SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 123 આગમસાર અન્યતીર્થિક એક સમયમાં બે વેદનું વેદના એક વ્યક્તિને થાય એમ કહે છે. તેમનું આ કહેવું મિથ્યા અને બ્રમપૂર્ણ છે. વિભંગ જ્ઞાનના નિમિત્તે આવા કેટલાય ભ્રમ પ્રચલિત થઈ જાય છે. જિનાનુમત સત્ય કથન ઉપર બતાવવામાં આવેલ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ જાણવા માટે દશાશ્રુત સ્કંધ સૂત્રમાં દશમી દશામાં ૯નિદાનનું વિવેચન જોઈ લેવું. ગર્ભ વિષય:- (૨) વાદળાના રૂપમાં અપકાયના જીવોનું રહેવું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહિના સુધી હોઈ શકે છે અને તેને ઉદકગર્ભ કાળ કહેવાય છે. (૩) તિર્યંચનો ગર્ભકાળ જઘન્ય અંત મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ આઠ વર્ષનો છે. મનુષ્યનો ગર્ભકાળ જઘન્ય અતિમુહૂર્તનો છે, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનો છે. અર્થાત્ અંતમુહૂર્ત પછી ગર્ભમાં રહેલા જીવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને કોઈ આઠ અથવા ૧૨ વર્ષ સુધી પણ ગર્ભમાં જીવિત રહી શકે છે. (૪) એક જીવ ગર્ભમાં મરીને ગર્ભમાં જન્મે તો એવા ગર્ભની કાયસ્થિતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૨૪ વર્ષ સુધી એક જ ગર્ભ સ્થાનમાં જીવ રહી શકે છે. તે જીવ ગર્ભમાં જ્યારે બીજો જન્મ ધારણ કરે ત્યારે ફરી નવું શરીર બનાવે છે. તે મૃત શરીર તો યેન કેન પ્રકારે વિશીર્ણ થઈ જાય છે. ગળી જાય છે. અથવા કાઢી નાંખવામાં આવે છે. (૫) મનુષ્ય અને તિર્યંચની પરિચારણા પછી યોનિ સ્થાન ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી જીવને ઉત્પન્ન થવા યોગ્ય બની રહે છે. અર્થાત્ યોનિમાં મિશ્રિત બનેલ શુક્ર– લોહી(શોણિત) ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી તે રૂપમાં સુરક્ષિત રહી શકે છે. જઘન્ય માધ્યમની અપેક્ષાએ હીનાધિક કોઈ પણ સમય યથાયોગ્ય હોઈ શકે છે. એકાંતે ૧૨ મુહૂર્ત નહીં સમજવા; તે તો ઉત્કૃષ્ટ કાળ કહેવામાં આવેલ છે. (૭) એક જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક લાખ(લાખો) જીવ પુત્ર રૂપમાં જન્મ લઈ શકે છે અર્થાત્ તે લાખો જીવોનો પિતા હોઈ શકે છે. મનુષ્યનાં એક વખતનાં મૈથુન સેવનમાં અનેક લાખ(૨ થી ૯લાખ) ગર્ભજ મનુષ્ય જીવો ઉત્પન્ન થાય છે. જેમાનાં એક કે બે સિવાયનાં તમામ અપર્યાપ્તા કે અલ્પકાળમાં જ મૃત્યુ પામે છે. આ લાખો જીવો મનુષ્યની અશુચીમાં ઉત્પન્ન થતાં અસંજ્ઞિ સમુઠ્ઠીમ મનુષ્ય નહીં, પણ સંાિ ગર્ભજ મનુષ્ય હોય છે. ઘણુંખરું તો તે સર્વજીવોનું મૃત્યુ થાય છે, કયારેક જો તેમાંના એક મનુષ્યનો જન્મ થાય છે, તો તેની સાથે ઉત્પન્ન થયેલા તેના જેવા લાખો સંજ્ઞિ મનુષ્યનું એટલે કે તેના ભાઈ બહેનોનું મૃત્યુ સંકળાયેલું જ હોય છે.] (૮) મૈથન સેવન પણ એક પ્રકારનો મહાન અસંયમ છે. જે આત્માના વિકાર ભાવ રૂપ વિડમ્બના માત્ર છે. તેનાથી અનેક પ્રમાદ અને દોષોની ઉત્પત્તિની પરંપરા વધે છે. આ કારણે આ મૈથુન સેવનને પાપો તથા અધર્મનો મૂળ તથા દોષોનો ભંડાર દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવેલ છે. યથા મૂલમય-મહમ્મસ્ટ, મહાદોસ સમુસ્મય [અબ્રમનાં સેવનથી અનેક પ્રકારનાં રોગોની વૃધ્ધિ થાય છે. જેવા કે કીડનીનાં રોગો, પથરી, હરનીયા,બ્લડ પ્રેશર,પાચનતંત્ર નબળુ પડવું તથા હાર્ટની બીમારીઓ-હાર્ટની નસો સંકોચાઈ જવી કે ચોકઅપ થવી, હાર્ટ પહોળું થવું,નબળું થઇ જવું.] (૯) તુંગિયાપુરી(નગરી)ના શ્રમણોપાસક – તુંગિયા નામની નગરીમાં અનેક આદર્શ શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ત્યાં નિ- વર્તી સ્થવિરશ્રમણ પાંચસો શ્રમણ પરિવાર સાથે પધાર્યા. તે શ્રાવકો સાથે મળીને પર્યુપાસના કરવા ગયા. દર્શન... વંદન કરી ધર્મોપદેશ સાંભળ્યો, પ્રશ્નો પૂછી, સમાધાન પ્રાપ્ત કરી, વિનયભક્તિ કરીને ચાલ્યા ગયા. કેટલાક સમય બાદ તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. ત્યાં ગૌતમ સ્વામી પારણાર્થે ગોચરી માટે નીકળ્યા. લોકો પાસેથી તે નગરમાં ચર્ચા સાંભળવા મળી કે અહીં પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરોને અમુક શ્રાવકોએ એવું પૂછયું અને તેનું સમાધાન શ્રમણોએ આપ્યું. ગૌતમ સ્વામીએ જે કંઈ સાંભળ્યું તે ભગવાનની સેવામાં આવી નિવેદન કરી અને પૂછ્યું કે આવા ઉત્તર સ્થવિર આપી શકે છે? અને એ ઉત્તર તેમના સાચા છે? ભગવાને તે ઘટનાક્રમ અને ઉત્તરોનું સત્ય હોવાનું કથન કર્યું. (૧૦) શ્રમણોપાસકનો પરિચય ગુણ વર્ણન :- તે શ્રમણોપાસક ઋદ્ધિ સમ્પન, દેદિપ્યમાન(યશસ્વી) હતા. બહુધન અને સ્વર્ણ–રજતથી સમ્પન હતા. સંપત્તિના આદાન-પ્રદાનના વ્યવસાયવાળા હતા. પ્રચુર ભોજન તેમના ઘરમાં અવશેષ રહેતું હતું. દાસ દાસી નોકર પશુ ઘનથી પણ સંયુક્ત હતા. જીવ અજીવ પદાર્થોના જ્ઞાતા પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના જ્ઞાનમાં અને તેના હાયની ઇચ્છા કરવાવાળા ન હતા. યક્ષ. રાક્ષસ આદિથી પણ ડરવાવાળા ન હતા. અર્થાત એ દેવો મહાન ઉપદ્રવ કરીને પણ તેમને ધર્મથી ચલાયમાન કરી શકતા ન હતા. તે નિર્ગસ્થ પ્રવચનમાં શંકા, કાંક્ષા, વિડિગિચ્છા આદિથી રહિત હતા. તે નિગ્રંથ પ્રવચનમાં લબ્ધાર્થ, ગ્રહિતાર્થ, પૃચ્છિતાર્થ, અભિગતાર્થ અને વનિશ્ચાયાર્થ હતા. અર્થાત્ જિનમતના તત્ત્વોને પૂર્ણ રૂપથી સમજયા હતા. તેમના અંતરમાં(રગે રગમાં) હાડ-હાડમાં ધર્મ રંગ ધર્મપ્રેમ-અનુરાગ ભરેલ હતો. તે એવો અનુભવ કરતા હતા કે, “આ નિર્ચન્જ પ્રવચન જ અર્થભૂત છે, પરમાર્થ રૂપ છે. શેષ તમામ નિરર્થક છે, તેનાથી આત્માનું મનુષ્યભવ પ્રાપ્ત કરવાનું કોઈ પ્રયોજન સિદ્ધ થનાર નથી.” તેમના ઘરનાં મુખ્ય પ્રવેશ દ્વાર અંદરથી બંધ રહેતા ન હતા. અથવા તો તેઓ ગોચરીના સમયે દ્વાર ખુલ્લા રાખતા હતા. તે શ્રમણોપાસક પ્રયોજન વિના રાજાના અંતઃપુરમાં યા અન્ય ઘરોમાં પ્રવેશ કરતા ન હતા. અર્થાત્ તે બ્રહ્મચર્ય અને શીલમાં પૂર્ણ મર્યાદિત–ચોક્કસ હતા. અથવા સર્વત્ર જેમનો પૂર્ણ વિશ્વાસ જામેલો હતો. તેઓએ ઘણાં વ્રત, નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન ગ્રહણ કરેલા હતા. આઠમ, ચૌદસ, અમાવાસ્યા, પૂનમના પરિપૂર્ણ(આશ્રવ ત્યાગની પ્રમુખતાથી) પૌષધ કરતા હતા. શ્રમણ નિર્ચન્થોને પ્રાસુક એષણીય કલ્પનીય આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, શય્યા, ઔષધ, ભેષજ આદિ પ્રતિલાભિત કરતા હતા. પોતે પણ તપસ્યાઓ દ્વારા આત્માને ભાવિત કરતા હતા.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy