SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 140 જોગાનુજોગ ગૌતમસ્વામી પારણા પ્રસંગે ગૌચરી માટે એ તરફ નીકળ્યા. માર્ગમાં ચાલતાં ગૌતમસ્વામીની નજીક આવીને તેમણે પોતાનાં પ્રશ્ન પૂછયાં. ગૌતમસ્વામીએ કહ્યું કે અમે અસ્તિભાવને જ અસ્તિભાવ કહીએ છીએ. નાસ્તિભાવને જ નાસ્તિભાવ કહીએ છીએ. એનાથી વિપરીત અમે કહેતા નથી. માટે આપ આપનાં જ્ઞાનથી વિચાર કરો. કાલોદાયી નામના સન્યાસી, સ્કંધક સન્યાસીની જેમ જ પોતે ભગવાનની પાસે આવ્યા. પ્રભુએ સ્વયં તેમની શંકાને રજૂ કરી સમાધાન કર્યું. તેમાં રૂપી, અરૂપી, જીવ, અજીવ, અસ્તિકાયોનું સ્પષ્ટીકરણ કર્યું. ત્યારબાદ તેણે પ્રતિપ્રશ્ન પૂછયા. ભગવાને ઉત્તરમાં કહ્યું કે ધર્માસ્તિકાય આદિ ચાર પર કોઈ બેસવા, સૂવા, આદિની ક્રિયા કરી શકતા નથી. કેવલ પગલાસ્તિકાય પર આ બધી ક્રિયાઓ કરી શકાય છે, કેમ કે તે રૂપી છે. હિંસારૂપ પાપ કર્મ જીવને જીવથી થાય છે, અજીવથી નહીં. કાલોદાયી બોધ પામતાં ત્યાં જ (પ્રભુ પાસે) સંયમ સ્વીકારી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. બાકી સંયમ આરાધનાનું વર્ણન કાલક્ષ્યવેસિક પુત્ર અણગારનાં સમાન છે. પાપકર્મ કરવા સમયે સુખકર લાગે છે. પરિણામમાં દુઃખકર અને અશુભ- રૂપ હોય છે. ધર્માચરણ કરવું કષ્ટપ્રદ હોય છે. પરંતુ તેનું પરિણામ સંદર અને સુખદ હોય છે. અગ્નિ બાળવાથી પૃથ્વીકાય આદિ પાંચનો અધિક આરંભ થાય છે. અગ્નિકાયનો અલ્પ આરંભ થાય છે. અગ્નિકાયને બુજાવવાથી અગ્નિકાયનો અધિક આરંભ થાય છે અને શેષકાયનો અલ્પ આરંભ થાય છે. તેજોલેશ્યાથી છૂટેલ પુગલ અચેત હોય છે અને તે પ્રકાશિત પણ હોય છે. | શતક ૭/૧૦ સંપૂર્ણ . શતક-૮: ઉદ્દેશક-૧ ત્રણ પ્રકારના પુદ્ગલ હોય છે– (૧) પ્રયોગ પરિણત-જીવના પ્રયત્નથી પરિણમનને પ્રાપ્ત (૨) મિશ્ર પરિણત-ભૂતકાલીન જીવનો પ્રયોગ પણ હોય અને અન્ય પરિણમન પણ હોય જેમ કે મૃત ક્લેવર આદિ (૩) વિશ્રસા પરિણમન-જીવનો પ્રયોગ ન હોય પરંતુ સ્વાભાવિક પુદગલ પરિણમન થાય. પ્રયોગ પરિણત – (૧) જીવના જેટલા પણ ભેદ પ્રભેદ હોય છે. એટલા પ્રયોગ પરિણત પુદ્ગલ હોય છે. (૨) તે બધા ભેદોનાં પર્યાપ્ત–અપર્યાપ્ત (૩) તે ભેદ– વાળા જીવોનાં શરીર (૪) તે જીવોની ઈન્દ્રિયો (૫) શરીરોની ઈન્દ્રિયો (૬) જીવોના ભેદોમાં વર્ણાદિ ૨૫ બોલ (૭) જીવોના શરીરોમાં વર્ણાદિ ૨૫ બોલ (૮) જીવોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ (૯) શરીરોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ. આ બધામાં પણ પ્રયોગ પરિણત પુદ્ગલ છે. મિશ્ર પરિણત - જીવ દ્વારા છોડેલા પુલ જ્યાં સુધી પૂર્ણ વિશ્રસા પરિણામને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મિશ્ર પરિણત છે. માટે જેટલા પ્રકાર પ્રયોગ પરિણતના છે, તેટલાજ મિશ્ર પરિણતના છે. વિશ્રસા પરિણત - જીવના પ્રયોગ વિના સ્વાભાવિક પરિણત સ્કંધ વિશ્રસા પરિણત કહેવાય છે. વર્ષાદિના ભેદથી તેના ૨૫ ભેદ છે અને વિસ્તૃત ભેદ ૫૩૦ છે. પંદર યોગ અને તેના સરંભ, સમારંભ, અસરંભ, અસમારંભ અનારંભની અપેક્ષાએ પણ પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણતના ભેદ થાય છે. સર્વથી અલ્પ પ્રયોગ પરિણત યુગલ, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલ અનંત ગુણા, તેનાથી વિશ્રસા પરિણત પુદ્ગલ અનંત ગુણા. ઉદ્દેશક: ૨ (૧) આશીવિષ બે પ્રકારના છે. (૧) જાતિ આશીવિષ અને (ર) કર્મ આશીવિષ જાતિ આશીવિષનાં ૪ પ્રકાર છે. (૧) વીંછી (૨) દેડકુ (૩) સર્પ (૪) મનુષ્ય. આ વિષ તેમની દાઢ(દાંતો)માં હોય છે. કર્મ આશીવિષ :- મનષ્ય તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તમાં લબ્ધિની અપેક્ષાએ હોય છે. આ લબ્ધિવાળા કાળ કરીને આઠમા દેવલોક સુધી જઈ શકે છે, જેથી આઠમા દેવલોક સુધીના અપર્યાપ્તમાં કર્મ આશીવિષ થઈ શકે છે. અન્ય દેવોમાં, નારકીમાં અને પંચેન્દ્રિય સિવાય ત્રણ સ્થાવર તિર્યંચમાં કર્મ આશીવિષ હોતું નથી. વીંછીના વિષનું સામર્થ્ય અર્ધ ભરત પ્રમાણ છે, દેડકાનું પૂર્ણ ભરત પ્રમાણ છે, સર્પનું જંબુદ્વીપ પ્રમાણ અને મનુષ્યનું અઢીદ્વિીપ પ્રમાણ વિષ હોય છે. અર્થાત્ આટલા વિશાલ પુદ્ગલ સ્કંધને પ્રભાવિત કરવાનું ઉત્કૃષ્ટતમ સામર્થ્ય હોય છે. (૨) છદ્મસ્થ વ્યક્તિ દશ સ્થાનોને પૂર્ણરૂપે જાણી જોઈ શકે નહીં. જેમ કે- (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ કેવલી બનશે (૧૦) આ મુક્ત થશે. આ દશેયને કેવલી ભગવાન પૂર્ણરૂપે જોઈ-જાણી શકે છે. જ્ઞાન અજ્ઞાન વર્ણનઃ જ્ઞાન લબ્ધિ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું વર્ણન નંદીસૂત્ર અનુસાર છે. વિર્ભાગજ્ઞાન વિભિન્ન આકારવાળા હોય છે. જેમ કે– ગ્રામ, નગર, વૃક્ષ, પર્વત, ક્ષેત્ર, સૂપ, હાથી, ઘોડા, મનુષ્ય, બળદ, પશુ, પક્ષી, દેવતા, વાંદરા આદિ કોઈ પણ આકારના હોઈ શકે છે. તે કોઈ પણ ક્ષેત્ર, ઘર,ઘરનો અંશ, અન્ય વસ્તુનો અંશ માત્ર હોઈ શકે છે. જીવોમાં ૨,૩,૪ અને એક જ્ઞાન હોઈ શકે છે અને બે અથવા ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. જઘન્ય મતિ શ્રુત જ્ઞાન યા મતિધૃત અજ્ઞાન બે અવશ્ય હોય છે. અવધિ મન:પર્યવ અને વિર્ભાગજ્ઞાન વિકલ્પથી હોય છે. ત્યારે ૩ અથવા ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન હોય છે. અને જ્યારે કેવલજ્ઞાન હોય છે ત્યારે અન્ય ૪ જ્ઞાન રહેતા નથી. માટે એક જ્ઞાન જ હોય છે. જ્ઞાનની કાયસ્થિતિ, અંતર, અલ્પબદુત્વનું વર્ણન જીવાભિગમસૂત્ર માં છે. પર્યવની અપેક્ષા અલ્પ બહુ :- (૧) બધાથી અલ્પ મન:પર્યવજ્ઞાનનાં (૨) અવધિજ્ઞાનનાં અનંતગુણા (૩) શ્રુતજ્ઞાનનાં અનંતગુણા (૪) મતિજ્ઞાનનાં અનંતગુણા (૫) કેવલ જ્ઞાનનાં અનંતગુણા. (૧) બધાથી અલ્પ પર્યવ વિર્ભાગજ્ઞાનનાં (૨) શ્રુતજ્ઞાનનાં અનંતગુણા (૩) મતિઅજ્ઞાનનાં અનંતગુણા
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy