SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 221 ૫) ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક– ઉપશમ સમકિતી સામાન્ય જીવમાં. ૬) ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક- ક્ષાયિક સમ્યગ્ દષ્ટિ જીવને ઉપશમ શ્રેણીમાં. અહીં ૧. ગતિઓને ઉદયમાં ૨. ઉપશમ સમકિત, ઉપશમ શ્રેણીને ઉપશમમાં ૩. ઇન્દ્રિયોને ક્ષયોપશમમાં ૪. ક્ષાયિક સમકિત, ક્ષપક શ્રેણી, કેવળજ્ઞાનને ક્ષયમાં ૫. જીવત્વ ભવીત્વ આદિ પારિણામિકમાં સમજવા. સાત નામ ઃ– સાત સ્વર છે. આઠ નામ ઃ– શબ્દોની આઠ વચન વિભક્તિઓના આઠ નામ છે. (૧) પ્રથમા (કર્તા) જાતિ અને વ્યક્તિના નિર્દેશમાં વપરાય છે. (૨) દ્વિતીયા (કર્મ) જેનાપર ઉપદેશ, ક્રિયાનું ફળ મળે. (૩) તૃતીયા (કરણ) ક્રિયાના સાધકતમ કારણમાં વપરાય. (૪) ચતુર્થી (સંપ્રદાન) જેને માટે દાન દેવાની ક્રિયા હોય છે તે. (૫) પંચમી (અપાદાન) જેનાથી અલગ થવાનો બોધ થાય છે. (૬) છઠ્ઠી (સંબંધ) સ્વામીત્વનો સંબંધ બતાવનારી. (૭) સપ્તમી (આધાર) ક્રિયાના આધાર સ્થાનનો બોધ કરાવનારી (૮) અષ્ટમી (સંબોધન) સંબોધિત(આમંત્રણ) કરનારી. યથા– (૧) આ, તે, હું, (૨) આને કહો, તેને બોલાવો, (૩) એના દ્વારા કરવામાં આવેલ, મારાથી કહેવામાં આવેલ, (૪) તેના માટે આપો, તેના માટે લઈ જાઓ, જિનેશ્વરને માટે મારા નમસ્કાર હો, (૫) વૃક્ષપરથી ફળ નીચે પડ્યું, અહીંયાથી દૂર કરો, (૬) તેની વસ્તુ, તેનું મકાન, તેનું ખેતર, (૭) છતની ઉપર, ભૂમિ પર, પુસ્તકમાં, ઘરમાં, (૮) અરે ! ભાઈઓ ! બેનજી ! હે સ્વામી ! હે નાથ ! વગેરે. આગમસાર નવ નામ :– કાવ્યોના નવ ૨સ છે. તે નવ નામ છે. તે આ પ્રમાણે છે– (૧) વી૨૨સ (૨) શૃંગાર૨સ (૩) અદ્ભુતરસ (૪) રૌદ્રરસ (૫) ભયાનક રસ (૬) બીભત્સ રસ (૭) હાસ્યરસ (૮) કરુણરસ (૯) પ્રશાંત રસ. અનેક સહકારી કારણોથી અંતરાત્મામાં ઉત્પન્ન થતાં ઉલ્લાસ યા વિકારની અનુભૂતિને રસ કહેવાય છે. માટે જે કાવ્યના ગાવાથી કે સાંભળવાથી આત્મામાં વીરતા, હાસ્ય, શૃંગાર વગેરે ભાવની અનુભૂતિ થાય છે તે, તે કાવ્યનો ૨સ કહેવાય છે. એક કાવ્યમાં એક અથવા અનેક રસ હોઈ શકે છે. દસ નામ :– નામકરણ દસ પ્રકારના હોય છે. યથા– (૧) ગુણ નિષ્પન્ન નામ— શ્રમણ, તપસ્વી, પવન, (૨) ગુણ રહિત નામ સમુદ્ગ, સમુદ્ર, પલાશ, ઇન્દ્રગોપ, કીડા (૩) આદાનપદ નિષ્પન્ન નામ- પ્રારંભિક પદથી અધ્યયન આદિનું નામ ભકતામર, પુચ્છિસ્સણં. (૪) પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ- અલાબુ, અલત્તક. (૫) પ્રધાનપદ નિષ્પન્ન નામ- આમ્રવન વગેરે. (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામ— ધર્માસ્તિકાય આદિ. (૭) નામ નિષ્પન્ન નામ– મૃગાપુત્ર, પાંડુપુત્ર, પાંડુસેન. (૮) અવયવ નિષ્પન્ન નામ પક્ષી, દ્વિપદ, ચતુષ્પદ, જટાધારી આદિ. (૯) સંયોગ નિષ્પન્ન નામ- ગોપાલક, ઠંડી, રથિક, નાવિક, મારવાડી, હિન્દુસ્તાની, પંચમઆરક, (પાંચમા આરાના મનુષ્ય), હેમંતક, વસંતક, ચૌમાસી, સંવત્સરી, જ્ઞાની, સંયમી, ક્રોધી. ૧૦મું પ્રમાણ નિષ્પન્ન નામ– એના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. (૧) કોઈનું ‘પ્રમાણ’ નામ રાખ્યું તે નામ પ્રમાણ નિષ્પન્ન. (૨) સ્થાપના નિષ્પન્ન નામ– ૨૮ નક્ષત્રો અને એના દેવતાઓના નામ. અનેક પ્રકારના કુળ નામ− ઉગ્રકુળ, ભોગકુળ, ઇક્ષ્વાકુળ. અનેક પ્રકારના પાસંડ નામ– શ્રમણ, પાંડુરંગ, ભિક્ષુ, પરિવ્રાજક, તાપસ વગેરે. અનેક પ્રકારના ગણ નામ– મલ્લગણ વગેરે આ બધા સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની અંદર સમાય છે. (૩) દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ- ધર્માસ્તિકાયાદિ છે. (૪) ભાવ પ્રમાણ નિષ્પન્ન નામમાં સમાસ, તદ્ધિત, ધાતુજ, નિરુક્તિજ એ ચારેય અને એના અનેક ભેદાનુભેદ તથા ઉદાહરણ પણ કહેલ છે. સમાસ સાત છે– ૧. દ્વંદ્વ ૨. બહુવ્રીહિ ૩. કર્મધારય ૪. દ્વિગુ ૫. તત્પુરુષ ૬. અવ્યયીભાવ ૭. એક શેષ અર્થાત્ સમાસ નિષ્પન્ન નામ સાત પ્રકારના છે. તન્દ્રિત નિષ્પન્ન નામ આઠ પ્રકારના છે– ૧. કર્મથી– વ્યાપારી, શિક્ષક, ૨. શિલ્પથી– કાષ્ઠકાર, સુવર્ણકાર, ચિત્રકાર, ૩. શ્લોકથી– શ્રમણ, બ્રાહ્મણ, ૪. સંયોગથી– રાજ જમાઈ, ૫. સમીપ નામ–બેનાતટ ૬. સંયૂથ નામ– ટીકાકાર, શાસ્ત્રકાર, તરંગવતીકાર ૭. ઐશ્વર્યનામ – શેઠ, સાર્થવાહ, સેનાપતિ, ૮. અપત્યનામ– રાજમાતા, તીર્થંકર માતા. ધાતુથી નિષ્પન્ન નામ ધાતુજ કહેવાય છે. નિરુક્ત નિષ્પન્નનામ– મહિષ, ભ્રમર, મુસળ, કપિત્થ. આ દસ નામ પ્રકરણ પૂર્ણ થયું. (૩) ‘પ્રમાણ’ ઉપક્રમ :– આ ચાર પ્રકારના છે. યથા− (૧) દ્રવ્ય પ્રમાણ (૨) ક્ષેત્ર પ્રમાણ (૩) કાલ પ્રમાણ (૪) ભાવ પ્રમાણ. દ્રવ્ય પ્રમાણના પાંચ પ્રકાર છે યથા (૧) માન પ્રમાણ :- ધાન્યને માપવા માટેનું સૌથી નાનું માપ 'મુઠ્ઠી' છે. બે મુઠ્ઠી ઊ પસલી, બે પસલી ઊ એક ખોબો, ચાર ખોબા ઊ એક કુલક, ચાર કુલક ઊ એક પ્રસ્થ, ચાર પ્રસ્થ ઊ એક આઢક, ચાર આઢક ઊ એક દ્રોણ, સાઠ આઢક ઊ નાની કુંભી, ૮૦ આઢ ક ઊ મધ્યમ કુંભી, એકસો આઢક ઊ મોટી કુંભી, આઠ મોટી કુંભી ઊ એક બાહ. તરલ પદાર્થ માપવાનું સૌથી નાનું માપ 'ચતુઃષષ્ઠિકા (૪ પળ ઊ પા શેર) બે ચતુઃષષ્ઠિકા ઊ એક બતીસિકા (અડધોશેર) બે બતીસિકા ઊ એક સોળસિકા (એક શેર), બે સોળસિકા ઊ એક અષ્ઠ ભાગિકા (૨ શેર.) બે અષ્ટભગિકા ઊ એક ચર્તુભાર્ગિકા (ચાર શેર), બે ચર્તુભાગિકા ઊ અધમણ (આઠ શેર), બે અધમણઊ એક મણ (૧૬ શેર ઊ ૨૫૬ ૫ળ). એક પળ એક છટાંક(એક હાથની અંજલી)ને કહે છે. ૨૫૬ ૫ળનો એક મણ થાય છે. એનાથી દૂધ, ઘીનું માપ કરાય છે. (૨) ઉન્માન પ્રમાણ :– ત્રાજવાથી તોલ કરી વસ્તુની માત્રાનું જ્ઞાન કરવું તેને ઉન્માન પ્રમાણ કહે છે. માપવાનું (જોખવાનું) સૌથી નાનું માપ કાટલું (તોલું) અર્ધ કર્ષ હોય છે, બે અર્ધ કર્ષ ઊ એક કર્ષ, બે કર્ષઊ એક અર્ધપલ, બે અર્ધપલ ઊ એક પલ (એક પલ એક
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy