SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 31 આગમસાર સૂત્રમાં વર્ણિત વિષયોનું અત્યંત મહત્વ છે. કારણ કે ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૨૬, ૨૭ આ અગિયાર પદોનો અતિદેશ (ભલામણ) ભગવતી સૂત્ર નામક અંગ સૂત્રમાં કરવામાં આવ્યો છે. પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ પ્રથમ ઃ પ્રજ્ઞાપના પદ જીવના ૫૬૩ ભેદ :નારકીના–૧૪, તિર્યંચના−૪૮, મનુષ્યના-૩૦૩, દેવના–૧૯૮ ભેદ છે. નારકીના ૧૪ ભેદ :– સાત નારકીના પર્યાપ્તા અને અપર્યાપ્તા. = તિર્યંચના ૪૮ ભેદ :– પૃથ્વીકાયના ચાર ભેદ છે– (૧) સૂક્ષ્મના અપર્યાપ્ત, (૨) સૂક્ષ્મના પર્યાપ્ત, (૩) બાદરના અપર્યાપ્ત, (૪) બાદરના પર્યાપ્ત. આ રીતે અપ્લાયના ચાર, તેઉકાયના ચાર, વાયુકાયના ચાર ભેદ છે. વનસ્પતિકાયના છ ભેદ છે– ૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક, ૩ સાધારણ. આ ત્રણના અપર્યાપ્ત અને પર્યાપ્ત. આ રીતે એકેન્દ્રિયના કુલ ૪+૪+૪+૪+૬ ઊ ૨૨ ભેદ થાય. બેઇન્દ્રિયના બે ભેદ છે– (૧) અપર્યાપ્ત (૨) પર્યાપ્ત. તે જ રીતે તેઇન્દ્રિયના અને ચૌરેન્દ્રિયના બે—બે ભેદ છે. આ રીતે વિકલેન્દ્રિયના કુલ ૨+૨+૨ ઊ ૬ ભેદ છે. પંચેન્દ્રિય તિર્યંચના વીસ ભેદ છે. પંચેન્દ્રિય તિર્યંચના મૂળ પાંચ પ્રકાર છે– (૧) જળચર (૨) સ્થળચર (૩) ખેચર (૪) ઉરપરિસર્પ (૫) ભુજપરિસર્પ. પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. (૧) અસંજ્ઞી અપર્યાપ્ત (૨) અસંશી પર્યાપ્ત (૩) સંશી અપર્યાપ્ત (૪) સંજ્ઞી પર્યાપ્ત. આ કુલ ૫૪૪ ઊ ૨૦ ભેદ પંચેન્દ્રિય તિર્યંચના થાય. સર્વ મળીને ૨૨+૬+૨૦ ઊ ૪૮ ભેદ તિર્યંચના થાય. મનુષ્યના ૩૦૩ ભેદ :– ૫ ભરત, ૫ ઐરવત, ૫ મહાવિદેહ, એ પંદર કર્મભૂમિના ક્ષેત્ર છે. ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ હરિવર્ષ, ૫ રમ્યવર્ષ, ૫ હેમવત્, ૫ હેરણ્યવત, આ ૩૦ અકર્મભૂમિના ક્ષેત્ર છે. ૫૬ અંતરદ્વીપના ક્ષેત્ર છે. આ કુલ ૧૫+૩૦+૫૬ ઊ ૧૦૧ મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં રહેનારા મનુષ્યના ૧૦૧ ભેદ છે. તેના ત્રણ–ત્રણ ભેદ છે– (૧) અસંશી અપર્યાપ્ત (સંમૂર્છિમ મનુષ્ય), (૨) સંશી અપર્યાપ્ત, (૩) સંજ્ઞી પર્યાપ્ત. કુલ ૧૦૧×૩ ઊ ૩૦૩ મનુષ્યના ભેદ થાય. સંમૂર્ચ્છિમ મનુષ્ય પર્યાપ્ત થતા નથી, અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. જંબુદ્રીપમાં એક ભરત, એક ઐરવત અને એક મહાવિદેહ તેમ ૩ કર્મભૂમિના ક્ષેત્રો અને એક હેમવત, એક હેરણ્યવત્, એક હરિવર્ષ, એક રમ્ય વર્ષ, એક દેવકુરુ અને એક ઉત્તરકુરુ તે છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. ધાતકીખંડ અને પુષ્કરાર્ધ દ્વીપમાં દરેક ક્ષેત્રો બે—બે છે. આ રીતે ત્યાં છ–છ કર્મભૂમિના ક્ષેત્રો, બાર–બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે. કર્મભૂમિ–અકર્મભૂમિના ક્ષેત્રોનું વિભાજન :– ક્ષેત્ર કર્મભૂમિ ક્ષેત્ર અકર્મભૂમિ ક્ષેત્ર કુલ ૯ ૧૮ ૧૮ ૪૫ અંતરદ્વીપના ૫૬ ક્ષેત્ર લવણ સમુદ્રમાં છે. તેનું વર્ણન જીવાભિગમ સૂત્રના સારાંશમાં(આ જ ખંડમાં) છે. ભરત વગેરે ક્ષેત્રોનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશમાં છે. દેવના ૧૯૮ ભેદ :– દેવોના મુખ્ય ચાર ભેદ છે. યથા– ૧ ભવનપતિ દેવ, ૨ વાણવ્યંતર દેવ, ૩ જ્યોતિષી દેવ, ૪ વૈમાનિક દેવ. તેમાં ભવનપતિના ૨૫, વાણવ્યંતરના ૨૬, જ્યોતિષીના ૧૦, વૈમાનિકના ૩૮ સર્વ મળીને ૨૫+૨૬+૧૦ + ૩૮ ઊ ૯૯ ભેદ થાય, તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત બે—બે ભેદ છે. તેથી કુલ ૯૯×૨ ઊ ૧૯૮ ભેદ દેવના થાય. ૨૫ ભવનપતિના નામ :- દશ ભવનપતિ (૧) અસુર કુમાર (૨) નાગ કુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિ કુમાર (૬) ઉદધિ કુમાર (૭) દ્વીપ કુમાર (૮) દિશા કુમાર (૯) પવન કુમાર (૧૦) સ્તનિત કુમાર. પંદર પરમાધામી દેવ ઃ– આ અસુરકુમાર જાતિના દેવ છે. તે નરકમાં નારકી જીવોને દુઃખ આપે છે. પરમ અધર્મી અને ક્રૂર હોય છે. તેથી તેઓ પરમ અધાર્મિક દેવ કહેવાય છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૌદ્ર (૬) મહા રૌદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ ૧૦+૧૫ ઊ ૨૫ ભેદ ભવનપતિના થાય છે. જંબૂઠ્ઠીપમાં ધાતકીખંડમાં પુષ્કરાર્ધ દ્વીપમાં ૩ S ; S ૧૨ ૧૨ ૨૬ વાણવ્યંતર :– પિશાચ આદિ આઠ– (૧) કિન્નર (૨) કિં પુરુષ (૩) મહોરગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ. આણપને આદિ આઠ– (૧) આણપને (૨) પાણપત્ને (૩) ઈસિવાઈ (૪) ભૂયવાઈ (૫) કંદે (૬) મહાકંદે (૭) કુહંડે (૮) પયંગ દેવ. ઝુંભક દસ– (૧) અન્ન જુંભક (૨) પાણ ઝુંભક (૩) લયણ જુંભક (૪) શયન શ્રૃંભક (૫) વસ્ત્ર ઝુંભક (૬) ફળ જંભક (૭) પુષ્પ વૃંભક (૮) ફળ-પુષ્પ વૃંભક (૯) વિદ્યા દ્રંભક (૧૦) અગ્નિ વૃંભક. આ કુલ રીતે ૮+૮+૧૦ ઊ ૨૬ ભેદ વાણવ્યંતરના થાય. ૧૦ જ્યોતિષી :– તેના પાંચ પ્રકાર છે– (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા. પ્રત્યેકના બે—બે ભેદ છે (૧) ચલ (૨) સ્થિર. કુલ ૫×૨ ઊ ૧૦ ભેદ છે. અઢીદ્વીપમાં જ્યોતિષી દેવો ચલ છે અને અઢીદ્વીપની બહાર સ્થિર છે. ૩૮ વૈમાનિક :– ૧૨ દેવલોક, ૩ કિક્વિષી, ૯ લોકાંતિક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન. ૧૨ દેવલોક == - (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાન્તક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અચ્યુત. કિલ્વિષી :– (૧) ત્રણ પલ્યોપમવાળા (૨) ત્રણ સાગરોપમવાળા (૩) તેર સાગરોપમવાળા. =
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy