SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 180 (૩) ભૂતકાળમાં જીવે કર્મ બંધ કર્યો, વર્તમાનમાં કરે છે. ભવિષ્યમાં કરશે. એમાં દરેક વખતે વિભિન્નતા હોય છે અર્થાતુ અંતર હોય છે. કારણકે ગતિ પરિણમન બધામાં અંતર આવતું રહે છે. પાપક્રિયા કરવામાં પણ દ્રવ્ય ભાવમાં અંતર થાય છે અને બંધમાં પણ અંતર થાય છે. (૨૪ દંડકમાં સમજી લેવું.) (૪) વૈક્રિય શરીર દ્રારા નિર્જરિત થયેલ પુદ્ગલ આધાર રૂપ હોતા નથી, એના પર બેસવું વગેરે કોઈ કરી શકતા નથી. તેઓ સૂા પરિણામમાં પરિણત થઈ જાય છે. આ માકંદિય પુત્ર નામના અણગાર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉતરોના ભાવ છે. ઉદ્દેશક: ૪ (૧) અઢાર પાપ, પાંચ સ્થાવર અને બાદર કલેવર આ જીવના ઉપભોગમાં આવે છે. અઢાર પાપ વિરતિ, ત્રણ અરૂપી અસ્તિકાય, પરમાણુ, અશરીરી જીવ અને શેલેશી અવસ્થાના અણગાર એ કોઈના ઉપભોગમાં આવતા નથી. (૨) ચાર કષાય સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૪ના અનુસાર સમજવું જોઇએ. (૩) યુગ્મ(જુમ્મા) – (૧) ચારનો ભાગ આપવાથી જે રાશિમાં કંઈ પણ બાકી રહે નહીં તે કૃતયુગ્મ(કડજુમ્મ) રાશિ કહેવાય છે. (૨) ચારનો ભાગ આપવાથી જે રાશિમાં ત્રણ બાકી રહે તે તેઓગ(ત્રયોજ-તેલંગ) રાશિ કહેવાય છે. (૩,૪). આ પ્રકારે બે અથવા એક અવશેષ(બાકી) રહેવાવાળી રાશિ અનુક્રમે દાવર જુમ્મ (દ્વાપર યુગ્મ) અને કલ્યોજ(કલિઓગ) રાશિ કહેવાય છે. નારકી, દેવતા, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય જઘન્ય પદની અપેક્ષાએ કાજુમ્મ રાશિ હોય છે. ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ તેઓગ રાશિ હોય છે. વિકલેન્દ્રિય, ચાર સ્થાવર, જઘન્ય પદે કડજુમ્મ રાશિ હોય છે અને ઉત્કૃષ્ટ પદમા દ્વાપર યુગ્મ(દાવર જુમ્મ) શશિ હોય છે. મધ્યમ પદમાં, બધામાં ચારેય ભંગ હોય છે. વનસ્પતિ અને સિદ્ધમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદ (સંખ્યા રૂપ) હોતા નથી. માત્ર મધ્યમ પદ હોય છે. કારણકે વનસ્પતિમાં અનંત કાળ સુધી ઓછા થતા જ રહેશે. અને સિદ્ધમાં વધતા જ રહેશે. એટલે મધ્યમ પદ જ હોય છે. એમાં ચારેય જુમ્મા હોઈ શકે છે. સ્ત્રીઓની સંખ્યા જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં કડજુમ્મ હોય છે. મધ્યમાં ચારેય હોઈ શકે છે. દેવી તિર્યંચણી અને મનુષ્યાણીમાં પણ એમ જ જાણવુ. જઘન્ય ઉમરવાળા(વરા) અગ્નિકાયના જીવોની ઉત્કૃષ્ટ જેટલી સંખ્યા હોય છે, એટલી જ ઉત્કૃષ્ટ ઉમરવાળા(પરા) અગ્નિકાયના જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા હોય છે. ઉદ્દેશક: ૫ (૧) જેવી રીતે મનુષ્ય અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે, તેવી રીતે દેવ પણ અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે. વસ્ત્ર વિગેરેથી અસજ્જ મનુષ્ય સુંદર કે મનોજ્ઞા દેખાતો નથી તેવી રીતે જ દેવ પણ અસુંદર દેખાય છે. (૨) બધા દંડકોમાં સમ્યત્વમાં ઉત્પન્ન થનારા અથવા સમ્યગ્દષ્ટિ જીવ અલ્પ– કર્મી, હળુકર્મી હોય છે; મિથ્યાદષ્ટિ મહાકર્મી, ભારેકર્મી હોય છે. સમ્યગુ– દષ્ટિનો નવો બંધ પણ અત્યલ્પ જ હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય જીવોને એની અપેક્ષાથી લગભગ સમકર્મી કહ્યા છે. (૩) મરણના ચરમ સમયમાં પણ જીવ એ ભવના આયુષ્યને ભોગવે છે. આગળના ભવના આયુષ્યની સામે હોય છે પણ એને ભોગવતો નથી. (૪) સમ્યગ્દષ્ટિ જીવોની ઈચ્છિત વિકુર્વણા થાય છે. મિથ્યાદષ્ટિઓની સંકલ્પથી વિપરીત વિક્ર્વણા પણ થઈ જાય છે. ઉદ્દેશક: ૬ (૧) પ્રત્યેક પુદ્ગલ સ્કંધમાં વ્યવહારિક નયથી વર્ણાદિ એક એક હોય છે. નિશ્ચય નયથી વર્ણાદિ ૨૦ બોલ હોય છે. જેમ કે– વ્યવહાર નથી ગોળ પીળો, સુગંધી, મીઠો વગેરે હોય છે. પરંતુ નિશ્ચયનયથી એમા ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ હોય છે. આ પ્રમાણે જોવા અને અનુભવમાં આવનારી બધી વસ્તુઓમાં વ્યવહાર નથી અથવા મુખ્યતાથી ૧ – ૧ અને નિશ્ચય નથી. બધા વર્ણાદિ છે. એમ સમજવું જોઇએ. જેમ કે- હળદર પીળી છે. કાગડો કાળો છે, શંખ સફેદ છે. લીમડો કડવો છે. મયુરકંઠ લીલો છે વગેરે. રાખ વ્યવહારથી રુક્ષ છે, તોપણ એમાં આઠ સ્પર્શ છે. (૨) એક પરમાણુમાં | ૧+ ૧ + ૧ + ૨ | ૫ | વર્ણાદિ હોય છે. | | એક દ્વિ પ્રદેશમાં | ઉત્કૃષ્ટ ૨+૨+૨+૪૧૦ વર્ણાદિ હોય છે. | એક ત્રણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ ૩ + ૨+૩+૪] ૧૨ વર્ણાદિ હોય છે. એક ચાર પ્રદેશમાં | ઉત્કૃષ્ટ ૪+૨+ ૪+૪] ૧૪ | વણોદિ હોય છે. એક પાંચ પ્રદેશમાં ઉત્કૃષ્ટ ૫ + ૨ +૫ +૪] ૧૬ વર્ણાદિ હોય છે.. આ પ્રકારે અસંખ્ય પ્રદેશ સુધી ૧૬ વર્ણાદિ હોય છે. સૂક્ષમ પરિણત અનંત પ્રદેશમાં પણ ૧૬ વર્ણાદિ હોય છે. બાદર અનંત પ્રદેશમાં ૨૦ વર્ણાદિ હોય છે. પુદગલોમાં અનંત પ્રદેશો વગર બાદરપણુ આવતું નથી. ઉદ્દેશક: ૭ (૧) કેવળી યક્ષાવિષ્ટ હોતા નથી. (૨) ઉપધિના ત્રણ પ્રકાર –(૧) કર્મઉપધિ (૨) શરીરઉપધિ (૩) બાહ્યઉપકરણ ઉપધિ. એકેન્દ્રિય અને નારકીને બે ઉપધિ છે. બાહ્યોપકરણ નથી. બાકી બધા દંડકમાં ત્રણે ઉપધિ છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy