SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 206 આગમસાર- ઉતરાર્ધ જ પહોંચવામાં લાગે છે. આથી વધારે મોડ જીવ અજીવની ગતિમાં બનતા નથી. ત્યારે જ આખાય લોકમાં વ્યાપ્ત થનાર ભાષા વર્ગણાના પુદ્ગલ અને અચિત મહાત્કંધ ને લોકમાં વ્યાપ્ત થવામાં ૪ સમય જ લાગે છે. દરેક ભાંગાઓ સાથે આપેલા વિસ્તૃત પાઠમાં કયાંય પણ પાંચ સમયનો ઉલ્લેખ નથી. આમાં કોઈ ગણિત ન કરતાં, તેવું જ લોકમાં જીવ અને પુદગલની ગતિ સ્વભાવનું કારણ સમજવું. (જીવ એક કરતાં વધારે, અસંખ્ય આકાશ પ્રદેશ અવગૃહીને રહે છે તથા નવી જગ્યાએ પણ અસંખ્ય આકાશ પ્રદેશ અવગૃહે છે. જન્મ સમયની પર્યાપ્તિઓ અને મરણ સમયની પર્યાપ્તિઓ અલગ અલગ હોય છે, તેથી એક સમાનજ આકાશ પ્રદેશ અવગાહન શકય નથી બનતું) (૧૧) ચક્રવાલ અથવા અર્ધચક્રવાલ ગતિથી પણ પુદ્ગલ ગન્તવ્ય સ્થાનમાં જઈ શકે છે.જીવને ચક્રવાલ કે અર્ધચક્રવાલ ગતિ નથી. સાત પૃથ્વીની જેમ જ લોકના ચરમાંતથી ચરમાંત પણ કહેવા. એમા ૧.૨.૩.૪ અથવા ૨.૩.૪ અથવા ૩.૪ સમયની વિગ્રહ ગતિ થાય છે. || શતક ૩૪ સંપૂર્ણ શતક: ૩૫ એકેન્દ્રિય મહાયુગ્મ: યુગ્મ ૪ હોય છે. એમને શતક ૩૧ માં ક્ષુલ્લક યુગ્મ કહ્યા છે. અહીં મહાયુગ્મોના વર્ણન છે. એ ૧૬ હોય છે. એક એક યુગ્મને ચારે યુગ્મોના સંયોગી ભંગ કરવાથી ૪ ૪૪ ઊ ૧૬ ભંગ થાય છે. એકેન્દ્રિય જીવ આ સોળે ય મહાયુમ રૂપ ભંગોથી આવીને ઉત્પન્ન થાય છે. જેનું ૩૩ દ્વારોથી વર્ણન કરાયું છે. (૧) ઉપપાત(આગતિ) (૨) પરિમાણ (૩) અપહાર સંખ્યા (૪) અવગાહના (૫) આઠ કર્મ બંધ. (૬) વેદના (૭) ઉદય (૮) ઉદીરણા (૯) લેશ્યા (૧૦) દષ્ટિ (૧૧) જ્ઞાન (૧૨) યોગ (૧૩) ઉપયોગ (૧૪) વર્ણ (૧૫) ઉશ્વાસ (૧૬) આહારક (૧૭) વિરતિ (૧૮) ક્રિયા (૧૯) બંધક (૨૦) સંજ્ઞા (૨૧) કષાય (૨૨) વેદ (૨૩) વેદ બંધ (૨૪) સની (૨૫) ઇન્દ્રિય (૨૬) અનુબુધ ઊ યુગ્મોની સ્થિતિ. જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અનંતકાલ (૨૭) કાયસંવેધ (૨૮) આહાર ઊ ૨૮૮ પ્રકારના (૨૯) સ્થિતિ (૩૦) સમુદ્યાત (૩૧) મરણ (બે પ્રકાર) (૩૨) ચ્યવન ઊ ગતિ (૩૩) ઉપપાત ઊ સર્વ જીવ ઉત્પન્ન. ઉદીરણા – ૮. ૭. ૬ કર્મની. આયુ અને વેદનીયની ભજના, ત્રણેય વેદનો બંધ કરે છે. વર્ણાદિ – શરીરની અપેક્ષા ૨૦ સ્થા ૧૬, અવિરત છે. સક્રિયા છે. બાકી બધા દ્વારોના વર્ણન ઉત્પલ ઉદ્દેશા વિગેરેથી જાણવું. સમુચ્ચય એકેન્દ્રિયનું વર્ણન હોવાથી કાયસંવેધ કહેવાય નહીં. ૧૬ મહાયમો પર આ ૩૩-૩૩ દ્વાર સમજવા. | || શતક ૩૫ સંપૂર્ણIL શતક: ૩૬-૩૯ વિકસેન્દ્રિય મહાયુગ્મ: એકેન્દ્રિય મહાયુગ્મ શતકના ૧૨ અંતર શતક અને ૧૩ર ઉદ્દેશાની જેમ જ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસત્ની, પંચેન્દ્રિયના આ ચાર શતકોના ૧૨-૧૨ અંતર શતક અને ૧૩૨-૧૩૨ ઉદ્દેશા છે. અવગાહના લશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, અપહાર સંખ્યા સ્થિતિ, આહાર, સમુદ્યાત બેઈન્દ્રિય વિગેરેમાં જેટલી જેટલી હોય છે. એટલી એટલી સમજવી. - બીજા ઉદ્દેશામાં વચનયોગ વિશેષ રૂપે ઓછો થશે. બાકી વર્ણન એકેન્દ્રિયની જેમ જ છે. તથા ૧૦ પાણતા(ફર્ક) છે. ચોથા, આઠમા, દશમા ઉદ્દેશકમાં સમ્યગદષ્ટિ અને જ્ઞાન કહેવા નહીં. ભવી અભવીના અંતર શતકમાં સર્વ જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે, આ બોલનું કથન કરવું નહીં. એવું ૩પ થી ૩૦ સુધીના બધા શતકોમાં ધ્યાન રાખવું. વિકલેન્દ્રિયોમાં (સંચિઠણા)-સંખ્યાતકાળ છે અને અસનીમાં અનેક કરોડ પૂર્વ છે. // શતક ૩૬-૩૯ સંપૂર્ણ | શતક: ૪૦ સંજ્ઞી મહાયુગ્મ: આ શતકમાં ૨૧ અંતર શતક છે. કારણ કે સન્ની પંચેન્દ્રિયમાં વેશ્યા છે. એટલે સમુચ્ચય જીવના ૭, ભવીના ૭ અભવીના ૭ એમ ૨૧ શતકના ૧૧-૧૧ ઉદ્દેશા હોવાથી ૨૩૧ ઉદ્દેશા છે. ૧૬ મહાયુગ્મ અને એના એક એક ઉત્પાતની અપેક્ષા ૩૩–૩૩ દ્વારોનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે દ્વાર ૩૫ માં શતકમાં કહ્યા છે. આ સન્ની શતકમાં ૧૨ માં ગુણ સ્થાન સુધી બધા સન્ની પંચેન્દ્રિય તિર્યચ્ચ મનુષ્ય વિગેરેનો સમાવેશ છે. એટલે કેટલાક નિમ્ન દ્વારોનું વર્ણન આ પ્રમાણે છે. આગતિ - બધા જીવ સ્થાનોથી, કર્મ બંધ – ૭ ની ભજના વેદનીયની નિયમા (૧૨ ગુણસ્થાન જ છે, એટલે). કર્મ ઉદય – ૭ ની નિયમા મોહનીયની ભજના. ઉદીરણા-કર્મની ભજના. નામ, ગૌત્રની નિયમા. જ્ઞાનઃ –૪ જ્ઞાન, ૩ અજ્ઞાન. વિરતિ ત્રણે છે. ક્રિયા-સક્રિય જ છે. બંધક-સપ્ત વિધ અષ્ટવિધ, છઃ વિધ(ષડૂ વિધ) અને એક વિધ બંધક પણ છે. અબંધક નથી. સંજ્ઞા-૫, કષાય ૫ (અકષાયી) આ પ્રમાણે અવેદી સહિત ૪ વેદ છે. વેદના બંધક, અબંધક બને છે. સઈન્દ્રિય છે. અનિન્દ્રિય નથી. યોગ ૩ છે. અયોગી નથી. અનુબંધ અનેક સો સાગર સાધિક છે. કાયસંવેધ–સમુચ્ચય પંચેન્દ્રિય હોવાથી કાયસંવેધ થતા નથી. એક દંડક હોય તો કાયસંવેધ હોય છે. સમુદ્યાત ૬, ગતિ-સર્વત્ર. બીજા ઉદ્દેશામાં ૧૭ બોલોમાં તફાવત(પાણતા) થાય છે. જેમ કે– (૧) અગગાહના–જઘન્ય હોય છે. (૨) આયુનો અબંધ, ૭ નો બંધ. (૩) વેદના- બને. (૪) ઉદય આઠે કર્મનો. (૫) ઉદીરણા આયુની નહીં. વેદનીયની ભજના. બાકી ૬ નિયમો. (૬) દષ્ટિ–૨, (૭) યોગ-૧, (૮) નો ઉશ્વાસ નિશ્વાસક છે. (૯) અવિરત જ હોય છે. (૧૦) સપ્તવિધ બંધક જ છે. (૧૧) સંજ્ઞા-૪ (૧૨) કષાય-૪. (૧૩) વેદ-૩. (૧૪) અનુબંધ ૧ સમય જ. (૧૫) સ્થિતિ સમય. (૧૬) સમુદ્યાત ૨. (૧૭) ત્રણ વેદના બંધક છે. અબંધક નથી. (૧૮) મરણ નથી. (૧૯) ગતિ પણ નથી.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy