SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 280 (ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, કાસ્પીયન સમુદ્ર-ક્ષેત્રફળ ૪,૩૮,૬૫ ચોરસ કી.મી.) મેડીટેરીયન સી. ક્ષેત્રફળ ૨૫ લાખ સ્કેકી.મી.(આટલા મોટા પાણીના જથ્થા પર પણ ગુરુત્વાકર્ષની અસર થતી નથી.) આ સત્ય સ્પષ્ટ કરે છે કે પૃથ્વી સ્થિર છે બ્રમણશીલ નથી. સૂર્ય આદિ જ્યોતિષ મંડલ ભ્રમણ શીલ છે. આ સંપૂર્ણ જ્યોતિષ મંડલ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર જવા બાદ ૯00 યોજન સુધી અર્થાત્ કુલ ૧૧૦ યોજન મોટા ક્ષેત્રમાં અને હજારો યોજન લાંબા પહોળા ક્ષેત્રમાં છે. ધ્રુવતારો ક્યાં છે? – ભૂમિથી એટલી ઊંચાઈ પર રહેતા સૂર્ય આદિ સદા ભ્રમણ કરે છે. એક ધ્રુવ કેન્દ્રની પરિક્રમા લગાવતા રહે છે. તે ધ્રુવ કેન્દ્ર મેરુ પર્વત છે, જે ૯૯000 યોજન ઊંચો છે. એની ચૂલિકાને આપણે ધ્રુવ તારા રૂપે જોઈએ છીએ. મેરુ પણ સ્થિર ભૂમિનો એક અંશ છે. અતઃ ધ્રુવ તારો જે દેખાય છે અને જે માનવામાં આવે છે તે તારો નહીં કિંતુ ધ્રુવ કેન્દ્ર રૂપ મેરુ પર્વતનું ચોટી Dલ છે. જે વૈડૂર્ય મણિમય હોવાથી ચમકતું નજરે આવે છે. તે ભરતક્ષેત્રની મધ્યથી ૪૯૮૮૬ યોજન દૂર અને સમભૂમિથી ૯૯000 યોજન ઊંચું છે. પરિક્રમા સ્થિર વસ્તુમાં લગાવાય છે. મેરુ સ્થિર કેન્દ્ર છે. સંપૂર્ણ જયોતિષ મંડલ એની જ પરિક્રમા લગાવે છે. વૈજ્ઞાનિક સૂર્ય, પૃથ્વી આદિને ગતિમાન માનીને પણ તેને જ પરિક્રમા કેન્દ્ર માને છે, જે તેમનું એક વ્યાપક ભ્રમ છે. મેરની ચલીકા -~વિષુવૃત કાલ્પનીક ધ્રુવતારો. વૈજ્ઞાનિકોનાં જુઠાણાં ધ્રુવ તારો ઉતરમાં ધ્રુવપ્રદેશ પર ૯6 માથા પર દેખાય છે, એ વિજ્ઞાનનું જુઠાણું છે. કારણ કે તે વિષુવૃત પર ૬ઠું નાં ખુણે ઉતરમાં દેખાય છે. તથા દક્ષિણ ગોળાર્ધમાં પણ ૪૦ અક્ષાંસ સુધી દેખાય છે. જયારે કે સૂર્ય જેવો સૂર્ય પણ વિષવૃત પર ૯૮ માથા પર હોય છે, ત્યારે ધ્રુવપ્રદેશ પર ક્ષિતીજે પણ નથી દેખાતો. તો જે તારો ધ્રુવપ્રદેશ પર ૯૮ માથા પર હોય , તે વિષુવૃત પર કેમ દેખાય? ધ્રુવપ્રદેશ પર રાત્રે કોઈએ મુસાફરી કરી હોય એવું જાણમાં નથી. અને દિવસે ગયા પછી રાત્રિ તો વિજ્ઞાનનાં મતે છ મહિને આવે છે. તો ત્યાં ત્રણ કે છ મહિના સુધી કોણ રોકાયું હશે? વૈજ્ઞાનિકોના સિદ્ધાંત – વૈજ્ઞાનિક લોકો સૂર્યને આગનો ગોળો માને છે. ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. ચંદ્ર પૃથ્વીને ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યને ચક્કર લગાવે છે. સૂર્ય અન્ય સૌર મંડલને ચક્કર લગાવે છે. પૃથ્વી પોતાની ધરી પર ૧000 માઈલ પ્રતિ કલાકની ચાલથી ફરે છે. એ પ્રકારે સૂર્યને પણ ચક્કર મારવાવાળો બતાવે છે. પૃથ્વી તથા ચંદ્રને ત્રણ-ત્રણ પ્રકારની ગતિમાં કલ્પિત કર્યા છે. યથા પૃથ્વી- (૧) પોતાની ધરી ઉપર ફરે છે. (૨) સૂર્યને ચક્કર લગાવે છે. (૩) સૂર્ય કોઈ સૌર મંડલને ચક્કર લગાવે છે, એની સાથે પૃથ્વી પણ ફરે છે. ચંદ્ર પણ– ૧. પૃથ્વીને ચક્કર લગાવે છે. ૨. પૃથ્વીની સાથે સૂર્યને પણ ચક્કર લગાવે છે. ૩. અને સૂર્યની સાથે સૌરમંડલને પણ ચક્કર લગાવે છે. આ કલ્પનામાં પૃથ્વી અને ચંદ્રની ત્રણ ગણી ગતિ અર્થાત્ કરોડો માઈલ પ્રતિ ૧ કલાકની
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy