SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 2 આગમસાર- ઉતરાર્ધ 152 શતક-૧૧ : ઉદ્દેશક-૧ આ ઉદ્દેશકનું નામ "ઉત્પલ ઉદ્દેશક" સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. આમાં ઉત્પલ કમલ વનસ્પતિના ભાવ(સ્વભાવ) સંબંધી વર્ણન ૩૧ દ્વારોથી કરાયેલ છે. એની સમાન આગળ આઠ ઉદ્દેશક સુધી વર્ણન છે. ઉત્પલ પત્ર વગેરે પ્રત્યેક વનસ્પતિમાં પહેલા એક જીવ ઉત્પન્ન થાય છે. પછી એની નિશ્રામાં અનેક જીવ ઉત્પન્ન થતા રહે છે. અહીં ૩૧ દ્વારોના વર્ણનની સાથે એક વચન, બહુવચનની અપેક્ષા કોઈ કારોમાં ભંગ પણ કહેવાયેલ છે. એની વિધિ એ છે કે પૂછાયેલ બોલોમાં એક બોલ પ્રાપ્ત થાય તો એના એક વચન અને બહુવચનના એ બે ભંગ હોય છે. બે બોલ પ્રાપ્ત થાય તો અસંયોગી ૪, દ્વિ સંયોગી ૪, એમ ૮ ભંગ હોય છે. ત્રણ બોલ પ્રાપ્ત થાય તો ૨૬ ભંગ (૬+ ૧૨ + ૮) હોય છે અને ૪ બોલ પ્રાપ્ત થાય તો ૮૦ ભંગ (૮+ ૨૪+ ૩૨ + ૧૬) હોય છે. આ ૮-૨૬-૮૦ ભંગોની ભંગ બનાવવાની વિધિ પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૬માં બતાવાઈ છે. ઉત્પલના દ્વાર વર્ણન :૧ | આગતિ | ત્રણ ગતિથી (૧ નરક ગતિ છોડીને). ૨ | ઉત્પાત | એક સમયમાં ૧-૨-૩ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે. પરિમાણ | અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી ના સમય તુલ્ય અસંખ્યાતા હોય છે. અવગાહના | ઉત્કૃષ્ટ ૧૦00 યોજન સાધિક હોય છે. | બંધ સાત કર્મોના બંધ હોય છે. અબંધ નથી હોતા. ભંગ ૨-૨ અને આય કર્મના બંધ-અબંધ બંને હોય છે. ભંગ-૮ વેદના | | શાતા-અશાતા બંને વેદના હોય છે. બંગ-૮ | ઉદય આઠ કર્મોનો ઉદય થાય છે. અનુદય નહીં. ભંગ ૨-૨ | ઉદીરણા ૬ કર્મોના ઉદીરક હોય છે. અનુદીરક નહીં . ભંગ ૨-૨, આયુ અને વેદનીય કર્મના ઉદીરક અનુદીરક બંને હોય છે. | ૯ | લેયા કષ્ણ આદિ ચાર વેશ્યા હોય છે. બંગ-૮૦ ૧૦ | દષ્ટિ | એક મિથ્યાદષ્ટિ, ભંગ-૨ એક મિથ્યાદાષ્ટ, ભગ-૨ ૧૧ | જ્ઞાન અજ્ઞાની છે, જ્ઞાની નહીં. ભંગ-૨ ૧૨ | યોગ કાય યોગી છે. ભંગ-૨ | ૧૩ | ઉપયોગ | બંને. ભંગ-૮ ૧૪ | વર્ણાદિ | ૨૦ બોલ પામે. મંગ-૨-૨, શરીરની અપેક્ષા. ૧૫ | ઉચ્છવાસ | ત્રણ બોલ પામે, (૧) ઉચ્છવાસક (૨) નિશ્વાસક (૩) નોઉશ્વાસક નોનિશ્વાસક. ભંગ ૨૬ હોય છે. ૧૬ | આહાર | આહારક અનાહારક બને. મંગ-૮ | ૧૭ | વિરત અવિરત હોય છે. મંગ-૨ ૧૮ | ક્રિયા સક્રિયા હોય છે, અક્રિયા નહીં. ભંગ-૨ ૧૯ બંધક સપ્ત વિધ બંધક અને અષ્ટ વિધ બંધક બને. મંગ-૮ સંજ્ઞા ચાર હોય છે. ભંગ-૮૦ | કષાય ચાર હોય છે. મંગ-૮૦ ૨૨ | વેદ | એક નપુંસક. ભગ-૨ ૨૩ | વેદ–બંધક | ત્રણે વેદ બંધક, ભંગ-૨૬ ૨૪ | સન્ની કેવળ અસન્નિ છે. મંગ-૨ ૨૫ | ઇન્દ્રિય | સઇન્દ્રિય છે, અનિષ્ક્રિય નથી. ભંગ-૨ | ૨૬ | કાયસ્થિતિ | ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. ૨૭ | કાલા દેશ | ચાર સ્થાવરની સાથે ઉત્કૃષ્ટ અસંખ્યભવ,અસંખ્યકાળ. વનસ્પતિની સાથે ઉત્કૃષ્ટ અનંત ભવ,અનંતકાળ. વકસેન્દ્રિયની સાથે ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ, સંખ્યાનાકાળ. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની સાથે ઉત્કૃષ્ટ ૮ ભવ, ચાર કરોડ પૂર્વ ચાલીસ હજાર વર્ષ. ૨૮ | આહાર | ૨૮૮ પ્રકારના ૬ દિશાથી. | ૨૯ | સ્થિતિ | જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ. | ૩૦ | સમુદ્યાત | ત્રણ ક્રમશઃ. મંગ-૨૬ ૩૧ | મરણ | સમવહત અસમવહત બને. મંગ-૮ | ૩ર | ગતિ તિર્યચ, મનુષ્ય બે ગતિમાં જાય. ૩૩ | સર્વજીવ | બધા જીવ ઉત્પલ કમલના બધા વિભાગોમાં અનેક અથવા અનંત વાર ઉત્પન્ન પૂર્વ છે. ઉદ્દેશક: ૨-૮ ૨, સાલુક ૩, પલાસ ૪, કુંભીક ૫, નાલિક ૬, પદ્મ ૭, કર્ણિકા ૮, નલિન- કમલ. આ વનસ્પતિઓના વર્ણન પ્રત્યેક ઉદ્દેશકમાં છે. આમાં પ્રાયઃ વર્ણન સમાન છે. થોડોક તફાવત છે તે આ પ્રમાણે છે. (૧) અવગાહના - સાલુકમાં અનેક ધનુષ, પલાસમાં અનેક કોશ. શેષ ૬ માં ૧000 યોજન સાધિક.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy