SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 171 jainology II આગમસાર એવું સમજે છે કે "હું છુપાઈ ગયો છું". આ રીતે તે પોતાને ગુપ્ત માને અથવા છુપાયેલ માને એ રીતે હે ગોશાલક! તું પણ તેજ ગોશાલક હોવા છતાં પણ પોતાને અન્ય બતાવી રહ્યો છે. તું આવું ન કર. હે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. તું તે જ છે. તારી પ્રકૃતિ પણ તેજ છે. તે અન્ય નથી. ગોશાલકનો અનર્ગલ પ્રલાપ – ગોશાલક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ઉપરના વચન અને દષ્ટાંત સાંભળીને અત્યંત કોપીત થયો અને ભગવાનનો અનેક પ્રકારના અનુચિત આક્રોશ પૂર્ણ શબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યો, અનેક પ્રકારના વચનોથી અપમાન કરવા લાગ્યો, ભર્લ્સના કરવા લાગ્યો. આ બધો અનર્ગલ પ્રલાપ કરીને તેણે ભગવાનને કહ્યું કે આજ તું મરી ગયો છે, નષ્ટ થઈ ગયો છે, ભ્રષ્ટ થઈ ગયો છે. હવે તું જીવીત નહીં રહી શકે અને હવે મારા દ્વારા તને સુખ થવાનું નથી. સર્વાનુભૂતિ અણગાર :- સર્વાનુભૂતિ અણગારથી પોતાના ધર્માચાર્યની આ અવહેલના સહન ન થઈ શકી. તે ગોશાલકની નજીક જઈને આ પ્રકારે કહેવા લાગ્યા- હે ગોશાલક! જે મનુષ્ય શ્રમણ બ્રાહ્મણની પાસે એક પણ ધાર્મિક વચન સાંભળીને અવધારણ કરે છે, તે એનો ઉપકાર માને છે, આદર સત્કાર વિનય ભક્તિ ભાવ રાખે છે. તો તારું તો કહેવું જ શુ? ભગવાને તો તને શીક્ષા આપી, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યો, બહુશ્રત બનાવ્યો તેમ છતાં તે ભગવાનની સાથે વિપરીત બનીને આવું અનાયેપણ કરી રહ્યા છે, તુ વ્યવહાર, અસભ્યવચન અને તિરસ્કાર કરતાં અનર્ગલ ભાષણ કરી રહ્યો છે. હે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. કેમ કે તું તેજ મેખલીપત્ર ગોશાલક છે. બીજો કોઈ નહીં, ગોશાલકને આ શિક્ષા વચન પણ વિશેષ ભડકાવવા વાળું બન્યું. એણે એક જ વારમાં પોતાની તેજો વેશ્યાથી તેમને ત્યાંજ સળગાવીને ભસ્મ કરી દીધા. સર્વાનુભૂતિ અણગારના વ્યવહાર અને ભાષણ સર્વથા ઉચિત અને મર્યાદામય હતા. એના ભાવ પણ પૂર્ણ શુદ્ધ હતા. તે અણગાર અચાનક કાળ કરીને પણ આરાધક થયા અને આઠમા સ્વર્ગમાં ૧૮ સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મધારણ કરીને મોક્ષમાં જાશે. સનક્ષત્ર અણગાર :- સર્વાનભતિ અણગારને ભસ્મ કરીને ગોશાલક ફરીથી ભગવાન મહાવીર સ્વામીને આક્રોશ ભર્યા અનર્ગલ શબ્દોમાં પૂર્વવત્ બકવા લાગ્યો. સુનક્ષત્ર નામના અણગાર પણ ભગવાનની આવી અવહેલના સહન ન કરી શક્યા અને ગોપાલકને તેમણે સર્વાનુભૂતિની સમાન જ ફરીથી શીક્ષા વચન કહ્યા અને સત્યવાત સ્પષ્ટ કરી કે તું તે જ ગોશાલક છે, અન્ય નહીં. આ વચનોને સાંભળીને ગોશાલક અત્યંત કોપિત થયો અને તેજલેશ્યાથી તેમને પણ પરિતાપિત કર્યા. પરિતાપિત સુનક્ષત્ર અણગાર ભગવાનની પાસે પહોંચ્યા વંદન નમસ્કાર કરી તેમણે ફરીથી મહાવ્રતારોપણ અને સંથારો ધારણ કર્યો, બધાની ક્ષમાયાચના કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કર્યા. તે મુનિ પણ આરાધક થઈને ૧રમાં દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયા. ત્યાનું આયુષ્ય પૂર્ણ કરીને એકમેવ મહાવિદેહક્ષેત્રમાં કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાન પર તેજોલેશ્યાનો પ્રહાર :- હવે ગોશાલક ફરીથી ભગવાનને આક્રોશ વચનો દ્વારા અપમાનિત કરવા લાગ્યો, તિરસ્કાર અને ભર્જના કરતાં એણે પૂર્વોક્ત બકવાસના વચનો ફરી સંભળાવ્યા. ત્યારે શિક્ષા વચન કહેતાં ભગવાને પણ ગોશાલકના તે વ્યવહારને અયોગ્ય બતાવ્યો અર્થાત્ ભગવાને પણ એમ કહ્યું કે ગોશાલક! મેં તને શિક્ષિત કર્યો, દીક્ષિત કર્યો, બહુશ્રત કર્યો અને મારી સાથે જ વિપરીત બન્યો ? તું એવો વ્યવહાર કરે છે એ તને યોગ્ય નથી. કેમ કે તું તે જ ગોશાલક છે. અન્ય નથી. (કેવળ વ્યર્થની વાતો ઘડીને છૂપાવા માગે છે) ગોશાલકનો ગુસ્સો પ્રચંડ થઈને શિખર સુધી પહોંચી ગયો. તેણે સાત-આઠ કદમ પાછળ ચાલીને તૈજસ સમુઘાત કરીને સંપૂર્ણ શક્તિની સાથે ભગવાનની ઉપર તેજોલેશ્યાનો વાર કરી દીધો. આ તેજોલેશ્યાનો વાર એટલો સમર્થ હતો કે એક જ ક્ષણમાં ૧૬ દેશોને બાળીને ભસ્મ કરી દે. પરંતુ તીર્થકર ભગવાન પર એનું જોર ન ચાલ્યું. ક્ષતિ પહોંચાડવામાં અસમર્થ થઈને તે તેજશક્તિ પ્રદક્ષિણા લગાવી આકાશમાં ઉછળી ગઈ અને પડતાં–પડતાં ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને એને પરિતાપિત કરવા લાગી. જેનાથી ગોશાલકના શરીરમાં બળતરા થવા લાગી. પરસ્પર ભવિષ્યવાણી – ગોશાલકની શક્તિનો વાર ખાલી ગયો. તો પણ તે આ પ્રકારે કહેવા લાગ્યો કે હે આયુષ્યમનું કાશ્યપ! તમે અત્યારે ભલે જીવીત બચી ગયા છો. કિંતુ છ મહિનામાં જ પિત્ત જ્વર અને દાહ પીડાથી છવસ્થ અવસ્થામાં જ મરી જશો. પ્રત્યુત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું કે– "હું તો હજુ પણ સોળ વર્ષ સુધી તીર્થકર રૂપે વિચરણ કરીશ, હે ગોશાલક! તું સ્વયં જ પોતાની તેજોલેશ્યાથી પરિતાપિત થઈને સાત દિવસમાં છદ્મસ્થ પણામાં જ મરી જઈશ" આ વાર્તાલાપની શ્રાવસ્તી નગરીમાં ચર્ચા થવા લાગી કે કોષ્ટક ઉદ્યાનમાં બે તીર્થંકર પરસ્પર એક બીજાને કહે છે કે તું "છ મહીનામાં મરી જઈશ" "તું સાત દિવસમાં મરી જઈશ." એમ કહે છે. ગોશાલકનો પરાજય - ભગવાન શ્રમણોને સંબોધિત કરતાં કહ્યું– હવે ગોશાલક નિસ્તેજ થઈ ચૂક્યો છે. એની તેજો શક્તિ સમાપ્ત થઈ ચૂકી છે. હવે એની સાથે ધાર્મિક ચર્ચા પ્રશ્નોત્તર સારણા વારણા પ્રેરણા વગેરે કરી શકો છો અને એને નિરસ્ત કરી શકો છો. શ્રમણોએ ભગવાનની આજ્ઞા મેળવી ભગવાનને વંદન નમસ્કાર કરીને એમ જ કર્યું. બધા પ્રકારથી ગોશાલક નિરુત્તર જ રહ્યો અને પ્રચંડ ગુસ્સો કરીને પણ શ્રમણોને જરાપણ બાધા, પીડા પહોંચાડવા માટે સમર્થ ન થઈ શક્યો. એવું જોઈને કેટલાય આજીવિક સ્થવિર શ્રમણ ગોશાલકને છોડીને ભગવાનની સેવામાં વંદન નમસ્કાર કરીને ત્યાં રહી ગયા. ગોશાલકની દુર્દશા - ગોશાલક જે પ્રયોજનથી આવ્યો હતો તે સિદ્ધ ન થઈ શક્યું. તે હારી ગયો, શરમિંદો થઈને નિશ્વાસ નાખીને પસ્તાવા લાગ્યો કે હા હા ! અહો હું માર્યો ગયો. આ પ્રકારે “જેવી કરણી તેવી ભરણીની” ઉક્તિ પ્રમાણે તે શારીરિક માનસિક પ્રચંડ વેદનાથી સ્વતઃ દુઃખી થયો અને કોષ્ટક ઉદ્યાનથી નીકળીને અવશેષ સંઘની સાથે પોતાના આવાસ સ્થાનમાં પહોંચ્યો. એટલું થયા પછી પણ એણે મિથ્થામતિનો ત્યાગ ન કર્યો, કેટલા ય ઢોંગ અને અસત્ય કલ્પનાઓ, પ્રરુપણાનો ત્યાગ ન કર્યો. પરંતુ તે ઢોંગ અને પ્રવૃતિઓના દોષો ને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. તે દિવસભર (૧) કેરી ચૂસતો, મધ પીતો (૨) વારંવાર ગાતો, (૩) વારંવાર નાચતો (૪) વારંવાર હાલાહલી કુંભારણને પ્રણામ કરતો હતો. દાહ શાંતિ માટે માટી મિશ્રિત શીતળ જળથી નિરંતર શરીરનું સિંચન કરતો હતો. પોતાની આ દુર્દશાને પણ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy