SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 204 (૮) અનંતર પર્યાપ્તક – પ્રથમ સમયના પર્યાત્મક (૯) પરંપર પર્યાપ્તક (૧૦) ચરમ – એ જ ભાવમાં મોક્ષ જનાર અથવા એ અવસ્થા ભવમાં પનઃ ન આવનાર (૧૧) અચરમ-અભવી, અચરમ શરીરી તથા આ ભવમાં પ્રશ્નઃ આવનાર. ટિપ્પણ–૧ (જન્મ નપુંસકની મુક્તિ) – અનંતરોત્પનક વિગેરે ચારેય જન્મના પ્રથમ સમયવર્તી વિગેરે હોય છે. એટલે આયુ કર્મનો બંધ કરતા નથી. અને ૭ કર્મના બંધ અવશ્ય કરે છે. મનુષ્યમાં કૃષ્ણપક્ષ સિવાય બધા જીવ એ જ ભવમાં મોક્ષ જઈ શકે છે. કારણ કે એમાં આયુ બંધમાં ચોથો ભંગ કહ્યો છે. અનંતરોત્પન્નક મનુષ્યમાં વેદ ત્રણે ય કહ્યા છે. એટલે જન્મ સમયના ત્રણ વેદવાળા એ આખા જ ભવમાં આયુ બાંધે નહીં. અને મોક્ષ જાય ત્યારે ચોથો ભંગ થાય છે. એટલે ત્રણે વેદ એ જ ભવમાં મોક્ષ જઈ શકે છે. આનાથી જ જન્મ નપુંસકનું મોક્ષ જવું સિદ્ધ થાય છે. // શતક૨૬ સંપૂર્ણ II - શતક: ૨૭. છવીસમાં શતકમાં કર્મ બંધ' સંબંધી જે વર્ણન ૧૧ ઉદ્દેશકોમાં કર્યું છે તે જ વર્ણન અહીંયા પણ 'કર્મ કરવા' ની અપેક્ષા સમજવુ. અહીં બંધ સિવાય સંક્રમણ વિગેરે કરણ સમજવા. અગિયાર ઉદ્દેશક પણ એ જ પ્રમાણે સમજવા. કરણ આઠ છે. ઉદ્ધવર્તન, અપવર્તન, બંધ, સંક્રમણ, નિધત્તિકરણ, નિકાચિત કરણ , ઉપશમ, ઉદીરણા . આત્માના પરિણામો ની કર્મો પર થતી અસરને કરણ કહેવામાં આવે છે. || શતક ૨૭ સંપૂર્ણ શતક: ૨૮ (૧) બધા જીવોએ પાપ કર્મના સમાર્જન, સંકલન, ભૂતકાળમાં તિર્યંચ ગતિમાં કર્યા. (૨) અથવા તિર્યંચ મનુષ્યમાં (૩)તિર્યંચ નરકમાં (૪) તિર્યંચ દેવમાં કર્યા હતા. (૫) તિર્યંચ નરક મનુષ્ય (ડ) તિર્યંચ નરક દેવમાં. (૭) તિર્યંચ મનુષ્ય દેવમાં કર્યા હતા. અથવા (૮) તિર્યંચ નરક દેવ મનુષ્યમાં કર્યા હતા. આ જુદા-જુદા જીવોમાં કુલ-૮ ભંગ જ થઈ શકે છે. - ઉપરોક્ત ૨૬ માં શતકમાં કહેલ ૧૧ દ્વારના ૪૭ બોલોમાંથી જયાં જે બોલ મળી શકે એમાં સમાર્જનના આઠ ભંગ કહેવા, પછી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના સમાર્જનની અપેક્ષા પણ આઠ ભંગ કહેવા, પછી અનંતરોત્પન્નક વિગેરે અગિયાર ઉદ્દેશામાં પણ જે બોલ હોય એમાં આઠ આઠ ભંગ કહેવા. // શતક ૨૮ સંપૂર્ણ II શતક: ૨૯ જીવ પાપ કર્મ વેદનનો પ્રારંભ અને વેદનની સમાપ્તિ સાથે પણ કરે છે અને અલગ અલગ પણ એના ચાર ભંગ બને છે. અહીં કર્મ વેદનની પૃચ્છા ભવ સાપેક્ષ છે. એટલે જે (૧) સાથે જન્મે, સાથે મારે તે એ ભવના કર્મ વેદન સાથે પ્રારંભ કરે છે અને સાથે જ સમાપ્ત કરે છે. (૨) જે સાથે જન્મે અને અલગ અલગ મરે તો તે પ્રારંભ સાથે કરે પરંતુ સમાપ્તિ અલગ અલગ સમયમાં કરે. (૩) જો અલગ સમયમાં જન્મે અને સાથે મરે તો તે એ ભવમાં કર્મ વેદના પ્રારંભ અલગ અલગ સમયમાં કરે અને સમાપ્તિ સાથે કરે. (૪) જો અલગ સમયમાં જન્મે અને અલગ સમયમાં મરે તો તે એ ભવ સંબંધી સર્વે(બધા) કર્મ વેદન અલગ અલગ પ્રારંભ કરે અને અલગ અલગ જ સમાપ્ત કરે. આ પ્રમાણે ૧૧ દ્વાર, ૪૭ બોલ, ૮ કર્મ, ૨૪ દંડક સંબંધી ઉપર કહેલા વર્ણનમાં આ ચારેય ભંગ કહેવા. પછી અનંતરોત્પનિક વિગેરે ચાર ઉદ્દેશામાં બે ભંગ જ કહેવા. પરંપરાત્પન્નક વિગેરે બાકી બધા (૬) ઉદ્દેશકમાં ચાર ભંગ કહેવા. અનંતરોત્પન્નક વિગેરેમાં બધા જીવ સાથે જ જન્મે છે. અલગ સમયમાં જન્મવાનો વિકલ્પ ત્યાં હોતો નથી. એટલે ચાર ભંગ ન બનતા બે ભંગ જ બને છે. / શતક ૨૯ સંપૂર્ણ II શતક-૩૦ સમવસરણ અધિકાર : સમવસરણથી અહીં "વાદ" સિદ્ધાંત અને વાદી કહેવાય છે. આ વાદી ચાર પ્રકારના હોય છે. (૧) ક્રિયા વાદી, (૨) અક્રિયા વાદી (૩) અજ્ઞાન વાદી (૪) વિનય વાદી. એ ચારે ય અહીં સમવસરણ સંજ્ઞાથી વર્ણિત છે. કયાંક આ ચાર વાદિઓના ભેદ એકાંતવાદી રૂપમાં કહીને બધાને મિથ્યા- દષ્ટિ ગણ્યા છે. ત્યાં આ ચારેને ૩૬૩ ભેદ (૧૮૦ + ૮૪+૬૭+૩૨) માને છે. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં ક્રિયા વાદીથી સમ્યગુદષ્ટિ તથા જ્ઞાન ક્રિયાના સુમેળ- વાળા, સ્યાદ્વાદમય સમ્યમ્ સિદ્ધાંતનું ગ્રહણ કર્યું છે. બાકી ત્રણે એકાંત– વાદી મિથ્યાષ્ટિરૂપમાં સ્વીકાર કર્યા છે. એમાં (૧) અક્રિયાવાદી જ્ઞાન માત્રથી કલ્યાણ થવું માને છે અને ક્રિયાનો નિષેધ કરે છે. (૨) અજ્ઞાનવાદી– જ્ઞાનનું ખંડન કરે છે અને અજ્ઞાન અને શૂન્યતાથી મુક્તિ માને છે. (૩) વિનય વાદી- કેવલ વિનયથી જ મુક્તિ માને છે. જ્ઞાન, ક્રિયા બંનેનો નિષેધ કરે છે. જે કોઈને પણ જુએ, જે કોઈ પણ મળે. એને પ્રણામ કરે. એટલે કેવળ નમ્રતા, વિનયથી જ કલ્યાણ થઈ જશે. જ્ઞાન ક્રિયાની મહેનત કરવી તે વ્યર્થ માને છે. પૂર્વમાં કહેલા ૧૧ દ્વારોના ૪૭ બોલામાં આ ચારે ય સમવસરણોમાંથી કેટલા સમવસરણ સમવસરણમાં, કયા દંડકમાં કેટલી ગતિના આયુ બંધ થાય છે? કયો બોલ ભવી અથવા અભવી છે, વિગેરે વિષયોના વર્ણન આ પ્રકરણમાં કર્યા છે. સમુચ્ચય જીવના સમવરણ વિગેરે :૪૭ બોલ સમવસરણ આયુબંધ | કૃષ્ણ પક્ષી, મિથ્યાદષ્ટિ, ચાર અજ્ઞાન ૪ ગતિના | મિશ્રદષ્ટિ ૨ અજ્ઞાન વનય અબંધ સમ્યગુદષ્ટિ, ચાર જ્ઞાન ૧ ક્રિયા ૨ દેવ, મનુષ્યના
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy