SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 277 આગમસાર વીસમો પ્રાભૃત (૧) ચંદ્ર, સૂર્યને કોઈ અજીવ પુદ્ગલ છે એમજ માને છે. રાહુને પણ ૧૫ પ્રકારના કાળા પુદ્ગલ માને છે અને કોઈ જીવ પણ માને છે. વાસ્તવમાં આ બધા વિમાન છે અને એના સ્વામી ચંદ્ર, સૂર્ય, રાહુ આદિ મહાન ઋદ્ધિ સંપન્ન વૈક્રિય શક્તિ સંપન્ન દેવ છે. (બધાજ દેવો વૈક્રિય શકિત વાળા હોય છે તો પણ અન્ય અનેક દેવોના વર્ણનમાં તેમને મહાન ઋદ્ધિ સંપન્ન દેવો તરીકે વર્ણવવામાં આવ્યા છે જયારે ચંદ્ર, સૂર્ય નો ઉલ્લેખ આવે છે ત્યારે તેમને ખાસ વૈક્રિય શક્તિ સંપન્ન પણ કહેવામાં આવે છે.) (૩) વાસ્તવમાં રાહુ મહર્દિક દેવ છે. એના પાંચ રંગના વિમાન છે. કાળા રંગ– વાળા વિમાન સૂર્ય, ચંદ્રને આચ્છાદિત કરે છે. અર્થાત્ મનુષ્યો અને સૂર્ય, ચંદ્રની વચમાં રાહુ આવી જાય છે. તેથી જોવામાં બાધક થઈ જાય છે અને એમના પ્રકાશને આચ્છાદિત કરી દે છે. આ રાહુ વિમાન સૂર્ય ચંદ્રની પાસે નીચે આવી જાય છે. ત્યારે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર પૂર્ણ નથી દેખાતા. એમના પ્રકાશ પુંજ પણ અપૂર્ણ જેવા થઈ જાય ત્યારે સૂર્ય, ચંદ્ર ખંડિત કે આચ્છાદિત દેખાય છે. નિત્યરાહુ ચંદ્રના પૂર્ણ દેખાવમાં હંમેશાં બાધક બની રહે છે. કાંઈને કાંઈ ઓછું હીનાધિક સીધમાં આવતો રહે છે, સરકતો રહે છે. પર્વ રાહુ, સૂર્ય, ચંદ્ર બન્નેની નીચે ક્યારેક ક્યારેક આવે છે. એના પુદ્ગલ નિત્ય રાહુથી પણ વધારે કાળા હોય છે. (૪) પર્વ રાહુ ચંદ્રની નીચે ઓછામાં ઓછા ૬ મહિના પછી આવે છે અને ઉત્કૃષ્ટ ૪૨ મહિના પછી આવે છે. એનાથી, વધારે સમય નથી જતો. સૂર્યની નીચે આવતા ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય વ્યતીત થઈ જાય છે અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ સુધી પણ કયારેક એ પર્વરાહુ સૂર્યની નીચે, આડે નથી આવતો. (૫) રાહુના દ્વારા ચંદ્ર, સૂર્ય– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કયાંય પણ આચ્છાદિત કરી શકાય છે. કારણ કે એ ત્રણે મંડલ પરિવર્તિત કરે છે. એક જ મંડલમાં નથી ચાલતા. એ કારણે આચ્છાદિત થતા સૂર્ય ચંદ્ર વિવિધ આકારમાં(આડા, ઊભા, તિરછા, બેઠા, સુતા ઇત્યાદિ કલ્પિત આકારોમાં) દષ્ટિ ગોચર થાય છે, માનવામાં કે કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સર્વેય આચ્છાદિત થવાના વિવિધ પ્રકાર છે અને મંડલ પરિવર્તનના કારણે એમ બને છે. (૭) ચંદ્ર વિમાનનું નામ મૃગાંક છે. તે સુંદર સુરૂપ છે. તે દેવ પણ સુંદર, સૌમ્ય, ક્રાંતિવાળા હોય છે. એટલા માટે ચંદ્રને શશિ પણ કહેવામાં આવે છે. વિમાનના રત્નોની પ્રભામાં કંઈક હીનઅધિક એવં વિશેષતા એ પ્રકારની છે કે જેમાં મનુષ્ય લોકમાં દેખાતા ચંદ્રની વચમાં મૃગ જેવા આકારનો આભાસ થાય છે. (૮) લોકમાં સમય, આવલિકા, મુહૂર્ત, દિવસની આદિ કરનારો સૂર્ય જ છે. સૂર્યોદયથી નવો વર્ષ, નવા દિવસ, નવા યુગ અને ઉત્સર્પિણી—અવસર્પિણીનો પ્રારંભ થાય છે, આદિ થાય છે માટે એને આદિત્ય કહેવામાં આવે છે. દિવસ અને રાત પણ સૂર્યની પ્રમુખતાથી થાય છે. આકાશ મંડલમાં પ્રકાશ અને તાપરૂપે પણ સૂર્યનું સામ્રાજય છે. સૂર્યના અભાવથી અંધકાર એવં રાત થાય છે. દિવસે એના સમકક્ષ ચંદ્ર આદિ બધા પ્રકાશમાન પદાર્થ ફિક્કા નજરે પડે છે. આ રીતે સૂર્ય કાળ, દિવસ, સંવત્સર, યુગ વિગેરેની આદિનું અને નિર્માણનું પ્રધાન નિમિત્ત છે. એટલા માટે એને આદિત્ય કહેવામાં આવ્યો છે. ટિપ્પણ : આ કારણે પંચાંગનું નિર્માણ કરનારા સૂર્યોદયની પ્રધાનતાથી જ તિથિ, તારીખ સૂચિત કરતા થકા સંપૂર્ણ પંચાંગ બનાવે છે. (૯) જ્યોતિષી દેવોના કામ ભોગ જનિત સુખ આદિનું ઉપમાં યુક્ત વર્ણન ભગવતી સૂત્રમાં કથિત વર્ણનની સમાન સમજવું. (૧૦) ગ્રહ ૮૮ છે. એમના અલગ–અલગ ૮૮ નામ સૂત્રમાં છે. જેમાંથી શનિશ્ચર, ભસ્મ, ધૂમકેતુ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, કાલ, મહાકાલ, એક જટી, દ્વિજટી, કેતુ આદિ ગ્રહોના નામ લોકમાં વિશેષ પ્રચલિત એવં પરિચિત છે. ઉપસંહાર :- - વિનયવાન, ધૈર્ય સંપન્ન અને અનેક યોગ્યતાઓથી યુક્ત શિષ્ય માટે જ આગમનું અધ્યયન ગુણ વૃદ્ધિ કરવાવાળું બને છે. અવિનીત, ઘમંડી, કુતુહલી, અસ્થિર પરિણામી, વિષમભાવીને આગમ જ્ઞાનનું સાચું પરિણમન થતું નથી. આગમ સદા કંઠસ્થ પરંપરામાં જ બધા તીર્થંકરોના શાસનમાં ચાલે છે. ત્યારે જ ઉક્ત ઉપસંહાર સૂચિત નિર્દેશનું યથાર્થ પાલન થાય છે. પરંતુ હુંડા– અવસર્પિણીના ચોવીસમાં તીર્થંકરના આ શાસનમાં ઘણા કારણોથી આગમોના લેખન અને પ્રકાશનનો યુગ ચાલે છે. એમાં ઉક્ત નિર્દેશનું પાલન વિકૃત થઈ રહ્યું છે. અર્થાત્ યોગ્ય અયોગ્ય કોઈ પણ વાંચી શકે છે. આર્ય અનાર્ય કોઈ પણ વ્યક્તિ આ સૂત્રોની નકલ કરીને પોતાની પાસે રાખી શકે છે અને પ્રકાશિત થવાથી તે નિયમ, નિયમ સુધી જ રહે છે. અને કંઈક(ઘણા) મનમાની અધ્યયન પણ કરે છે અને ઘણા યોગ્ય હોવા છતાં પણ યોગ્ય સમયે અધ્યયન નહીં કરીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય છે. પ્રત્યેક આગમ જીજ્ઞાસુએ આ ઉપલબ્ધ ભાષાંતરિત આગમોથી ગુણવૃદ્ધિનો વિવેક રાખવો જોઇએ. ગંભીરતા, નમ્રતા ગુણોમાં ઉપસ્થિત રહીને અને લક્ષ્યને કાયમ રાખીને જ જ્ઞાન વૃદ્ધિ કરવી જોઇએ. આવું કરવાથી યુગની ઉપલબ્ધિનો લાભ લેવા છતાં પણ હાનિથી બચી શકાય છે. આ જ સામાન્ય પાઠકો અને સાધકો માટે શ્રેયસ્કર છે. પ્રસ્તુત આગમ સારાંશ લેખન પણ એવા જ યુગની આવશ્યકતાની પૂર્તિ હેતુ છે અને અત્યંત સરળ રીતે આવશ્યક જ્ઞેય તત્ત્વોને સામાન્ય જિજ્ઞાસુ સાધકો, પાઠકોની અપેક્ષાએ તૈયાર કરવામાં આવ્યું છે. માટે વિવેકપૂર્વક ગુણોની વૃદ્ધિ કરતા જતાં વિનય તેમજ સરલતાની સાથે આનું અધ્યયન કરવુ જોઇએ. ચંદ્ર પ્રજ્ઞપ્તિ એક વિચારણા :– આ સૂત્રના નામથી એક બે પાના જેટલો જ પાઠ ઉપલબ્ધ છે. એમાં પણ વિષયોનું સંકલન સૂચન માત્ર છે અને તે વિષય પ્રાયઃ સૂર્ય પ્રશપ્તિ રૂપ જયોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિમાં અંકિત છે. આ સૂત્ર સ્વતંત્ર હતું કે કયા રૂપમાં હતું, આના ૧–૨ પાના કેમ કેવી રીતે અવશેષ રહ્યા ? જેમાં પણ સૂર્ય પ્રજ્ઞપ્તિના વિષયોનું સંકલન માત્ર છે પાહુડ પ્રતિ પાહુડ પણ એમ જ કહ્યા છે. અતઃ ઉક્ત પ્રશ્નો ઇતિહાસજ્ઞોના શોધકાર્ય માટે છે. જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સંપૂર્ણ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy