SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 127 આગમસાર ભગવાન છદ્મસ્થ કાળમાં સુંસમારપુર નગરના અશોક વનખંડ નામના બગીચામાં અશોકવૃક્ષની નીચે પૃથ્વી શિલા પદ્મ પર અક્રમ તપની તપસ્યાથી એક રાત્રિની મહાપ્રતિમા એટલે કે ૧૨મી ભિક્ષુ પડિમા ગ્રહણ કરી ધ્યાનમાં લીન હતા. ચમરેન્દ્ર ભગવાનનું શરણ લઈને જવાનો નિશ્ચય કર્યો. પોતાના શસ્ત્રાગારમાંથી પરિધ નામનું શસ્ત્ર લઈને એકલો જ પોતાના ઉત્પાત પર્વત પર જઈને, વિકુર્વણા કરીને ભગવાનની સમીપ આવ્યો વંદના, નમસ્કાર કર્યા અને "હે ભગવાન! આપનું શરણ હો'' હું ઇન્દ્રની આશાતના કરવા તેની શોભા ભ્રષ્ટ કરવા ઇચ્છું છું. એમ કહીને ત્યાંથી દૂર જઈને વિકરાળ ભયાનક એક લાખ યોજનના રાક્ષસી રૂપની વિકુર્વણા કરી અને ઉછળતો–કૂદતો, સિંહનાદ કરતો, ગર્જના કરતો, જ્યોતિષી વિમાનોને દૂર હટાવતો... તિર્થાલોકથી બહાર નીકળ્યો. પછી ઊંચા લોકમાં અસંખ્ય યોજન ક્ષેત્ર પાર કરીને પ્રથમ દેવલોકની સુધર્મા સભાની પાસે પહોંચી ગયો. એક પગ પદ્મવર વેદિકામાં (પાળીમાં) અને એક પગ સુધર્મા સભામાં રાખી પરિધરત્નથી ઇન્દ્ર કીલને પ્રતાડિત કરતાં (મારતાં) શક્રેન્દ્રને અપ– શબ્દોથી સંબોધિત કરીને કહેવા લાગ્યો કે– આજે હું તને મારીશ અને તમારી અપ્સરાઓને મારા વશમાં કરી લઈશ. શક્રેન્દ્રને અમનોજ્ઞ ન સાંભળી શકાય એવા કઠોર શબ્દો સાંભળીને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો– હે અસુર૨ાજ ! આજે તારું શુભ નથી, ખેર નથી, સુખ નથી, આમ કહીને સિંહાસન પર બેઠા–બેઠા જ પોતાનું વજ્ર(શસ્ત્ર) ઉઠાવી અને હજારો અગ્નિ જ્વાલાઓને છોડતો... જાજલ્યમાન, અગ્નિથી પણ અતિ અધિક તાપ—તેજવાળા, મહાભયાવહ, ભયંકર એવા તે વજને ચમરેન્દ્રના વધને માટે ફેક્યું. તે વજને સામે આવતું જોઈને જ ચમરેન્દ્ર ગભરાઈ ગયો અને ઊંધું માથું કરીને(નીચે માથું ઉપર પગ કરીને) તીવ્ર ગતિથી દોડી અને ભગવાનના બે પગની વચ્ચે ભરાઈ ગયો. શક્રેન્દ્રે ઉપયોગ લગાવીને જાણ્યું કે— તે ચમરેન્દ્ર ભગવાન મહાવીરનું શરણ લઈને આવ્યો છે. આ જાણી શક્રેન્દ્રને બહુ અફસોસ થયો કે ''અરે અકૃત્ય થઈ ગયું" અને તરત પોતાના શસ્ત્રને પકડવા માટે તેની પાછળ ચાલી નીકળ્યા. ભગવાનના માથાથી ચાર અંગુલી દૂર રહેતાં જ તે શસ્ત્રને શક્રેન્દ્રે પકડી લીધું અને ભગવાનને હકીકત કહીને ક્ષમા માંગી. ત્યાર બાદ દૂર જઈને ભૂમિ આસ્ફાલન કરી ચમરેન્દ્રને સંબોધન કરીને કહ્યું– હે ચમર ! આજે હું તને છોડું છું. જા, શ્રમણ મહાવીરના પ્રતાપથી છોડું છું; મારાથી તું નિર્ભય છે; એમ કહીને શક્રેન્દ્ર પોતાનાં સ્થાને ચાલ્યા ગયા. ચમરેન્દ્ર પણ ત્યાંથી નિકળી ભગવાનને વંદન કરી પોતાના સ્થાને ગયો. પોતાના દેવોને સંપૂર્ણ હકીકત કહી સંભળાવી અને ફરી મહાન ઋદ્ધિની સાથે ભગવાનના દર્શન કરવા માટે આવ્યો. વંદના નમસ્કાર કરી કૃતજ્ઞતા પ્રગટ કરી ક્ષમા માંગી અને વારંવાર કીર્તન કરતાં નાટક બતાવીને ચાલ્યો ગયો. ચમરેન્દ્ર ત્યાં એક સાગરોપમની સ્થિતિ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે. વિશેષ જ્ઞાતવ્ય :– બધા ઇન્દ્રાદિ મહર્દિક દેવોનો જન્માભિષેક વિધિ સહિત કરવામાં ઉજવવામાં આવે છે, જે સૂર્યાભ દેવના વર્ણનમાં રાયપ્રશ્નીય સૂત્રમાં કહેવામાં આવેલ છે. પરંતુ ચમરેન્દ્ર અસુરાજનો જન્માભિષેક યથા સમયે થઈ ન શકયો. દેવ દૃષ્ય વસ્ત્ર ઢાંકેલી શય્યામાં જન્મ લેતાં જ દેવદૂષ્ય વસ્ત્ર હટાવી, ઉઠતાં જ તે પરિધ શસ્ત્ર લઈને એકલાજ ચાલ્યા ગયા હતા. પછી ક્યારે જન્માભિષેક થયો તે વર્ણન શાસ્ત્રમાં નથી. (૬) નીચી દિશામાં ચમરેન્દ્રની ગતિ તેજ હોય છે, તેનાથી શક્રેન્દ્રની મંદ હોય છે અને તેનાથી શક્રેન્દ્રના શસ્ત્ર વજ્રની ગતિ મંદ હોય છે. આ કારણે વજ્ર ચમરેન્દ્રને માર્ગમાં ન લાગતાં અને ભગવાનને વજ્ર લાગતાં પહેલાં જ શક્રેન્દ્ર ત્યાં પહોંચી ગયા તેમજ આ કારણે જ શક્રેન્દ્ર ચમરેન્દ્રને માર્ગમાં પકડી ન શક્યો. ચમરેન્દ્રને જેટલો નીચે આવવામાં એક સમય લાગે, તેટલો આવવામાં શક્રેન્દ્રને બે સમય અને વજને ત્રણ સમય લાગે. ઉપર જવાની અપેક્ષાએ શક્રેન્દ્રને એક સમય, વજને બે સમય અને ચમરેન્દ્રને ત્રણ સમય લાગે છે. પોતાની અપેક્ષાએ ચમરેન્દ્ર અને શકેન્દ્રની તિર્થાલોકમાં મધ્યમગતિ હોય છે. ઉપર, નીચે જઘન્ય ઉત્કૃષ્ટ ગતિ હોય છે. (૭) એક બીજાની શક્તિ સામર્થ્યને જોવા, જાણવા કે અજમાવવા માટે અનંતકાલથી કયારેક ચમરેન્દ્ર ઉપર શક્રેન્દ્રની પાસે જાય છે. છૂપી રીતે (ચોરીથી) જવાવાળા દેવ કયારેક-કયારેક જતા હશે. તેની ગણના અચ્છેરામાં થતી નથી અને અહીં પણ કહેવામાં આવ્યું નથી ઉદ્દેશક ઃ ૩ (૧) ક્રિયા પહેલા હોય છે. તનિમિત્તક(તે નિમિત્તની) વેદના પછી હોય છે. (૨) શ્રમણ નિગ્રન્થોને પણ પ્રમાદ અને યોગ નિમિત્તક ક્રિયાઓ હોય છે. (૩) જીવ જ્યાં સુધી હરેફરે છે, સ્પંદન આદિ ક્રિયા કરે છે, અન્યાન્ય ભાવોમાં પરિણમન કરે છે, ત્યાં સુધી મુક્ત થતો નથી. કેમ કે તે ક્રિયાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આશ્રવ છે, બંધ છે. જ્યારે સમાપ્ત થઈ જાય, ત્યારે અક્રિય બનેલ તે જીવ મુક્ત થઈ શકે છે. અગ્નિથી બળતાં ઘાસની જેમ અને ગરમ તવા પર નાશ થયેલા પાણીના ટીપાની જેમ તેના સંચિત કર્મ નાશ થઈ જાય છે. જે પ્રકારે કાણાંવાળી નાવ પાણીમાં ડૂબેલી રહે છે. તે છિદ્રોનેબંધ કરી દેવામાં આવે તો અને પાણી સબમરીનમાંથી બહાર કાઢી નાંખવામાં આવે તેમ—તેમ નાવ(સબમરીન) ઉપર આવે છે અને સંપૂર્ણ પાણી નીકળી જતાં નાવ પાણીથી પૂર્ણ ઉપર આવી જાય છે. તેવી જ રીતે ક્રિયા અને કર્મથી રહિત બનેલ જીવ પણ ઉર્ધ્વ સિદ્ધ અવસ્થામાં પહોંચી જાય છે. સમિતિ ગુપ્તિવાળા શ્રમણ ઉપયોગપૂર્વક સંયમ જીવનની આરાધના કરતાં ક્રમશઃ અક્રિય બની જાય છે. (૪) આ ઉદ્દેશકમાં મંડિત પુત્ર અણગાર(ગણધર)નાં પ્રશ્નોનો સંગ્રહ છે. (૫) પ્રમત્ત સંયત એક જીવનો કાલ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ તે જીવ સદાકાલ શાશ્વત છે. અપ્રમત્ત સંયત એક જીવનો કાલ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ. અનેક જીવની અપેક્ષાએ આઠ ગુણસ્થાનો(૭ થી ૧૪) ની અપેક્ષાએ અને તેરમાં ગુણસ્થાનની મુખ્યતાએ શાશ્વત છે. સંયમ પ્રાપ્તિના પ્રારંભમાં અપ્રમત્ત સંયમ જ પ્રાપ્ત હોય છે. તેથી તેનો જઘન્ય કાળ પણ એક સમય ન થતાં અંતર્મુહૂર્ત જ હોય છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy