SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 268 રાત્રિવાહક નક્ષત્ર : ક્રમ | મહીના | નક્ષત્ર | રાત્રિ, નક્ષત્ર | | રાત્રિ | નક્ષત્ર | રાત્રિ | નક્ષત્ર | રાત્રિ | નામ | સંo સંo સં . સંખ્યા ૧ | શ્રાવણ | ઉત્તરાષાઢા ૧૪ | અભિજિત | ૭ | શ્રવણ ૮ | ધનિષ્ઠા ૨ | ભાદરવો| ધનિષ્ઠા | ૧૪ | શતભિષક | ૭ | પૂ.ભાદ્રપદ | ૮ | ઉ.ભાદ્રપદ | ૧. ૩ આસો | ઉ.ભાદ્રપદ | ૧૪ | રેવતી | ૧૫ | અશ્વિની | ૧ ૪ | કારતક | અશ્વિની | ૧૪ | ભરણી | ૧૫ | કૃતિકા | ૧ | - ૫ માગસર | કૃતિકા | ૧૪ | રોહિણી | ૧૫ | મૃગશીર્ષ | ૧ પોષ | મૃગશીર્ષ | ૧૪ | આર્તા | ૭. | પુનર્વસ ૮ | પુષ્ય ૭ | મહા | પુષ્ય | ૧૪ | અશ્લેષા | ૧૫ | મઘા | ૧ | – | ૮ | ફાગણ | મઘા ૧૪ | પૂ.ફાલ્યુની ૧૫ | ઉ.ફાલ્ગની | ૧ | ૯ | ચૈત્ર | ઉ.ફાલ્ગની ૧૪ | હસ્ત ૧૫ | ચિત્રા | ૧૦ વૈશાખ | ચિત્રા | ૧૪ | સ્વાતિ | ૧૫ | વિશાખા | ૧ | - ૧૧ જ્યેષ્ઠ | વિશાખા | ૧૪ | અનુરાધા | ૭ | જ્યેષ્ઠા | ૮ | મૂલ ૧૨ | અષાઢ | મૂલ | ૧૪ | પૂર્વાષાઢા | ૧૫ | ઉત્તરષાઢા | ૧ | - સૂચના:- ચાર્ટમાં– સં– સંખ્યા, ઉ. - ઉત્તરા, પૂ. – પૂર્વા. દરેક મહિનામાં તેનું “કુલનક્ષત્ર' એક જ દિવસ પૂનમની રાત્રિને વહન કરે છે. ચાર મહિનામાં કુલોપકુલ હોય છે. તે મહિનામાં ચાર નક્ષત્ર રાત્રિ વહન કરે છે. શેષ મહિનામાં ત્રણ નક્ષત્ર અત્રિ વહન કરે છે. દરેક મહીનાના “કુલનક્ષત્ર' આગલા મહિનાની શરૂઆતના ૧૪ દિવસ રાત વહન કરે છે. બાકીના ૧૬ દિવસોમાંથી તે મહિનાના છેલ્લા એક દિવસે તે જ મહીનાના કુલ નક્ષત્ર વહન કરે છે. બાકી રહેલા ૧૫ દિવસોમાં જો તે જ મહિનાના ઉપકુલ અને કુલોપકુલ બંને હોય તો ક્રમશઃ ૮ અને ૭ રાત્રિ વહન કરે છે અને માત્ર ઉપકુલ જ હોય તો તે ૧૫ દિવસ સુધી રાત્રિ વહન કરે છે. અગિયારમો પ્રતિ પ્રાભૃત ચંદ્રની સાથે જોગ જોડવાવાળા નક્ષત્રનો પાંચ રીતે સંયોગ થાય છે– (૧) દક્ષિણમાં રહીને સાથે ચાલે છે. (૨) ઉત્તરમાં રહીને સાથે ચાલે છે. (૩) ઉપર નીચેની અપેક્ષાએ સીધાણમાં રહીને પ્રમર્દ યોગથી ચાલે છે. (૪) કયારેક દક્ષિણથી તો કયારેક પ્રમર્દ સાથે ચાલે છે. (૫) કયારેક દક્ષિણથી તો કયારેક ઉત્તરથી તો કયારેક પ્રમર્દથી એમ ત્રણે ય રીતે સાથે ચાલે છે. (૧) દક્ષિણથી– (૧) મૃગ (૨) આ (૩) પુષ્ય (૪) અશ્લેષા (૫) હસ્ત (૬) મૂલ. (૨) ઉત્તરથી– (૧ થી ૯) અભિજિતથી ભરણી સુધી (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) ઉત્તરા ફાલ્ગણી (૧૨) સ્વાતિ. (૩) ત્રણેયથી- (૧) કૃતિકા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) મઘા (૫) ચિત્રા (૬) વિશાખા (૭) અનુરાધા. (૪) દક્ષિણથી અને પ્રમર્દથી- (૧) પૂર્વાષાઢા (૨) ઉત્તરાષાઢા. (૫) પ્રમર્દ યોગથી– (૧) જયેષ્ઠા. સ્પષ્ટીકરણ:- (૧) છેલ્લા મંડલમાં રહેતા મૃગશીર્ષ આદિ નક્ષત્રને હંમેશાં ચંદ્રની દક્ષિણમાં રહીને ચાલવાનો યોગ મળે છે. (૨) આત્યંતર મંડલમાં રહેતા ૧૨ નક્ષત્ર હંમેશાં એક જ ઉત્તર દિશાના યોગથી સાથે ચાલે છે. (૩) કૃતિકા આદિ ૭ નક્ષત્રોને જ્યારે ચંદ્રની સાથે ચાલવા અર્થાત્ યોગ જોડવાનો પ્રસંગ આવે છે તો ચંદ્ર કયારેક દક્ષિણમાં થઈ જાય છે તો કયારેક ઉત્તરમાં થઈ જાય છે, કયારેક સીધમાં એ જ મંડલમાં ઉપર નીચે ચાલે છે ત્યારે એનો યોગ જોડાય છે અર્થાત્ સાથે ચાલે છે. આનું કારણ એ છે કે ચંદ્ર હંમેશાં મંડલ પરિવર્તન કરે છે, અંદરથી બહાર અને બહારથી અંદરના મંડલોમાં સંક્રમણ કરે છે, જ્યારે નક્ષત્ર પોત પોતાના એક જ મંડલમાં હંમેશાં પોતાની એક જ ગતિથી ભ્રમણ કરે છે. અર્થાત્ તે નથી મંડલ બદલતા કે નથી ચાલ બદલતા. (૪) પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર ચાર તારા છે. એમના બે તારા બાહ્ય મંડલથી બહારની તરફ રહે છે અને બે અંદરની તરફ રહે છે. બાહ્ય મંડલવાળા બને તારા હંમેશાં દક્ષિણમાં રહીને યોગ જોડે છે. અંદરવાળા બને તારા હંમેશાં સીધથી ઉપર નીચે રહીને યોગ જોડે છે. અર્થાત્ આની સાથે ચાલતા સમયે ચંદ્ર પણ સદા અંતિમ મંડલમાં હોય છે. અન્ય મંડલમાં રહીને બન્ને નક્ષત્રનાં સાથે ચાલવાના સંયોગ થતા નથી એમ દક્ષિણ પ્રમર્દ મિશ્રિત યોગ જોડે છે. (૫) જ્યેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર સાથે જ્યારે યોગ થાય અર્થાત્ તે ચંદ્ર સાથે ચાલે છે ત્યારે ચંદ્રના એ જ મંડલ સાથે ચાલવાનો સંયોગ મળે છે જેથી તે સીધમાં ઉપર નીચે રહીને જ યોગ જોડે છે, તેથી તેને માટે ફકત પ્રમર્દ યોગ કહેલ છે. નક્ષત્રના મંડલ :- ચંદ્રના ચાલવાના રસ્તા ૧૫ મંડલ છે અને નક્ષત્રના ચાલવાના માર્ગ ૮ છે. આ આઠ મંડલ ચંદ્રના આઠ મંડલોની સીધમાં છે અને ચંદ્રના સાત મંડલોની સીધમાં નક્ષત્રના મંડલ નથી. આ આઠ ચંદ્ર મંડલ ક્રમશઃ આ છે ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ એ કમશઃ પહેલાથી આઠમ સુધીના નક્ષત્ર મંડલની સીધમાં છે. અતઃ ચંદ્રનાં ૨, ૪, ૫, ૯, ૧૨, ૧૩, ૧૪ આ સાત મંડલ એવા છે જેમની સીધમાં કોઈ નક્ષત્ર મંડલ નથી. સૂર્યની સીધમાં ચંદ્ર નક્ષત્ર મંડલ – ચંદ્રના ૬, ૭, ૮, ૯, ૧૦ એમ પાંચ મંડલ સૂર્ય મંડલની સીધમાં નથી આવતા. શેષ દસ મંડલ ૧, ૨, ૩, ૪, ૫ અને ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ એ મંડલ સૂર્ય મંડલની સીધમાં આવે છે. ચંદ્રના ૧, ૩, ૧૧, ૧૫ એમ ચાર મંડલ એવા છે જેમની સીધાણમાં નક્ષત્રના મંડલ પણ છે અને સૂર્ય મંડલ પણ છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy