SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 146 ઉદ્દેશક: ૩૨ ગાંગેય અણગાર : નરક પ્રવેશનક ભંગ: સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી વિચરણ કરતાં એકદા વાણિજ્ય ગ્રામ નામના નગરમાં પધાર્યા. કોઈ દિવસ વ્યાખ્યાન ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનના પરંપરાનુવર્તી શ્રમણ ગાંગેય અણગાર પ્રભુ મહાવીર પાસે તે દ્યુતિપલાસ ઉદ્યાનમાં આવ્યા. એમને ચોવીસમાં તીર્થંકરના શાસનમાં ભળવાન હતા. પરંત તે સમયે ગોશાલક અને મહાવીર આ બંને તીર્થકર રૂપે બહચર્ચિત હતા. માટે “સાચા તીર્થકર કોણ છે એ વાતનો નિર્ણય કરવાના હેતુથી વંદન નમસ્કાર રૂપ શિષ્ટાચાર પણ કર્યા વિના તે પ્રશ્ન પૂછવા લાગ્યા. તેમના પહેલા પ્રશ્નનો ઉત્તર હતો- જીવ સાંતર નિરંતર બંને રીતે ઉત્પન્ન થાય છે.(પૃથ્વીકાયીક આદિ સ્થાવર જીવો નિરંતર જ ઉતપન્ન થાય છે અને નિરંતર જ ઉદસ્તે છે–મરે છે.) તેમનો બીજો પ્રશ્ન એમ હતો કે એક, બે કે ત્રણ સંખ્યામાં જીવ નરકમાં ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય? આ રીતે તેમણે એક પછી એક કરતાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય, એવા પ્રશ્નો પરીક્ષણ માટે ઊભા કર્યા. સર્વજ્ઞ પ્રભુએ તેના શાંતિથી અને તે જ સમયે જવાબ આપ્યા, તે આ પ્રમાણે છે એક જીવ- નરકમાં જાય તો સાત ભંગ હોઈ શકે છે. પહેલીમાં જાય કે બીજીમાં જાય યાવત્ સાતમીમાં જાય બે જીવ- નરકમાં જાય તો ૨૮ ભંગ હોઈ શકે છે. અસંયોગી સાત ભંગ ઉપર પ્રમાણે અર્થાત્ બંને પહેલીમાં, બંને બીજીમાં અથવા બંને સાતમીમાં. બે સંયોગી ૨૧ ભંગ - એક પહેલીમાં એક બીજીમાં, એમ યાવત્ એક પહેલીમાં એક સાતમીમાં, આ (છ) ભંગ પહેલી નરક કાયમ રાખવાથી બને. પછી પહેલીને છોડીને બીજીને કાયમ રાખવાથી પાંચ, ત્રીજીને કાયમ રાખવાથી ચાર, ચોથીને કાયમ રાખવાથી ત્રણ, પાંચમીને કાયમ રાખવાથી બે અને છઠ્ઠી–સાતમી થી એક ભંગ.એમ કલ ૬૫+૪+૩+૨+૧ ઊ ૨૧ ભંગ થાય છે ત્રણ જીવ- નરકમાં જાય તો ૮૪ ભંગ હોઈ શકે છે. અસંયોગી સાત, દ્વિસંયોગી ૪૨. (એક જીવ વધવાથી ૨૧+૨૧ થયા) ત્રણ સંયોગી ૩૫ ભંગ – એક પહેલીમાં એક બીજીમાં એક ત્રીજીમાં, એમ એક પહેલીમાં એક બીજીમાં વાવત એક સાતમીમાં, આ પાંચ ભંગ પહેલી બીજી ને કાયમ રાખવાથી બને છે. એવી રીતે પહેલી–ત્રીજીને કાયમ રાખવાથી ૪(ચાર), પહેલી-ચોથી ને કાયમ રાખવાથી ૩(ત્રણ), પહેલી–પાંચમીને કાયમ રાખવાથી ૨(બે) અને પહેલી-છઠ્ઠી–સાતમી થી એક ભંગ બન્યા. એમ કુલ ૩+૨+૧ ઊ ૧૫ ભંગ પહેલી ને કાયમ રાખવાથી બન્યા. પહેલીને છોડીને બીજીને કાયમ રાખવાથી ૪+૩+૨+૧ ઊ ૧૦ ભંગ બને છે. બીજીને છોડીને ત્રીજીને કાયમ રાખવાથી ૩+૨+૧ ઉ ૬ ભંગ બને. ચોથીને કાયમ રાખવાથી ૨+૧ ઊ ૩ ભંગ બને અને પાંચમી છઠ્ઠી સાતમી નરકથી ૧ ભંગ થાય છે. એમ કુલ ૧૫+ ૧૦++૩+૧ ઊ ૩૫ ભંગ થાય છે. આ પ્રકારથી બે સંયોગી. અને ત્રણ સંયોગીના ભંગ બનાવીને બતાવ્યા છે. આ વિધીથી આગળ ભંગ સમજી લેવા જોઇએ (૧) છઠ્ઠા શતકના ચોથા ઉદ્દેશકને 'શબ્દ ઉદ્દેશક સંજ્ઞાથી કહી અહીં કેવલ– જ્ઞાનના વિષયની ભલામણ આપી છે. લોક સ્વરૂપ માટે પાંચમાં શતકની ભલામણ આપી છે. (૨) નૈરયિક વગેરે સ્વતઃ (પોતેજ) જન્મે છે, મરે છે. ભગવાન પણ સર્વજ્ઞ હોવાથી પોતે જ જાણતા–જોતા હોય છે; પરતઃ(બીજા વડે) અથવા સાંભળીને નહીં. પરંતુ તેઓ વગર સાંભળીને પણ સંપૂર્ણ પરિમિત–અપરિમિત વસ્તુ તત્ત્વને જાણે છે. (૩) આ ઉપરના બધા પ્રશ્નોત્તરો દ્વારા અને ભંગ કાળોના સમાધાન દ્વારા ગાંગેય અણગારે(પાર્શ્વનાથ તીર્થકરના શાસનવર્તી શ્રમણે) ભગવાન મહાવીર સર્વજ્ઞ હોવાનો વિશ્વાસ કર્યો પછી શ્રદ્ધા-ભક્તિની સાથે વંદન નમસ્કાર કરી ભગવાન પાસે પાંચ મહાવ્રત ધર્મ સ્વીકાર કર્યો. (૪) આ રીતે અવિશ્વાસ અને પરીક્ષણનું કારણ એ બની ગયું કે ગોશાલક પણ એ સમયે ૨૪મો તીર્થકર મનાતો હતો. એણે પણ દેવસહયોગથી બાહ્ય દેખાવ તીર્થકર સમાન બનાવ્યો હતો અને નિમિત્ત જ્ઞાનથી ભૂત-ભવિષ્યની વાતો પણ કહેતો હતો. (૫) પરીક્ષા કરવાની ઇચ્છા ધરાવનાર સાધક કોઈ ને કોઈ પ્રકારે માર્ગ કાઢી જ લે છે. તત્ત્વજ્ઞાન સંબંધી પ્રશ્નોના ઉત્તર, નિમિત્તજ્ઞાન અને દેવસહાયથી નથી આપી શકાતા ત્યાં તો પોતાના જ્ઞાનથી હાજર જવાબ દેવાનો હોય છે. સાચા સર્વશને આવા ઉત્તર આપવામાં જરા પણ ગડમથલ થતી નથી અને નકલી સર્વજ્ઞ બનેલાઓ આવા ભંગ જાળમાં અટકયા વિના તુરંત જવાબ દેવામાં સમર્થ હોતા નથી. ગાંગેય અણગારે તે જ ભવમાં મોક્ષ મેળવીને બધા જ દુઃખોનો અંત કર્યો. ઉદ્દેશકઃ ૩૩ ભગવાન મહાવીરના માતા-પિતા :રાણી ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ભગવાન મહાવીરના પ્રસિદ્ધ માતા-પિતા હતા. પરંતુ દસમાં દેવલોકથી આવીને ભગવાન પહેલા દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં ૮૩ દિવસ રહ્યા હતા. આ અપેક્ષાએ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી પણ ભગવાનના માતા-પિતા હતા. એકવાર વિહાર કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુંડગ્રામ' નામના નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પણ દર્શન કરવા માટે સમય સરણમાં આવ્યા હતા. દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીર સ્વામીને અનિમેષ દષ્ટિથી જોવા લાગ્યા. જોતાં-જોતાં જ એના બધા અંગ ખીલી ઉઠયા, તે અત્યંત હર્ષ પામ્યા. ગૌતમ સ્વામીએ આ બધું પ્રત્યક્ષ જોયું અને ભગવાનને એનું કારણ પૂછ્યું. જવાબમાં ભગવાને પૂર્વની વાત. કરીને પોતાની માતા હોવાનો પરિચય આપ્યો. ત્યારપછી આવેલ બધા લોકોને ભગવાને ઉપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદા ઉપદેશ સાંભળીને વિરક્ત થઈ ગયા, ત્યાં જ દીક્ષિત થઈ ગયાં. તેમણે બંનેએ ઘણાં વર્ષ સંયમ પાલન કર્યું, અગિયાર અંગ શાસ્ત્રનું અધ્યયન કર્યું અને એક મહિનાનો સંથારો કરીને એજ ભવમાં સંપૂર્ણ કર્મ ક્ષય કરી બધા દુઃખોનો અંત આણ્યો.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy