SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 261 આગમસાર યથા બંને સૂર્યોનું અંતર | પહેલા મંડલમાં બીજા મંડલમાં ત્રીજા મંડલમાં અંદરથી બહાર જતા સમયે ૯૯૬૪૦ મો. ૯૯૬૪૫ + (અધિકુ) ૯૯૬૫૧ + (અધિકુ) | બહારથી અંદર આવતા સમયે | ૧000 યો. ૧૭૦૬૫૪+ (અધિક) ૧૦૭૬૪૮ + (અધિક) અંતરની હાનિ વૃદ્ધિ – આ ચાર્ટમાં બન્ને સૂર્યોનું અંતર દર્શાવેલ છે. પ્રત્યેક મંડલમાં આપસમાં બે બે યોજન દૂર રહી બન્ને સૂર્ય ગતિ કરે છે. બન્ને સૂર્ય સામ સામે પ્રતિપક્ષ દિશામાં સદા ચાલતા હોય છે. સૂર્ય વિમાન, ૪૮૬૧ યોજનાના હોય છે. એટલું ક્ષેત્ર બે યોજનથી અધિક વ્યાપ્ત કરે છે. એટલે એક દિશામાં એક સૂર્ય ૨,૪૮,૬૧ યોજન પ્રતિ મંડલમાં આગળ વધે છે અને બીજો સૂર્ય પણ બીજી દિશામાં એટલો આગળ વધે છે. બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર પ્રતિ મંડલમાં ૨,૪૮૬૧ ૪૨ ઊ ૫ ૩૫/૬૧ યોજન વધતું ઘટતું હોય છે. વૃદ્ધિનો હિસાબ:- આ પ્રકારે (૧) પ્રત્યેક મંડલમાં પરસ્પરનું અંતર બે-બે યોજનાનું હોય છે. (૨) પ્રત્યેક મંડલમાં સૂર્ય ૨,૪૮/૬૧ યોજન આગળ વધે છે. (૩) પ્રત્યેક મંડલમાં બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર ૫ ૩૫/૧ યોજન વધે છે. (૪) ૬ મહિનામાં એક સૂર્ય ૨,૪૮,૬૧ ૪૧૮૩ ઊ ૫૧૦ યોજના અંતર વધારે છે. બન્ને સૂર્યો મળીને ૫૫ ૮૧૮૩ ઊ ૧૦૨૦ યોજના અંતર વધારે છે. જેથી પહેલા મંડલમાં રહેલ ૯૯૬૪યોજનનું પરસ્પરનું અંતર વધીને ૯૯૬૪૦+૧૦૨૦ઊ૧૦050 યોજન થઈ જાય છે. તેથી બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર સદા પરિવર્તિત થતું રહે છે. એક સરખુ અંતર સ્થિર રહેતું નથી. પાંચમો પ્રતિ પ્રાભૃત દ્વિીપ સમુદ્રમાં સૂર્યનું ભ્રમણ ક્ષેત્ર - એક દિશામાં સૂર્ય કુલ ૫૧૦ યોજના ક્ષેત્રમાં અંદરથી બહાર અને બહારથી અંદર આવતા જતા મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ ૫૧૦ યોજનમાં ૧૮૦ યોજના ક્ષેત્ર જંબુદ્વીપનું છે અને ૩૩0 યોજન ક્ષેત્ર લવણ સમુદ્રનું છે. અર્થાત્ બને સૂર્ય ૧૮૦ યોજન જંબૂદ્વીપની અંદર હોય ત્યારે તે પ્રથમ મંડલમાં હોય છે અને જ્યારે ૩૩0 યોજન લવણ સમુદ્રમાં હોય છે ત્યારે તે બાહ્ય મંડલમાં હોય છે. છઠ્ઠો પ્રતિ પ્રાભૃત પ્રતિ દિવસ વિકંપન :- સૂર્ય એક દિવસમાં ૨,૪૮/૧ યોજના ક્ષેત્ર વિકંપન કરે છે અર્થાત્ આગળ સરકે છે, એ રીતે ૧૮૩ દિવસ(૬ મહીના) માં ૫૧૦ યોજન આગળ સરકે છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ ચોથા પ્રતિ પ્રાભૃતમાં થયેલ છે. સાતમો પ્રતિ પ્રાભૃત સૂર્ય ચંદ્ર વિમાન સંસ્થાન :- સૂર્ય ચંદ્રના વિમાન છત્રઆકારના છે. અર્ધ કોઠાના ફળના આકારવાળા અર્થાત્ નીચેથી સમતલ, ઉપરથી ગોળ અને ચોતરફથી ગોળાકાર હોય છે. સર્વજ્ઞોક્ત ઉક્ત છત્રાકાર સંસ્થાન માનવાવાળા પણ લોકો જગતમાં છે તે જિનમતથી સમ્મત છે, મિથ્યા નહિ. આઠમો પ્રતિ પ્રાભૃત મંડલોનો વિખંભ અને પરિધિ - સૂર્યના પ્રત્યેક મંડલ(માગ)ની પહોળાઈ ૪૮૬૧ યોજનાની હોય છે. કારણ કે સૂર્ય વિમાનની લંબાઈ, પહોળાઈ એટલી જ છે. મંડલ-મંડલનું અંતર ૨-૨ યોજનાનું હોય છે. આખા મંડલનો વિખંભ એક દિશામાં ૨,૪૮૬૧ યોજન વધે છે. બંને દિશામાં મળીને ૫૬ યોજના કુલ વિખંભ પ્રતિમંડલમાં (એક મંડલથી બીજા મંડલનું) વધે છે. તે વિખંભથી ત્રણ ગણી સાધિક પરિધિ રહ્યા કરે છે. ૫૩૫ x ૩ સાધિક(૩.૧૬ સાધિક) ઊ ૧૭ ૮, યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. તેને જ સ્થૂલ દષ્ટિથી ૧૮ યોજન પરિધિ વધવી કહેવાય છે. વાસ્તવમાં દેશોન ૧૮ યોજન પરિધિ વધે છે. સર્વ આત્યંતર મંડલ જંબૂદ્વીપના એક કિનારાથી ૧૮૦ યોજન અંદર છે. બીજા કિનારાથી પણ ૧૮૦ યોજન અંદર છે. એમ કુલ એક લાખ યોજનના આયામ વિખંભ(વ્યાસ)માંથી ૩૬૦ યોજન ઓછા થાય છે. આને સાધિક ત્રણ ગણા કરવાથી ૧૧૩૮ યોજન થાય છે. જંબૂઢીપની પરિધિમાંથી આટલા યોજન ઓછા કરવાથી અર્થાત્ ૩૧ ૨૨૭–૧૧૩૮ઊ ૩૧૫૦૮૯ યોજન થાય છે. આ પહેલા મંડલની પરિધિ છે. આ પરિધિમાં પ્રતિ મંડલમાં દેશોન ૧૮ યોજન ઉમેરવાથી આગલા મંડલની પરિધિ નીકળી જાય છે. સૂર્યનું વિમાન જ્યારે છેલ્લા મંડલમાં ચાલે છે ત્યારે તે ૫૧૦ યોજનના મંડલક્ષેત્રથી બહાર સ્થિત થાય છે. અતઃ આ અપેક્ષા આત્યંતર કિનારાથી બાહ્ય અવગાહિત કિનારો ૫૧૦,“ યોજના અંતરવાળો કહેવાય છે. આત્યંતર અને બાહ્ય બંને તરફ સૂર્ય વિમાનના અવગાહનને ન ગણીને ફક્ત મંડલ ક્ષેત્રને ગણીએ તો “l, ૪૨ ઊ ૧૫ ઓછા કરવાથી ૫૧૦ **l - ૧ ઊ ૫૦૯ યોજન થાય છે. બીજો પ્રાભૃત: પહેલો પ્રતિ પ્રાભૃત બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય:- બંને સૂર્ય સમભૂમિથી ૮00 યોજન ઊંચાઈ પર પરિભ્રમણ કરે છે. ભારતીય સૂર્ય પૂર્વ દિશા પાર કરી જ્યારે પૂર્વ દક્ષિણમાં પહોંચે છે ત્યારે તે દક્ષિણક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. તે સમયે ઐરાવતીય સૂર્ય પશ્ચિમ દિશા પાર કરી પશ્ચિમ ઉત્તરદિશામાં પહોંચે છે અને ઉત્તરીક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. પછી આ બન્ને સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશા અને સંપૂર્ણ ઉત્તર દિશાને સાથે પાર કરતા અને ક્ષેત્રમાં દિવસ કરે છે. આ પ્રકારે ગતિ કરતા ઉત્તર દિશાને પાર કરનાર ઐરાવતીય સૂર્ય ઉત્તર પૂર્વમાં આવે છે અને દક્ષિણ દિશાને પાર કરનાર ભારતીય સૂર્ય દક્ષિણ પશ્ચિમ દિશામાં આવે છે. આ સમયે આ બન્ને સૂર્ય પૂર્વ પશ્ચિમ ક્ષેત્ર(મહાવિદેહક્ષેત્ર) ને પ્રકાશિત કરે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy