SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ jainology I 131 આગમસાર (૫) શક્રેન્દ્રના દૂત સ્થાનીય હરિણગમેષીદેવ સ્ત્રીની યોનિથી ગર્ભનું સંહરણ કરી શકે છે અને અન્ય સ્ત્રીનાં ગર્ભમાં રાખી શકે છે. આ ગર્ભને કાઢવાનું કાર્ય યોનીમાર્ગથી કરે છે. છતાં પણ તે ગર્ભને એવી કુશળતાથી બહાર કાઢી શકે છે કે તે ગર્ભનાં જીવને કષ્ટ વેદન કરવું પડતું નથી. (૬) અતિમુકતક કુમાર શ્રમણે વરસાદના પાણીમાં પાત્રીને તરાવી હતી અને મારી નાવ તરે, મારી નાવ તરે નો અનુભવ બાલસ્વભાવથી કર્યો હતો. નવદીક્ષિતની આવી પરિસ્થિતિ ન થાય એ જવાબદારી પૂર્વ દીક્ષિત તેમજ સ્થવિર શ્રમણોની હોય છે. ભગવાન આ ઘટના પર સ્થવિર શ્રમણોને સૂચન કરે છે કે કુમાર શ્રમણને સાવધાનીપૂર્વક, રુચિપૂર્વક શિક્ષિત કરો અને તેની સાર સંભાળ ગ્લાનિ રહિત ભાવો સાથે કરો પરંતુ અવહેલના નિંદા ન કરો. આ કુમાર શ્રમણ આ ભવમાં જ મોક્ષગામી છે. /વિશેષ વર્ણન માટે જુઓ—અંતગડ સૂત્ર./ (૭) એકવાર બે દેવો ભગવાનની સેવામાં આવ્યા. મનથી વંદન નમસ્કાર કર્યા. મનથી જ પ્રશ્ન પૂછયા અને ભગવાને પણ મનથી જ ઉત્તર આપ્યા. દેવો સંતુષ્ટ થયા; વંદન—નમસ્કાર કરી યથાસ્થાને બેસીને પર્યુપાસના કરવા લાગ્યા . ગૌતમ સ્વામીને જિજ્ઞાસા થઈ કે આ દેવો કયા દેવલોકમાંથી આવ્યા ? ગૌતમ સ્વામી ઊભા થઈને ભગવાનની પાસે જઈને વંદન કરીને પૂછવા માટે ઇચ્છતા હતા. ત્યાં સ્વયં ભગવાને જ સ્પષ્ટીકરણ કર્યું કે હે ગૌતમ ! તમને જે જિજ્ઞાસા થઈ છે, તેનું સમાધાન આ દેવ પોતે જ કરશે. ગૌતમ સ્વામી ફરીથી ભગવાનને વંદન નમસ્કાર કરીને દેવોની નિકટ જવા માટે તત્પર થયા. ત્યારે પોતાની તરફ આવતા ગૌતમ સ્વામીને જોઈને દેવો સ્વયં પ્રસન્ન વદને ગૌતમ સ્વામીની નજીક ગયા અને વંદન–નમસ્કાર કરીને કહ્યું જ “અમે આઠમાં સહસ્ત્રાર નામના દેવલોકના દેવ છીએ. અમે મનથી જ વંદન–નમસ્કાર કરીને પ્રશ્ન પૂછયો અને તેનું સમાધાન પણ મનથી જ પામ્યા અને પર્યુપાસના કરી રહ્યા છીએ. અમારો પ્રશ્ન હતો કે ભગવાનના શાસનમાં ભગવાનના જીવનકાળમાં કેટલા શ્રમણ મોક્ષે જશે ? ઉત્તર મળ્યો કે ૭૦૦ (સાતસો) શ્રમણ આ ભવમાં મોક્ષે જશે. (૮) બધા દેવો અસંયત જ હોય છે. સંયત કે સંયતાસંયત હોતા નથી. પરંતુ વચન વિવેકની દૃષ્ટિથી તેઓને વ્યક્તિગત અસંયત નહીં કહેતાં નોસંયત કહેવાય છે. અસંયત કહેવું નિષ્ઠુરવચન છે. (૯) દેવોની ભાષા અર્ધમાગધી છે. આ ભાષામાં જ તેઓ સ્વાભાવિક રીતે વાર્તાલાપ વગેરે કરે છે. અર્ધમાગધી શબ્દએ રૂઢ નામ છે એનો અર્ધા મગધ દેશની ભાષા, એમ અર્થ ન કરાય. (૧૦) આ જીવ ચરમ શરીરી છે, આ ભવમાં મોક્ષે જશે, એવું તો કેવલી જ જાણી શકે છે, છદ્મસ્થ સ્વતઃ જાણી શકતા નથી. આગમ આદિ પ્રમાણોથી અથવા અનંતર પરંપર સર્વજ્ઞો પાસેથી સાંભળીને જાણી શકે છે. (૧૧) પ્રમાણ ચાર છે. ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમા ૪. આગમ. આના વિશેષ વર્ણન માટે જુઓ અનુયોગ દ્વાર સૂત્ર . (૧૨) ચરમ નિર્જરા પુદ્ગલોને અર્થાત્ કેવલીના મુક્ત થવાના સમયનાં નિર્જરિત કર્મ પુદ્ગલોને કેવલી જાણે છે, જુએ છે. છત્શ જાણતા નથી. (૧૩) કેવલીના જે સ્પષ્ટ પ્રગટ મન વચન પ્રયોગ હોય છે, તેને સમ્યગ્દષ્ટિ દેવ ઉપયોગવંત થઈને જાણી શકે છે. (૧૪) અણુત્તર વિમાનના દેવ પોતાના સ્થાન પરથી જ કેવલી સાથે આલાપ– સંલાપ કરી શકે છે, પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવી શકે છે. તેઓને મનોદ્રવ્ય વર્ગણા લબ્ધિ હોય છે, જેનાંથી કેવલી દ્વારા મનથી અપાયેલા ઉત્તરને ત્યાંજ રહીને જાણી શકે છે. (૧૫) અણુત્તર દેવોનાં મોહકર્મ બહુ જ ઉપશાંત હોય છે. તેથી તેઓ 'ઉપશાંત મોહા' કહેવાય છે. (૧૬) સીમાથી અથવા ઇન્દ્રિયથી. કેવલીનું જ્ઞાન ઇન્દ્રિયજન્ય પણ નથી હોતું અને સીમિત પણ નથી હોતું, પરંતુ કેવળીઓને નિરઆવરણ, ઇન્દ્રિયાતીત, સીમાતીત જ્ઞાન હોય છે. તેથી તેઓ સીમિત અને સીમાતીત સર્વને કેવલજ્ઞાનથી જાણે છે. (૧૭) કેવલીને પણ શરીરની પ્રવૃત્તિ સ્વવશ કે સ્થિરયોગવાળી હોય તેમ જરૂરી નથી. અર્થાત્ જે આકાશ પ્રદેશ ઉપર હાથ રાખ્યો છે, કે શરીરથી બેઠા છે કે ઉભા છે તે ત્યાંથી હટાવીને ફરીથી તે જ સર્વે ય આકાશ પ્રદેશ ઉપર હાથ મૂકવો કે શરીરથી બેસવું કે ઊભા રહેવું એ સંભવ નથી હોતું. ઉદ્દેશક : ૫ (૧) જીવોનાં જે કર્મોનો સ્થિતિઘાત, રસઘાત વગેરે થઈ જાય છે તે અનેવંભૂત કર્મ વેદાય છે અને જે કર્મોનો સ્થિતિઘાત વગેરે નથી થતો તે એવંભૂત(બાંધેલા જેવા જ) વેદાય છે. (૨) કુલકર, ચક્રવતી વગેરેનું વર્ણન સમવાયાંગ સૂત્રમાં છે જુઓ, સારાંશ ઉદ્દેશકઃ ૬ (૧) હિંસા કરીને, ખોટું બોલીને અર્થાત્ સાધુઓ માટે આરંભ–સમારંભ કરીને અને જૂઠ–કપટ કરીને અકલ્પનીય આહાર–પાણી આપવાથી અલ્પ આયુષ્ય પ્રાપ્ત થાય છે. (૨) હિંસા કર્યા વગર, ખોટું બોલ્યા વગર, શુદ્ધ નિર્દોષ આહાર-પાણી શ્રમણ નિગ્રન્થને આપવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. તેમજ તેઓની વંદના ભક્તિ પર્યુપાસના કરી મનોજ્ઞ પ્રીતિકારક આહાર-પાણી આપવાથી શુભ દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. (૩) આનાથી વિપરીત હિંસા, જૂઠનું સેવન કરીને શ્રમણોની અવહેલના, નિંદા, અપમાન વગેરે કરે તેમજ અમનોજ્ઞ, અપ્રીતિકારક આહાર–પાણી આપે તો અશુભ દીર્ઘાયુ ની પ્રાપ્તિ થાય છે. (૪) ખોવાઈ ગયેલી વસ્તુની શોધ કરનાર વ્યક્તિ(ગૃહસ્થ)ને આરંભિકી વગેરે ચાર ક્રિયાઓ લાગે છે. શેષ મિથ્યાત્વ ક્રિયા વિકલ્પથી(ભજનાથી) લાગે છે. ખોવાયેલી વસ્તુ મળી જવાથી બધી ક્રિયાઓ સૂક્ષ્મરૂપે લાગે છે. વેચાણ કરેલી વસ્તુ વેપારી પાસે જ પડી રહે તો તેને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા વિકલ્પથી લાગે છે. ક્રેતા એટલે ખરીદનારને સૂક્ષ્મરૂપે ક્રિયાઓ લાગે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy