SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 218 સચિત્તદ્રવ્ય સ્કંધ છે. (૪) દ્ધિપ્રદેશી ઢંધ યથાવત્ અનંત પ્રદેશ સ્કંધ એ “અચિત્ત દ્રવ્ય સ્કંધ' છે. (૫) સેનાના સ્કંધાવાર(વિભાગ) એ મિશ્ર દ્રવ્ય સ્કંધ' છે. એમાં શસ્ત્ર આદિ અચિત તથા હાથી, ઘોડા, મનુષ્ય આદિ સચિત્ત હોય છે. ભાવ:– (૧) દ્રવ્ય સ્કંધમાં કહેલ ઉચ્ચારણ શુદ્ધિ આદિ દ્વારા શીખેલું, અને એની સાથે અનુપ્રેક્ષા એવં ઉપયોગથી યુક્ત સ્કંધ ‘ભાવ સ્કંધ આગમતઃ' (આગમરૂપ) છે. (૨) સામાયિક વગેરે છ અધ્યયનોના સમુદાયરૂપ “આવશ્યક શ્રુત સ્કંધ' જે ચારિત્ર ગુણથી સંપન્ન શ્રમણોને ઉપયોગ યુકત હોય તે ‘ભાવસ્કંધ નોઆગમતા” (ક્રિયારૂપ) છે. પર્યાય શબ્દ – (૧) ગણ (૨) કાય (૩) નિકાય (૪) સ્કંધ (૫) વર્ગ (૬) રાશિ (૭) પુંજ (૮) પિંડ (૯) નિકર (૧૦) સંધાતા (૧૧) આકુલ (૧૨) સમૂહ. અધ્યયનનો અનયોગ:નામ સ્થાપના આદિ આવશ્યકની સમાન સમજવા. આવશ્યક સૂત્રના છ અધ્યયન છે. એના નામ અને અર્થ આ પ્રકારે છે. (૧) સામાયિક- સાવદ્ય યોગ અર્થાત્ પાપ કાર્યોથી નિવૃત્તિ લેવી. (૨) ચતુર્વિશતિ સ્તવ–પાપના આચરણનો ત્યાગ કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થયેલા પરમ ઉપકારી ધર્મ પ્રવર્તક તીર્થકરોની સ્તુતિ કરવી. (૩) વંદના- ગુણવાનોની અર્થાત્ સાવદ્યયોગ ત્યાગની સાધના કરવા તત્પર એવા શ્રમણ વર્ગની વિનય પ્રતિપત્તિ અર્થાત્ આદર, સન્માન અને બહુમાન કરવું. (૪) પ્રતિક્રમણ– સંયમ સાધનામાં પ્રમાદ વશ ઉત્પન્ન થતી અલના અને અતિચારોની શુદ્ધ બુદ્ધિથી તથા વૈરાગ્ય ભાવનાથી નિંદા, ગહ કરી પ્રમાદથી મુક્ત થઈ જવું, તેને છોડી દેવો. (૫) કાયોત્સર્ગ– જેવી રીતે શરીર પર લાગેલા ઘાવ પર મલમપટ્ટી લગાડીએ તેવી રીતે સંયમ સાધનામાં આવેલ શિથિલતાને દૂર કરવા માટે સંકલ્પિત શ્વાસો– શ્વાસ પ્રમાણ સમય સુધી શરીર પરથી મમત્વભાવ, રાગભાવને દૂર કરી મન, વચન કાયાની પ્રવૃત્તિને રોકવી, ધ્યાન મુદ્રામાં રહેવું. (૬) પ્રત્યાખ્યાન- અલિત સંયમને વિશેષ પુષ્ટિ આપવા તથા તજ્જનિત કર્મ બંધનો ક્ષય કરવા માટે નવકારશી વગેરે તપ દ્વારા નિર્જરા ગુણોને ધારણ કરવા. અનુયોગના દ્વારોનું વર્ણન – અનુયોગના મુખ્ય ચાર દ્વાર છે. યથા– ૧. ઉપક્રમ ૨. નિક્ષેપ ૩. અનુગમ ૪. નય. (૧) ઉપક્રમ- જ્ઞાતવ્ય વિષયની પ્રારંભિક ચર્ચા કરવી અને પદાર્થોને નિક્ષેપ યોગ્ય બનાવવા.(ઉપક્રમ એટલે પ્રસ્તાવના) (૨) નિક્ષેપ- નામ સ્થાપના આદિ ભેદથી સૂત્રગત પદોનું વ્યવસ્થાપન કરવું. (૩) અનુગમ- સૂત્રનો અનુકૂળ અર્થ કરવો. એનાથી વસ્તુના યોગ્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે. (૪) નય- વસ્તુના શેષ ધર્મોને અપેક્ષા દષ્ટિએ ગૌણ કરીને મુખ્યરૂપથી કોઈ એક અંશ(ધર્મ) ગ્રહણ કરનારો બોધ એ “નય છે. (૧) ઉપક્રમ દ્વારનું વર્ણન:- (પૂર્વાપર સંબંધથી વાકયને, શબ્દને સમજવો.) ઉપક્રમના ૬ પ્રકાર છે યથા– ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ભાવ. દ્રવ્ય ઉપક્રમ:- સચિત્ત, સજીવ મનુષ્ય પશુ ઇત્યાદિને અને અચિત્ત પુદ્ગલ ગોળ, સાકર, વગેરેને ઉપાય વિશેષથી પુષ્ટકરવા, ગુણ વૃદ્ધિ કરવી, એ પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ છેશસ્ત્રથી જીવોનો વિનાશ અને પ્રયત્ન વિશેષથી પુગલોના ગુણધર્મોનો વિનાશ કરવો એ વસ્તુ વિનાશ દ્રવ્ય ઉપક્રમ’ છે. ક્ષેત્ર ઉપક્રમ:- ભૂમિને હળ વગેરેના પ્રયોગ વડે ઉપજાઉ બનાવવી એ “પરિકર્મ વિષયક ક્ષેત્ર ઉપક્રમ છે અને હાથી વગેરેને બાંધીને ભૂમિને વેરાન બનાવવી એ “વિનાશ વિષયક ક્ષેત્ર ઉપક્રમ’ છે. કાળ ઉપક્રમ:- ઘડી, રેતઘડી ઈત્યાદિ દ્વારા સમયનું યથાર્થ જ્ઞાન થાય છે તે “પરિકર્મરૂપ કાળ ઉપક્રમ છે અને નક્ષત્ર આદિની ગતિથી જે કાળનો વિનાશ (વ્યતીત થવો) તે વિનાશરૂપ કાળ ઉપક્રમ’ . ભાવ ઉપક્રમ:- (૧) ઉપક્રમના અર્થ સ્વરૂપનું સાચું જ્ઞાન હોવું અને એમાં ઉપયોગ સહિત હોવું એ “આગમ રૂપ(આગમતઃ) ભાવ ઉપક્રમ’ છે. (૨) ઉપક્રમનો અર્થ છે અભિપ્રાય. માટે અભિપ્રાયનું યથાવત્ પરિજ્ઞાન તે “ભાવ ઉપક્રમ પ્રવૃત્તિ' છે. આ અભિપ્રાય જાણવારૂપ ભાવ ઉપક્રમ પ્રશસ્ત અને અપ્રશસ્ત બન્ને હોય છે. વેશ્યા આદિ દ્વારા અન્યનો અભિપ્રાય જાણવો અપ્રશસ્ત છે અને શિષ્ય દ્વારા ગુરુનો અભિપ્રાય જાણવો પ્રશસ્ત છે. લૌકિક દષ્ટિની અપેક્ષાએ આ ઉપક્રમ વર્ણન છે. અન્ય અપેક્ષાએ (શાસ્ત્રીય દષ્ટિએ) ઉપક્રમ – ઉપક્રમના છ પ્રકાર છે– ૧. આનુપૂર્વી ૨. નામ ૩. પ્રમાણ ૪. વક્તવ્યતા પ. અર્વાધિકાર ૬. સમવતાર. (૧) આનુપૂર્વી ઉપક્રમ – આનુપૂર્વીના દશ પ્રકાર છે. ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ઉત્કીર્તન ૭. ગણના ૮. સંસ્થાન ૯. સમાચારી ૧૦. ભાવાનુપૂર્વી. આનુપૂર્વી, અનુક્રમ એવં પરિપાટી એ ત્રણે એકાર્થક શબ્દ છે. અર્થાતુ એકની પાછળ બીજું એવી પરિપાટીને આનુપૂર્વી કહે છે. દ્રવ્યાનુપૂર્વી – (૧) કોઈ વિવક્ષિત(ઈચ્છિત)પદાર્થ ને પહેલા વ્યવસ્થાપિત કર્યા પછી પૂર્વાનુપૂર્વી ઇત્યાદિ ક્રમથી અન્યોન્ય પદાર્થોને રાખવા એ દ્રવ્યાનુપૂર્વી છે. એને ઉપનિધિકી આનુપૂર્વી' કહે છે. (૨) પદાર્થોને પૂર્વાનુપૂર્વી આદિ ક્રમની અપેક્ષા રાખ્યાવિના વ્યવસ્થાપિત કરવા અથવા સ્વભાવતઃ સ્કંધોનું વ્યવસ્થાપિત થઈ જવું, કોઈપણ ક્રમથી જોડાઈ જવું એ પણ દ્રવ્યાનુપૂર્વી છે. એને અનોપનિધિકી આનુપૂર્વી' કહે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy