SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 214 આ સૂત્ર એક શ્રુત સ્કંધ છે. આમાં અધ્યયન ઉદ્દેશા નથી. આ સૂત્રનો ૧૮૯૨ શ્લોક પ્રમાણ મૂળ પાઠ માનવામાં આવે છે. આ સૂત્ર પર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તથા જિનદાસ ગણિ મહત્તર એમ બે પ્રાચીન આચાર્યોની ચૂર્ણિ નામની વ્યાખ્યા ઉપલબ્ધ છે. આચાર્ય હરિભદ્રસૂરી તથા હેમચંદ્રાચાર્યની પ્રાચીન ટીકાઓ પણ મોજૂદ છે. વીસમી સદીમાં આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે સૂત્રો પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચી હતી જે બધી જ પ્રકાશિત ઉપલબ્ધ છે. આચાર્ય શ્રી અમોલક ઋષિજી મ.સાહેબે સૂત્રોનો હિંદી અનુવાદ પ્રકાશિત કરાવેલ છે. આચાર્ય તુલશી મ.સા.ના તથા ગુજરાતીમાં ગુરુપ્રાણ આગમ રાજકોટથી વિવેચન સહિત આગમો પ્રકાશિત થયેલ છે. ગુજરાત વિધાપીઠથી ઠાણાંગ-સમવાયાંગ વિષયબધ કરી તે કયા સ્થાન–સમવાય થી આવેલ છે તે જણાવ્યું છે. આગમ પ્રકાશન સમિતિ વ્યાવરથી પણ હિંદી વિવેચન સહિત આગમો પ્રકાશિત થયેલ છે. આગમ નવનીત પ્રકાશન સમિતિ સિરોહીથી પણ આગમોના નવનીત (સારાંશ) પ્રકાશિત થયા છે. એના જ આધારે આ ગુજરાતીમાં સારાંશ તૈયાર થયો છે. ઉપસંહાર :- આ સત્રમાં ખૂબ જ ગંભીર અને જટિલ વિષયો છે. તેને યથા- સંભવ સરળ અને સાદી ભાષામાં સારાંશ રૂપમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. નય-નિક્ષેપનું વર્ણન ખુલાસાવાર કરવામાં આવ્યું છે. જેનો અનુભવ વાચક પોતે જ કરશે એવો પૂર્ણ વિશ્વાસ છે. અનુયોગ એક ચિંતન અનુયોગની પરંપરા :– ભગવાનના શાસનમાં મેધાવી શિષ્યોને કાલિકશ્રુતરૂપ અંગસૂત્રોના મૂળપાઠની સાથે યથાસમયે એના અનુયોગ–અર્થ વિસ્તારની વાંચણી પણ અપાતી હતી. તેને શ્રમણ કંઠસ્થ કરતા અને તેઓ અનુયોગયુક્ત કાલિક શ્રતને ધારણ કરનારા કહેવાતા. નંદી સૂત્રના પ્રારંભમાં આવા અનેક અનુયોગ ધારક સ્થવિરોની સ્તુતિ કરીને નમસ્કાર કર્યા છે. ત્યાં અંતિમ પચાસમી ગાથામાં એવા મહાપુરુષોનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જેમના નામો આગળની ૪૯ ગાથાઓમાં ન લઈ શકાયાં હોય અને જે સૂત્રકારના અનુભવથી અજ્ઞાત શ્રુતધરો પહેલાં થઈ ગયા હોય તેમને પણ વંદન કરવામાં આવેલ છે. તે ગાથા આ છે જે અષ્ણ ભગવંતે, કાલિય સુય આણુઓરિએ ધીરે. તે પણમિઉણ સિરસા, સાણસ્સ પરૂવર્ણ વોટ્ઝ ૧૫૦ આમ કાલિક શ્રુત(અંગસૂત્ર) તથા તેના અનુયોગ વિસ્તૃત વિશ્લેષણની પરંપરા ભગવાનના શાસનમાં નંદી સૂત્ર કર્તા શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ સુધી મૌખિક ચાલતી રહી. આને કારણે ક્ષમાશ્રમણે નંદીસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરીને ગણધર, જિન પ્રવચન તથા સુધર્મા સ્વામીથી દેવ દુષ્યગણિ સુધીના ૩૧ સ્થવિરોની સ્તુતિ કરીને વંદના કરી છે. આ દેવ દુષ્યગણિ, દેવર્ધિગણીના દીક્ષા ગુરુ અથવા વાચનાચાર્ય હતા. ત્યારબાદ સૂત્રોને લિપિબદ્ધ કરવાનો ક્રમ દેવર્ધિગણિથી શરૂ થયો, જે વિધિવત્ અને સ્થાયી રીતે કરવામાં આવેલ છે. તેમના