SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર jainology II 265 (૧૭) મઘા (૧૮) પૂર્વા ફાલ્યુની (૧૯) ઉત્તરા ફાલ્યુની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જ્યેષ્ઠા (૨૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. અભિજિત નક્ષત્રથી જ ઉત્સર્પિણીકાળનો પ્રારંભ થવો જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે. બીજો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ - એના ચાર પ્રકાર છે. (૧) ૯ ૨૭૬૭ મુહૂર્ત- અભિજિત. (ર) ૧૫ મુહૂર્ત- (૧) શતભિષક (૨) ભરણી (૩) આર્કા (૪) અશ્લેષા (૫) સ્વાતિ () જયેષ્ઠા (૩) ૩૦ મુહૂર્ત– (૧) શ્રવણ (૨) ધનિષ્ઠા (૩) પૂર્વ ભાદ્રપદ (૪) રેવતી (૫) અશ્વિની (૬) કૃતિકા (૭) મૃગશીર્ષ (૮) પુષ્ય (૯) મઘા (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) હસ્ત (૧૨) ચિત્રા (૧૩) અનુરાધા (૧૪) મૂલ (૧૫) પૂર્વાષાઢા. (૪) ૪૫ મુહૂર્ત– (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરા ફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્ય સંયોગ:- તેના ચાર પ્રકાર છે. (૧) ૪ દિવસ ૬ મુહૂર્ત-અભિજિત. (૨) ૬ દિવસ ૨૧ મુહૂર્ત-શતભિષક આદિ ૬ ઉપર પ્રમાણે (૩) ૧૩ દિવસ ૧૨ મુહૂર્ત-શ્રવણ આદિ ૧૫ ઉપર પ્રમાણે (૪) ૨૦ દિવસ ૩ મુહૂર્ત–ઉત્તરભાદ્રપદ આદિ ૬ ઉપરવત્ ત્રીજો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ ક્યારે? – એના ચાર પ્રકાર છે. ૧ દિવસના પ્રથમ ભાગમાં શરૂઆત થાય અને ત્રીસ મુહૂર્ત રહે. પૂર્વ ભાગ સમક્ષેત્ર ૨ દિવસના પશ્ચિમ ભાગમાં શરૂઆત થાય અને ત્રીસ મુહૂર્ત રહે. પશ્ચાત્ ભાગ સમક્ષેત્ર ૩ રાત્રિમાં શરૂઆત થાય અને ૧૫ મુહૂર્ત રહે. નક્ત ભાગ–અદ્ધક્ષેત્ર ૪ રાત્રિ દિવસ બન્નેમાં શરૂઆત થાય અને ૪૫ મુહૂર્ત રહે. ઉભય ભાગ-દોઢ ક્ષેત્ર (૧) પૂર્વ ભાગમાં - (૧) પૂર્વા ભાદ્રપદ (૨) કૃતિકા (૩) મઘા (૪) પૂર્વાફાલ્યુની (૫) મૂલ (૬) પૂર્વાષાઢા. (ર) પશ્ચિમ ભાગમાં:- (૧) અભિજિત (શ્રવણ નક્ષત્રના સંયોગથી ઉપચારથી માનવામાં આવ્યું છે.) (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) રેવતી (૫) અશ્વિની (૬) મૃગશીર્ષ (૭) પુષ્ય (૮) હસ્ત (૯) ચિત્રા (૧૦) અનુરાધા. (૩) નક્ત ભાગમાં – (૧) શતભિષક (૨) ભરણી (૩) આદ્ર (૪) અશ્લેષા (૫) સ્વાતિ (૬) જ્યેષ્ઠા. (૪) ઉભય ભાગમાં:- (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરાફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા. ચોથો પ્રતિ પ્રાભૃત નક્ષત્ર ચંદ્ર સંયોગ અને સમર્પણ :- આ પૂર્વેના પ્રતિ પ્રાભૂતમાં સમુચ્ચયથી કહેલ વિષયને અહીં એક–એક નક્ષત્રના ક્રમથી સ્પષ્ટ કર્યો છે. સાથે જ અભિજિત શ્રવણ બને નક્ષત્રોની એક સાથે સંમિલિત વિવક્ષા કરવામાં આવી છે. (૧-૨)અભિજિત શ્રવણ બને નક્ષત્ર મળીને પશ્ચિમ દિવસમાં યોગ પ્રારંભ કરી ૩૯ મુહૂર્ત સાધિક રહી બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં ધનિષ્ઠાને સંયોગ સમર્પણ કરે છે. (૩) ધનિષ્ઠા નક્ષત્ર પણ ત્રીસ મુહૂર્ત રહીને બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં શતભિષકને સંયોગ સમર્પિત કરી દે છે. અર્થાત્ પહેલા નક્ષત્રનો યોગ સમાપ્ત થતા આગલા નક્ષત્રનો સંયોગ પ્રારંભ થાય છે. આ પ્રકારે પ્રથમ પ્રતિ પ્રાભૃતમાં કહેલ ક્રમમાં બધા નક્ષત્રોનો સંયોગ જાણવો કારણ કે એ જ ક્રમથી સંયોગ ચાલે છે. સંયોગના મુહૂર્તની સંખ્યા બીજા ત્રીજા પ્રતિ પાહુડમાં બતાવવામાં આવી છે. એટલા સમય સુધી ચંદ્રની સાથે નક્ષત્ર સંયોગ કરે છે. પછી બીજા નક્ષત્રનો સંયોગ કહેવાય છે. આ પ્રકારે યાવત્ પૂર્વાષાઢા નક્ષત્ર દિવસના પૂર્વ ભાગમાં સંયોગ કરીને ૩૦ મુહૂર્ત રહી બીજા દિવસે પૂર્વ ભાગમાં ઉત્તરાષાઢાને સંયોગ સમર્પિત કરે છે. પછી ઉત્તરાષાઢા પૂર્વ દિવસ ભાગમાં સંયોગ શરૂઆત કરીને ૪૫ મુહૂર્ત રહીને બીજા દિવસે સાંજના અભિજિત શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરે છે. આ પ્રકારે આ આખું ચક્ર યથા સમય શરૂ થઈને યથા સમય સમાપ્ત થાય છે અને પુનઃ યથા સમય શરૂ થઈ જાય છે. પાંચમો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોના કુલ ઉપકુલ વિભાગ:- જે નક્ષત્રમાં માસની સમાપ્તિ થાય, જે માસના નામવાળા નક્ષત્ર હોય એ કુલ કહેવાય. એના પૂર્વવાળા નક્ષત્ર ઉપકુલ કહેવાય છે અને એના પૂર્વ ક્રમ વાળા નક્ષત્રને કુલીપકુલ કહેવાય. યથાકુલ:- (૧) ધનિષ્ઠા (૨) ઉત્તરભાદ્રપદ (૩) અશ્વિની (૪) કૃતિકા (૫) મૃગશીર્ષ (૬) પુષ્ય (૭) મઘા (૮) ઉત્તરા ફાલ્ગની (૯) ચિત્રા (૧૦) વિશાખા (૧૧) મૂલ (૧૨) ઉત્તરાષાઢા. અહીં ધનિષ્ઠા અને મૂલ આ બે નક્ષત્ર મહિનાના નામ સિવાયના લેવાયા છે. કારણ કે તે મહિનાની સમાપ્તિ કરવાવાળા એ જ નક્ષત્ર છે. ઉપકુલ - (૧) શ્રવણ (૨) પૂર્વા ભાદ્રપદ (૩) રેવતી (૪) ભરણી (૫) રોહિણી (૬) પુનર્વસુ (૭) અશ્લેષા (૮) પૂર્વા ફાલ્યુની (૯) હસ્ત (૧૦) સ્વાતિ (૧૧) જ્યેષ્ઠા (૧૨) પૂર્વાષાઢા. કુલોપકુલઃ- (૧) અભિજિત (૨) શતભિષક (૩) આદ્ર (૪) અનુરાધા.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy