૬) કષાય માર્ગણા– અનંતાનુબંધી ચતુષ્ક બીજા ગુણસ્થાન સુધી. અપ્રત્યાખ્યાની ચૌક ચોથા ગુણસ્થાન સુધી, પ્રત્યાખ્યાનાવરણ ચૌક પાંચમાં ગુણસ્થાન સુધી, સંજવલન ચૌક નવમાં ગુણસથાન સુધી હોય છે. બંધની પ્રકૃતિ ઓઘવત.