પહેલાં પણ આ ક્રમની શરૂઆત થઈ હશે પણ તે તેટલી મહત્ત્વની કે વ્યાપક ન થઈ શકી. સૂત્રને લિપિબદ્ધ કરવાનું આ કાર્ય ખૂબ જ અઘરું હતું. વળી અનુયોગ–અર્થ વ્યાખ્યાનને લિપિબદ્ધ કરવાનું તો તે સમયે કલ્પનાતીત જ ગણાતું. એટલે એનું આલેખન સ્થગિતા કરવામાં આવ્યું. સંતોષ એમ માનવામાં આવ્યો કે અર્થ વ્યાખ્યાન કરવાની પદ્ધતિ તો અનુયોગ દ્વાર સૂત્રમાં સુરક્ષિતપણે ગૂંથેલી છે, તેટલી તો લિપિબદ્ધ છે જ. તેમજ સૂત્રોના સામાન્ય જરૂરી ઉપયોગી અર્થ અને ક્વચિત્ અનુયોગ પણ ગુરુ પરંપરાથી મૌખિક ચાલ્યા કરે છે. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણને હજુ ૪૦-૫૦ વર્ષ પણ પૂરા નહિ થયા હોય ત્યાં તો વ્યાખ્યાઓને લિપિબદ્ધ કરવાનું કાર્ય શરૂ થઈ સામુહિક રૂપથી નહોતું મંડાયું; વ્યક્તિગત રીતે થોડા થોડા સમયે શરૂ થતું રહ્યું અને લખાતું રહ્યું. તેના પ્રારંભકર્તા વરાહમિહિરના ભાઈ, બીજા ભદ્રબાહુ સ્વામી હતા. તેમણે જે દસ સૂત્રો ઉપર વ્યાખ્યાઓ લખી તેનું નામ નિર્યુક્તિ' રાખેલું. પછીથી આગળ ઉપર આવશ્યક્તા અનુસાર વ્યાખ્યાઓ ઉપર વ્યાખ્યાઓ વિસ્તૃત સ્પષ્ટ અર્થવાળી લખવામાં આવી. આમ કંઠસ્થ વ્યાખ્યાઓને ગ્રંથસ્થ કરવામાં આવતા, તેમના ભાષ્ય, ચૂર્ણિ, અવચૂરી, દિપિકા, ટીકા, ટબ્બા વગેરે નામો રાખવામાં આવ્યા. નામકરણ ગમે તે હોય પરંતુ આ બધા સૂત્રોની વ્યાખ્યાઓ સૂત્રોના અર્થ અને વિશ્લેષણરૂપ જ છે અને તે પ્રાચીનકાળમાં સૂત્રના અનુયોગરૂપે ઓળખાતી હતી. - આજે પણ શબ્દ કોષમાં અનુયોગ શબ્દનો અર્થ પરમાર્થ મળે છે. તેમાં પણ પ્રમુખ અર્થ એ છે કે અનુયોગ અર્થાત્ સૂત્રોના અર્થ તથા વિસ્તૃત વ્યાખ્યાઓ. એ વ્યાખ્યાઓની વિશેષ ક્રમિક પદ્ધતિ હોય છે તેને જ “અનુયોગ પદ્ધતિ' કહેવાય છે. પ્રસ્તુત અનુયોગ દ્વાર સૂત્રમાં મુખ્યપણે એ અનુયોગ પદ્ધતિને પ્રયોગાત્મક રૂપથી રજૂ કરવામાં આવી છે. તેથી આ સૂત્રનું અનુયોગ દ્વાર સૂત્ર સાર્થક નામ રાખવામાં આવ્યું છે. આમાં જે પદ્ધતિ દર્શાવવામાં આવી છે, તેવી જ રીતે નિયુક્તિ ભાષ્યોમાં પણ સૂત્રના અર્થનું વ્યાખ્યાન પ્રાયઃ તે પદ્ધતિને અવલંબિત છે, જે આજે પણ જોવા મળે છે. કાળાંતરે કોઈ એક યુગમાં મૌલિક સત્રોને પણ ચાર અનયોગમાંથી કોઈ પણ એક અનયોગમાં કલ્પિત કરવામાં આવ્યા છે. પણ ખરેખર તો અનુયોગ શબ્દ તો અર્થ અથવા વ્યાખ્યાને માટે છે, મૂળ સૂત્ર માટે નહીં. - વર્તમાનકાળમાં સૂત્રના અંશોનું વિષયોમાં વિભાજન કરવામાં આવે છે. તે વિષયવાર વર્ગીકરણને પણ અનુયોગ અથવા અનુયોગ પદ્ધતિ કહેવામાં આવે છે. આવા વિભાજન કાર્યો કરનારા વિદ્વાનોને “અનુયોગ પ્રવર્તક' પણ કહેવામાં આવે છે. પરંતુ આ અનુયોગ શબ્દનો પ્રયોગ કેવળ રૂઢપ્રયોગ બની ગયો છે. વાસ્તવમાં આ કાર્યો આગમોના વિષયોનું વર્ગીકરણ છે, અનુયોગ નથી. પરંતુ એક પ્રણાલિકા શરૂ થઈ અને તે પ્રચલિત થઈ ગઈ. પ્રમાણો વડે યુક્ત અનુયોગ શબ્દ સંબંધી જાણકારી માટે જુઓ ચરણાનુયોગ ભાગ-૨ ની પ્રસ્તાવના, પૃષ્ટ–૭૪ અથવા આ જ લેખમાં આગળ વાંચો.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy