SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ 176 આગમચાર– ઉતરાર્ધ (૩) દેવ અને ઈન્દ્ર સત્ય વગેરે ચારે ય ભાષા બોલે છે. સાવદ્ય નિર્વદ્ય બન્ને ભાષા બોલે છે. (૪) શકેન્દ્ર અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જો વસ્ત્રથી મોં ઢાંક્યા વિના બોલે તો એની એ ભાષા સાવધ ભાષા' કહેવાઈ છે. (૫) શકેન્દ્ર ભવી છે અને એક ભવાવતારી છે. (૬) કર્મ ચૈતન્યકૃત હોય છે. એટલે કર્મોથી થતા સુખ દુઃખ પણ ચેતન્યકૃત જ છે. ઉદ્દેશક: ૩. (૧) કર્મ પ્રકૃતિ વગેરેનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૩ થી ૨૭ સુધી છે, ત્યાંથી જાણી લેવું. (૨) અભિગ્રહધારી આતાપના લેનારા, ઉભા રહેલા ભિક્ષુકને કોઈ વૈદ્ય સુવડાવીને તેના અર્શ, મસ્સાને કાપે તો કાપવા સંબંધી ક્રિયા વૈદ્યને લાગે છે. મુનિને ફક્ત ધર્મ ધ્યાનમાં અંતરાય થાય છે. વૈદ્યની શુભ ભાવના હોવાથી શુભક્રિયા લાગે છે. ઉદ્દેશક: ૪ (૧) નીરસ, અંત પ્રાંત અમનોજ્ઞ આહાર કરનારા શ્રમણ જેટલા કર્મોનો ક્ષય કરે છે ત્યાં નૈરયિક સો વર્ષમાં એટલા કર્મ અપાર દુઃખ સાથે ભોગવે તો પણ ક્ષય કરી શક્તા નથી.(અણ ગિલાય) એટલે અમનોજ્ઞ આહાર, વાસી આહાર, એવો અર્થ સમજવો જોઇએ. (૨) તેવીજ રીતે શ્રમણનાં ત્રણ ઉપવાસ, ચાર ઉપવાસમાં તેના જેટલા કર્મોની નિર્જરા થાય છે, તેટલા કર્મ નારકીનો જીવ ક્રમશ એક કરોડ વર્ષે અને ક્રોડાકોડી વરસે પણ ખપાવવા સમર્થ નથી. (૩) વૃદ્ધ પુરુષ દ્વારા ચિકણી, કઠણ લાકડી બુટ્ટી કુલ્હાડી વડે કાપવાના દષ્ટાંતથી સમજવું જોઈએ કે નૈરયિક એટલા કર્મોનો ક્ષય કરી. શક્તા નથી કારણ કે એના કર્મ ચિકણા પ્રગાઢ હોય છે. જેમ જુવાન પુરુષ તીક્ષ્ણ કુહાડીથી તરત જ લાકડીને તોડી ફોડી શકે છે, તેમ તપસ્વી શ્રમણ પણ કર્મોને તરત જ નષ્ટ કરી દે છે. ઉદ્દેશક: ૫ (૧) એક સમયની વાત છે. શકેન્દ્ર, ભગવાનના દર્શન કરવા ઉલ્લકાતીર નામના નગરમાં આવ્યા; કંઈક પ્રશ્ન કર્યા અને ઉતાવળમાં ચાલ્યા ગયા, શાંતિથી બેઠા નહીં. એનું કારણ ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને બતાવ્યું કે સાતમાં દેવલોકમાંથી ગંગદત્ત દેવ અહીં આવવા નીકળ્યા છે, એના દિવ્ય તેજ, ઋદ્ધિ ધુતિને કેન્દ્ર જોઈ નહીં શકવાથી અને સહન નહીં કરી શકવાથી, ઉતાવળથી ચાલ્યા ગયા છે. જોઈ નહીં શકવાનું કારણ વ્યાખ્યાકારે એ બતાવ્યું છે કે પૂર્વ ભવમાં બન્ને શેઠ હતા– કાર્તિક શેઠ અને ગંગદત્ત શેઠ. ત્યાં બન્નેમાં પરસ્પર માત્સર્ય ભાવ રહેતા હતા. પૂર્વન હેિતા હતા. પૂર્વના માત્સર્ય ભાવને કારણે શકેન્દ્રને ગંગદત્તની પોતાનાથી વધારે ઋદ્ધિ વગેરે સહન થઈ નહીં અને જલ્દીથી ચાલ્યો ગયો. (૨) ઈન્દ્ર વગેરે દેવોનું મનુષ્ય લોકમાં (૧) આવવુ (૨) પાછા જવું (૩) ભાષા બોલવી (૪) ઉમેષ નિમેષ કરવું (૫) અંગોપાંગને વધઘટ કરવા (૬) ઉભા થવું, બેસવું અને સૂવું (૭) વૈક્રિય કરવું (૮) પરિચારણા કરવી વગેરે ક્રિયાઓ બહારના પુદ્ગલોના ગ્રહણથી કરી શકે છે અર્થાતુ અન્ય પુગલ ગ્રહણ કરી ને જ ઉક્ત ક્રિયાઓ દેવો દ્વારા કરી શકાય છે. (૩) દેવલોકમાં દેવોને પરસ્પર તાત્વિક ચર્ચાઓ પણ થઈ જાય છે. સાતમા દેવલોકમાં એક મિથ્યા દષ્ટિ દેવ અને ગંગદત્ત(સમ્યગદષ્ટિ દેવ)ની પરસ્પર ચર્ચા થઈ. એના ફળ સ્વરૂપે જ એ ગંગદત્ત દેવ ભગવાનના દર્શન કરવા ઉલ્લકા- તીર નગરમા આવ્યો હતો. (૪) ચલમાણે ચલિએ ના સિદ્ધાંત અનુસાર પરિણમન થનારા પુદ્ગલ પરિણત' કહેવાય છે. આ વિષય પર એ. બન્ને દેવોની ચર્ચા હતી. ગંગદત્તનો ઉત્તર સાચો હતો. ગંગદર દેવે ભગવાનનો ઉપદેશ સાંભળ્યો; ત્યાર પછી હું ભવી છુ કે અભવી છું? વગેરે પ્રશ્ન પૂછયા. સમાધાન મેળવીને ખુશ થયો. બત્રીસ પ્રકારના નાટક બતાવીને ચાલ્યો ગયો. (૫) ગંગદત્ત દેવ પૂર્વ ભવમા હસ્તિનાપરમાં ગંગદત્ત નામનો શેઠ હતો. શ્રમણો– પાસક બન્યો હતો. પછી મનિસવ્રત ભગવાનની પાસે દીક્ષા લીધી. અગીયાર અંગોનું અધ્યયન કર્યું. એક મહિનાનો સંથારો કરી ત્યાંથી સાતમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. સત્તર સાગરોપમની દેવ સ્થિતિ પૂરી કરી મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પામશે. ઉદ્દેશક: ૬ (૧) નિંદ્રામાં અથવા જાગૃત અવસ્થામાં સ્વપ્ન આવતું નથી. અર્ધ જાગૃત અવસ્થામાં સ્વપ્ન આવે છે. (૨) નિદ્રા કરવી દ્રવ્ય નિંદ્રા છે. અવિરતિ ભાવ તે ભાવનિંદ્રા છે. ભાવ નિંદ્રાની અપેક્ષાએ રર દંડકના જીવ સુખ કહ્યા છે. તિર્યંચ સુખ અને સુખ–જાગૃત એમ બે પ્રકારના છે, જ્યારે મનુષ્ય સુખ,જાગૃત અને સુખ-જાગૃત એમ ત્રણ પ્રકારના છે. (૩) સાધુઓ પણ સ્વપ્ન જુએ છે. સત્ય સ્વપ્ન પણ જુએ છે અને અસત્ય સ્વપ્ન પણ જુએ છે. સાચા ભાવ સાધુતામાં સત્ય સ્વપ્ન આવે છે અને નથી પણ આવતા. અસત્ય સ્વપ્ન જોવાવાળા અસંવૃત કહેવાય છે. અર્થાત્ એનો વિશેષ આશ્રવ ચાલુ રહે છે. એકાંત અસંયમી ન સમજવું. (૪) સ્વપ્ન ૪૨ પ્રકારના કહ્યા છે અને મહાસ્વપ્ન ૩૦ પ્રકારના કહ્યા છે. ૩૦ મહાસ્વપ્નમાંથી કોઈ પણ ૧૪ સ્વપ્ન તીર્થકર, ચક્રવતીના ગર્ભમાં આવવાથી એની માતા જુએ છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર સ્વપ્ન જુએ છે. માંડલિક રાજાની માતા એક મહાસ્વપ્ન જુએ છે. એ માતાઓ સ્વપ્ન જોઈને જાગી જાય છે. ફરી પાછી સૂતી નથી. ધર્મ જાગરણ કરે છે. (૫) ભગવાન મહાવીર સ્વામીને દશ સ્વપ્ન પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. બેઠા બેઠા ભગવાનને માત્ર અંતર્મુહૂર્ત ઉઘ આવી હતી. એ સમયે અર્ધ નિંદ્રા અવસ્થામાં આ સ્વપ્ન જોયા હતા. કારણ કે છઘસ્થ કાળમાં ભગવાને શયનાસન કર્યું નહોતું. દસ સ્વપ્ન અને પરિણામ : (૧) પિશાચને પરાજિત કર્યો – મોહ કર્મ ક્ષય. (૨) સફેદ નર કોયલ – શુક્લ ધ્યાન. (૩) વિચિત્ર પાંખવાળો નર કોયલ – દ્વાદશાંગીની પ્રરુપણા (૪) સ્વર્ણ રત્નમય માલા દ્રય - દ્વિવિધ ધર્મ પ્રરુપણા. (૫) શ્વેત ગાયોનો સમૂહ – ચતુર્વિધ સંઘની રચના. (૬) મહાપા સરોવર – ચાર જાતિના દેવોને પ્રરુપણા,પ્રતિબોધ આપ્યો. (૭) મહાસાગર હાથથી તર્યા – સંસાર સાગરથી તર્યા.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy