SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 129 આગમનસાર વરુણ લોકપાલ:-પોતાના વિમાનવાસી દેવ, નાગકુમાર ઉદધિકુમાર, સ્વનિતકુમાર જાતિના દેવ-દેવી, વરુણ લોકપાલને આધીન હોય છે. મેથી દક્ષિણમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુવૃષ્ટિ, કુવૃષ્ટિ, ઝરણા, તળાવ આદિ અને તેનાથી થનાર જનક્ષય, ધનક્ષય આદિ વરુણ લોકપાલની જાણકારીમાં હોય છે. કર્કોટક, કર્દમક, અંજન, શંખ, પાલક, પુન્દ્ર, પલાશ, મોદ, જય, દધિમુખ– અયંપુલ, કાતરિક આ તેના પુત્ર સ્થાનીય દેવ માનવામાં આવ્યા છે. વરુણ લોકપાલની સ્થિતિ દેશોન(કંઈક ઓછી) બે પલ્યોપમની છે, તેના પુત્ર સ્થાનીય દેવોની એક પલ્યોપમની સ્થિતિ છે. વૈશ્રમણ લોકપાલ –પોતાનાં વિમાનવાસી દેવ, સુવર્ણકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, જાતિના દેવ-દેવી, વાણવ્યંતર દેવ-દેવી આદિ આ વૈશ્રમણ લોકપાલને આધીન હોય છે. મેરુથી દક્ષિણમાં સોનું ચાંદી આદિ અનેક પ્રકારની ખાણો, દાટેલા- રાખેલા ધન, માલિક રહિત ધન, ધનવૃષ્ટિ સોમૈયા આદિની વૃષ્ટિ પુષ્પાદિની વૃષ્ટિ. ગંધમાલા ચૂર્ણ આદિ સુગંધી પદાર્થની વૃષ્ટિ, વસ્ત્ર, ભોજન(પાત્ર) અને ક્ષીર સુકાળ-દુષ્કાળ, સુભિક્ષ–દુર્ભિક્ષ, સસ્તાઈ(મોધવારી) અને નિધાન, સ્મશાન, પર્વત, ગુફા, ભવન આદિમાં રાખેલ ધન, મણિ રત્ન ઇત્યાદિ આ વૈશ્રમણ લોક–પાલની જાણકારીમાં હોય છે. પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલીભદ્ર, સુમનભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્વાન, સર્વજશ, સર્વકામ, સમૃદ્ધિ, અમોધ અસંગ, આ તેમનાં પુત્ર સ્થાનીય દેવ માનવામાં આવ્યા છે. વૈશ્રમણ લોકપાલની સ્થિતિ બે પલ્યોપમની હોય છે. તેના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની હોય છે. ઉદ્દેશક: ૮. અધિપતિ દેવ - અસુરકુમાર આદિ ૧૦ ભવનપતિમાં અને વૈમાનિકનાં ૧૦ સ્થાનોમાં પાંચ-પાંચ અધિપતિ દેવ છે. અર્થાતું. ભવનપતિમાં દક્ષિણ અને ઉત્તરના બે- ઇન્દ્ર અને તેના ચાર–ચાર લોકપાલ એમ ૧૦-૧૦ અધિપતિ દેવ છે. વૈમાનિકમાં દસ ઈન્દ્રોનાં દસ સ્થાન છે. તેમાં એક ઇન્દ્ર અને ચાર લોકપાલ એમ પાંચ-પાંચ અધિપતિ દેવ છે. લોકપાલોના નામ વૈમાનિકમાં એક સરખા છે.– સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ, અસુરકુમાર આદિ દસેના લોકપાલોનાં નામ અલગ અલગ છે. પરંતુ ઉત્તર દક્ષિણમાં નામ સરખા છે અસુરકુમારના લોકપાલ– સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. નાગકુમારના– કાલપાલ, કોલપાલ, શૈલપાલ, શંખપાલ. સુવર્ણકુમારના–ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ. વિધુતકુમારના–પ્રભ, સુપ્રભ, પ્રભકાંત, સુપ્રભકાંત. અગ્નિકુમારના- તેજસ, તેજસસિંહ, તેજકાંત, તેજપ્રભ. દ્વિીપકુમારના– રૂપ, રૂપાંશ, રૂપકાંત, અને રૂપપ્રભ. ઉદધિકુમારના જલ, જલ, જલકાય, જલપ્રભ. દિશાકમારના ત્વરિત ગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ. સિંહવિક્રમગતિ. પવનકુમારના કાલ, મહાકાલ, અંજન, અરિષ્ટ. સ્વનિતકુમારનાં – આવર્ત, વ્યાવર્ત, નંદિકાવર્ત, મહાનંદિકાવર્ત. પિશાચ ભૂત આદિ વ્યંતર દેવોના ઉત્તર અને દક્ષિણવર્તી બે-બે ઈન્દ્ર જ અધિપતિ દેવ હોય છે. જ્યોતિષીમાં બધા દ્વીપ સમુદ્રોના જ્યોતિષિઓના ચન્દ્ર અને સૂર્ય આ બે-બે અધિપતિ દેવ હોય છે. દરેક ચન્દ્ર સૂર્યના પોતાના પરિવાર સ્વતંત્ર હોય છે. વ્યંતર જ્યોતિષમાં લોકપાલ હોતા નથી. ઉદ્દેશક: ૯-૧૦ (૧) જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના ત્રીજા જ્યોતિષી ઉદ્દેશકનું પૂરું વર્ણન અહીં જાણવું. (૨) બધા ઈન્દ્રોની બાહ્ય આવ્યેતર પરિષદનું વર્ણન પણ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ અનુસાર અહીં પણ જાણવું. /શતક ૩/૧૦ સંપૂર્ણ II શતક–૪: ઉદ્દેશક-૧-૮ શક્રેન્દ્રની જેમ ઈશાનેન્દ્રના ચાર લોકપાલ છે. તેના ત્રીજા ચોથા લોક– પાલના ક્રમમાં ફેરફાર છે. આ લોકપાલોનાં વિમાન ઈશાનાવતંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં છે. વિમાન, રાજધાની, આધીન દેવ, કાર્યક્ષેત્ર, પુત્ર સ્થાનીય દેવ આદિ વર્ણન શક્રેન્દ્રના વર્ણન સમાન છે. શક્રેન્દ્રનું વર્ણન મેરુની દક્ષિણ દિશાની અપેક્ષા રાખે છે. ઈશાનેન્દ્રનું વર્ણન મેરુની ઉત્તરદિશા વર્તી બધા વિષયોની અપેક્ષા રાખે છે. આ વિશેષતા સમજવી- અર્થાત્ ઉત્તર દક્ષિણક્ષેત્રના ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી બધા જ દેવ બરાબર બે ભાગમાં વિભાજિત છે. અહીં ચાર ઉદ્દેશક ચાર લોકપાલના છે અને ચાર ઉદ્દેશકમાં તેમની રાજધાનીનું વર્ણન છે. ઉદ્દેશકઃ ૯-૧૦ (૧) પ્રજ્ઞાપના સૂત્રનું સતરમું લેશ્યાપદ છે. તેના ત્રીજા અને ચોથા ઉદ્દેશકનું વર્ણન અહીં જાણવું. || શતક ૪/૧૦ સંપૂર્ણ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy