SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 138 પ્રાણીઓને દુઃખ દેવાથી, પરિતાપ પહોંચાડવાથી દુઃખ મળે છે અને તેની અનુકંપા કરવાથી, રક્ષા કરવાથી, દુઃખ ન દેવાથી સુખ મળે છે. (૪) છઠ્ઠો આરો : દુષમા—દુષમકાલ :– આ પાંચમા આરા પછી છઠ્ઠો આરો આવશે. તે કાળ મનુષ્ય પશુ પક્ષીઓના માટે દુઃખકારક–હાહાકાર શબ્દથી વ્યાપ્ત હશે. આ આરાનાં પ્રારંભમાં ધૂળસહિત ભયંકર આંધી આવશે, પછી સંવર્તક હવા ચાલશે, અરસવિરસ, અગ્નિ, વિજળીવાળો વરસાદ થશે. જીવ-જંતુ, વનસ્પતિ, મનુષ્ય, પશુ, પક્ષી, પર્વત, નગર, નદી, બધાં નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. ફક્ત ગંગા—સિંધુનદી, વૈતાઢય પર્વત રહેશે. તે વૈતાઢય પર્વતમાં ગુફારૂપમાં ૭૨ બિલ બંન્ને નદીઓનાં કિનારે છે. તેમાં કેટલાક મનુષ્ય તિર્યંચ રહેશે. બન્ને નદીઓનો જલ પ્રદેશ રથના પૈડા જેટલો હશે અને રથની ધરી પ્રમાણ પાણી ઊંડુ હશે. જેમાં બહુ મચ્છ—કચ્છ હશે. તે સમયે મનુષ્ય દીન—હીન કાળાને કુરૂપ હશે. ઉત્કૃષ્ટ એક હાથનું શરીર પ્રમાણ હશે. અને વધારેમાં વધારે ૨૦ વર્ષની ઉંમર હશે. તે સમયે વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ, સંઘયણ, સંઠાણ બધાં અશુભ હશે. તે મનુષ્ય બહુ રોગી, ક્રોધી, માની, માયાવી, લોભી હશે. સવારે ને સાંજે બિલમાંથી બહાર નીકળશે અને મચ્છ–કચ્છને પકડીને જમીનમાં દાટી દેશે. સવારે દાટેલાને(સૂર્યનાં તાપથી ગરમ થયેલ રેતીમાંથી) સાંજના કાઢીને ખાશે અને સાંજના દાટેલાને સવારના કાઢીને ખાશે. સૂર્ય બહુ તપશે અને ચન્દ્રમાં અત્યંત શીતલ હશે. જેનાથી દાટેલા મચ્છ-કચ્છ આદિ પાકી જશે. તે સમયે અગ્નિ નહીં હોય. વ્રત પચ્ચક્ખાણ રહિત તે મનુષ્ય માંસાહારી સંકિલષ્ટ પરિણામી હશે અને મરીને પ્રાયઃ નરક તિર્યંચ ગતિમાં જશે. આ આરો ૨૧ હજાર વર્ષનો હશે. મનુષ્યનો વધ્યો—ઘટયો આહાર, હાડકા, માંસ, ચર્મઆદિ પશુ-પક્ષી ખાઈને રહેશે તે પણ પ્રાયઃ મરીને નરક તિર્યંચમાં જશે. ઉદ્દેશકઃ ૭ (૧) સંવૃત અણગાર– પ્રત્યેક પ્રવૃત્તિઓ ચાલવા—બેસવા આદિ યતનાથી કરનારા અણગાર અને પૂર્ણ રીતે ભગવાનની આજ્ઞા અનુસાર સંયમ આરાધના કરનારા અણગાર ક્રોધ, માન, માયા, લોભનો વિચ્છેદ કરે છે, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. (૨) કામ – વિકારભાવ, ભોગ – વિષય, કામભોગ – વિષયવિકાર આ પ્રચલિત અર્થ છે. આગમમાં કાન અને આંખના વિષય શબ્દ અને રૂપને કામ કહેલ છે. નાક, જીભ અને શરીરના વિષયરૂપ ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેલ છે. કામથી કેવલ ઈચ્છા–મનની તૃપ્તિ થાય છે. ભોગથી શરીરની પણ તૃપ્તિ થાય છે. કામ–ભોગના પદાર્થ સચિત્ત અચિત્ત બન્ને પ્રકારના હોય છે. પરંતુ કામ– ભોગ જીવોને જ હોય છે. અજીવોને નથી હોતા. ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય કામી–ભોગી બન્ને હોય છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય કેવલ ભોગી જ હોય છે. જેથી કામી–ભોગી બધાથી અલ્પ છે, નો કામી નોભોગી અનંતગુણા છે, તેનાથી ભોગી અનંતગુણા છે. (૩) શક્તિ હોવા છતાંય કામ–ભોગનો ત્યાગ કરવાથી મહાનિર્જરા થાય છે અથવા કર્મોનો અંત આવે છે. જેથી જીવ દેવલોકમાં અથવા મોક્ષમાં જાય છે. (૪) અસન્ની જીવ ઇચ્છા અને જ્ઞાનના અભાવમાં વેદના વેઢે છે અને કોઈ સન્ની ઇચ્છા અને જ્ઞાન હોવા છતાં પણ સાધનોની પ્રાપ્તિ ન થવાથી અનિચ્છાપૂર્વક અકામ વેદના વેઠે છે. ઇચ્છિત સુખ ભોગવી શક્તા નથી. ઉદ્દેશક ઃ ૮ (૧) કીડી અને હાથીમાં આત્મા સમાન હોય છે. વિશેષ જાણકારી માટે જુઓ– રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ . (૨) કરેલ પાપકર્મ બધાં જીવો માટે દુ:ખદ છે. તેનો ક્ષય થવાથી જ દુઃખનો અંત અને સુખની પ્રાપ્તિ થાય છે. (૩) સંજ્ઞાઓ દશ છે : આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞા. (૪) નરકમાં દસ પ્રકારની વેદના હોય છે. (૧) ઠંડી (૨) ગરમી (૩) ભૂખ (૪) તરસ (૫) ચર–ખંજવાળ (૬) પરાધીનતા (૭) જ્વર(તાવ) (૮) દાહ(બળતરા) (૯) ભય (૧૦) શોક. (૫) હાથી અને કુંથુઆને અવ્રતની ક્રિયા સમાન લાગે છે. ઉદ્દેશક : ૯ (૧) મહાશિલા કંટક અને રથમૂસલ સંગ્રામ : કોણિક અને ચેડા રાજાના યુદ્ધનું વર્ણન ઉપાંગ સૂત્રના નિરયાવલિકા વર્ગમાં છે. વિશેષ વર્ણન આ પ્રમાણે છે કોણિક રાજાના ૧૦ ભાઈ યુદ્ધમાં મૃત્યુ પામ્યા, ત્યારે કોણિકે પોતાના પૂર્વ ભવના બે મિત્ર જે વર્તમાનમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર છે, તેનું અમતપની આરાધના કરી સ્મરણ કર્યું. બન્ને દેવેન્દ્ર ઉપસ્થિત થયા. અટ્ટમ માટે યુદ્ધ ત્રણ દિવસ સ્થગિત રાખવામાં આવેલ હતું. ત્યારબાદ શક્રેન્દ્રની સહાયતાથી મહાશિલાકંટક સંગ્રામ થયો. જેમાં કોણિકના સૈનિક ઘાસ, પત્ર, કાષ્ઠ, કાંકરા કાંઈપણ ફેંકે તેનાથી ચેડારાજાની સેના મહાશિલા પડવાનો અનુભવ કરતી હતી. ચેડારાજાના બાણ કોણિકને ન લાગે એટલા માટે શક્રેન્દ્ર પોતે વજ્રમય કવચથી રક્ષા કરી રહેલો હતો. આ યુદ્ધમાં ૮૪ લાખ નો જનસંહાર થયો. ચેડારાજાનો પરાજય થયો. બીજા દિવસે ફરી યુદ્ધ થયું તેનું નામ રથનૂસલ સંગ્રામ હતું. તેમાં એક રથ, ઘોડા અને સારથિ વગરનો અર્થાત્ યાંત્રિક ૨થ ચાલતો હતો. જેની આગળ એક મૂસલ ફરતું હતું, તે જ જનસંહાર કરતું હતું. આ યુદ્ધમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર બન્નેની ઉપસ્થિતિ રહી અર્થાત્ બન્નેની મદદ રહી. આમાં પણ ચેડા– રાજાનો પરાજય થયો. આ યુદ્ધમાં ૯૬ લાખનો જનસંહાર થયો. બન્ને યુદ્ધમાં કુલ એક
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy