SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 114 એનાથી અલગ આધ્યાત્મ સાધના ક્ષેત્રમાં જે કોઈ પણ નમસ્કાર પદ્ધતિના રૂપમાં ઉચ્ચારણ કરવામાં આવે છે તે અશુદ્ધ છે. વાસ્તવમાં ગુણો અને ધર્મ આદરણીય, આચરણીય છે. જ્યારે ગુણી કે ગુણવાન આત્મા જ વંદનીય હોય છે. (૨) ચલમાણે ચલિએ કોઈપણ કાર્યનો પહેલાં પ્રારંભ કરવામાં આવે છે અને અંતમાં પૂર્ણ કરવામાં આવે છે. તે કાર્ય અપેક્ષાથી પ્રત્યેક ક્ષણે ચાલુ હોય છે અને પૂર્ણની અપેક્ષાએ અંતિમ સમયમાં નિષ્પત્તિ થાય છે. એક મીટર કાપડ બનીને તૈયાર થયું છે, તે રૂપમાં અંતિમ ક્ષણમાં બન્યું. તેમ છતાં પૂર્વની પ્રત્યેક ક્ષણમાં પણ બન્યું તો છે જ. અન્યથા એક જ ક્ષણમાં એક મીટર કાપડ બનીને તૈયાર થઈ જતું નથી. આ દષ્ટિએ એમ કહેવું યોગ્ય છે કે કોઈપણ કરાતું કાર્ય તે સમયે કાંઈક થયું અર્થાત્ જેટલું પ્રથમ સમયમાં કરવામાં આવ્યું, તેટલું તો તે સમયમાં થઈ જ ગયું તેથી "કરાતું કાર્ય પોતાની પ્રત્યેક ક્ષણમાં થયું" એમ કહેવું અપેક્ષા અને નયદષ્ટિથી યોગ્ય જ છે. કાર્યની પૂર્ણતા જ ઉપયોગી હોવાથી, નક્કી કરેલ કાર્ય પૂર્ણ થતાં જ "આ કાર્ય થયું" એવો પ્રયોગ કરી અને સમજવામાં આવે છે; આ સ્થૂલ દષ્ટિ છે, વ્યવહાર દષ્ટિ છે. ભૂલદષ્ટિ અને સૂક્ષ્મ સૈદ્ધાત્તિક દષ્ટિ બન્નેને પોત-પોતાના સ્થાન સુધી, સીમા સુધી જ સમજવાનું ધ્યાન રાખવું જોઇએ. સ્થૂલદષ્ટિને સૂક્ષમદષ્ટિથી અને સૂક્ષ્મને સ્થૂલદષ્ટિથી તુલના કરવાની આવશ્યકતા નથી. એવું કરવાથી લોકમાં અનેક વિવાદ સર્જાય છે. એટલા માટે જે દષ્ટિથી જેનું જે કથન હોય તેને તે દષ્ટિથી સમજવાનો અને સમન્વય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રસ્તુત પ્રકરણમાં જે જ્યારે જેટલા કર્મ આત્મામાં ચલાયમાન થઈ રહ્યા છે, ઉદીરિત થઈ રહ્યા છે, વેદન થઈ રહ્યા છે, ક્ષીણ થઈ રહ્યા છે તેને તેટલા અંશમાં ચલાયમાન થયા, ઉદીર્ણ થયા, વેદાયા અને ક્ષીણ થયા, એવું કહી શકાય છે. જે કર્મો સ્થિતિથી છિન્ન થઈ રહ્યા છે, રસથી ભિન્ન થઈ રહ્યા છે, પ્રદેશોથી ક્ષય હોવાના કાલમાં જલી રહ્યા છે, નષ્ટ થઈ રહ્યા છે, આયુષ્ય કર્મક્ષય હોવાની અપેક્ષાએ મરી રહ્યા છે અને સંપૂર્ણ ક્ષયની અપેક્ષાએ નિર્જરિત થઈ રહ્યા છે, તેને છિન્ન થયેલ વાવ નિર્જરિત થયેલ, એવું કથન, એક દેશ ક્ષયના સમયે પણ કરી શકાય છે. [નોંધ: યાવત્ શબ્દના પ્રયોગનો અર્થ એ છે કે જે બે શબ્દોની વચ્ચે વાવત્ પ્રયોગ છે તે બે શબ્દોની વચ્ચે અનેક શબ્દો છે, જેનું કથન આ પ્રકરણમાં કે આ સૂત્રમાં અથવા અન્ય આગમમાં વિસ્તારથી આવી ગયું છે ત્યાંથી સમજી લેવું. કર્મોનું ચલિત થવું વાવત ક્ષીણ થવું, આ કથનમાં સમુચ્ચય કર્મની અપેક્ષા રહેલ છે અને છિન્ન-ભિન્ન આદિમાં સ્થિતિઘાત, રસઘાત, પ્રદેશઘાત આદિ અલગ- અલગ વિશેષ અપેક્ષાઓ રહેલ છે. જે ઉપર સ્પષ્ટ કરવામાં આવેલ છે. (૩) પહેલાં આહાર કરાયેલ અથવા ગ્રહણ કરેલ પુદ્ગલ અને વર્તમાનમાં ગ્રહણ કરાતા પુદ્ગલોનું પરિણમન થાય છે. ભવિષ્યમાં ગ્રહણ થનારાઓનું પહેલાં પરિણમન થતું નથી. આ પ્રકારે પરિણમનની જેમ જ કર્મના ચય, ઉપચય, ઉદીરણ, વેદના અને નિર્જરણ પણ સમજવું જોઇએ. તેજસ શરીર માટે પણ આ જ સિદ્ધાંત છે અને કાશ્મણ શરીર માટે પણ આજ છે. અણાભોગ આહાર- વગર ઇચ્છાએ થતાં રોમ આહારનાં સર્વ જીવો નિરંતર અભિલાષી હોય છે. [રોમ આહાર એ અણાભોગ આહારનો પ્રકાર છે. આહાર પ્રત્યાખ્યાનમાં આ અણાભોગ આહારનો આગાર હોય છે.] મનુષ્યને આહારની ઈચ્છા જગન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અઠમભકતે(ત્રણ દિવસે) થાય છે. (૪) સૂક્ષ્મ અને બાદર અર્થાત્ નાના-મોટા વિવિધ પ્રકારના કર્મ દ્રવ્ય વર્ગણાના પુગલોનું અને આહાર દ્રવ્ય વર્ગણાનાં પુગલોનું ભેદન,ચય આદિ થાય છે. ઉદ્ધવર્તન, અપવર્તન, બંધ, સંક્રમણ, નિધત્તિકરણ, નિકાચિત કરણ ,ઉપશમ, ઉદીરણા(એ આઠ કરણ છે) (કરણ એટલે –અબાધાકાળ દરમ્યાન કર્મો પર થતી આત્મભાવોની અસર) અણુ અને બાદર કર્મ પુદ્ગલોમાં થાય છે. અર્થાત્ કર્મ વર્ગણામાં અણુ-બાદર વિવિધ પુદ્ગલ હોય છે. (૫) બંધ, ઉદય, ઉદીરણા અચલિત કર્મની થાય છે; અપવર્તન સંક્રમણ આદિ પણ અચલિત કર્મના થાય છે; ફક્ત નિર્જરા જ ચલિત થયેલ કર્મની થાય છે. આ પ્રકારે ચોવીસ દંડકની અપેક્ષાએ પણ ઉક્ત સંપૂર્ણ વિષય સમજી લેવાનો. આહાર, ઉશ્વાસ, સ્થિતિ આદિનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના વિભિન્ન પદોથી, અહીં પણ ચોવીસ દંડકમાં સમજી લેવું. (૬) સ્વયં આરંભ(હિંસાદિ આશ્રવ) કરનાર આત્મારંભી છે, બીજાને આરંભમાં જોડનાર પરારંભી છે અને ત્રીજો ભેદ ઉભયારંભીનો છે. ત્રેવશ દંડકના જીવોમાં આ ત્રણ ભેદ મળે છે. મનુષ્યમાં આ ત્રણ ઉપરાંત અનારંભીનો એક ભેદ વિશેષ મળે છે. શભયોગી પ્રમત્ત સંયત અને બધા અપ્રમત્ત સંયત અનારંભી હોય છે. તે સિવાયના બધા સંયત, અસંયત, અનારંભી હોતા નથી. સલેશી અને ત્રણ શુભ લેશ્યાવાળા સમુચ્ચય જીવ અને મુનષ્યમાં આરંભીના ચારે ભેદ મળી શકે છે. બાકીના બધા દંડકોમાં પોત-પોતાની લેશ્યાની અપેક્ષાએ પણ આરંભી આદિ ત્રણ ભેદ હોય છે; પણ અનારંભી હોતા નથી. તેજો, પદ્મ, શુકલ લેશી વૈમાનિકમાં પણ આરંભી આદિ ત્રણ ભેદો હોય છે, અનારંભી નહિં. એનું રહસ્ય એ છે કે છઠ્ઠા(પ્રમત્ત) ગુણસ્થાન સુધીના જીવોને પ્રમાદ યોગના કારણે સૂક્ષ્મ હિંસા જન્ય ક્રિયા ચાલુ જ રહે છે. (૭) જ્ઞાન અને દર્શન આ પરા ભવ સધી પણ રહી શકે છે અને પરભવમાં પણ સાથે ચાલી શકે છે. ચારિત્ર અને તપ આ ભવ સધી જ રહે છે. અર્થાત્ સંયત અવસ્થામાં પણ મરનાર મૃત્યુ પછી તુરત અસંયત બની જાય છે. સંથારા રૂપ આજીવન તપ કરનાર પણ મરણ પામ્યા પછી તુરંત તપ રહિત થઈ જાય છે. (૮) અસંવૃત અણગાર અને અન્ય અસંવૃત આત્માઓ મુક્તિ પ્રાપ્ત કરતા નથી પરંતુ તે સાત અથવા આઠ કર્મોનો પ્રકૃતિ બંધ આદિ ચારે પ્રકારના બંધની વૃદ્ધિ કરીને સંસાર ભ્રમણની વૃદ્ધિ કરે છે.સંવૃત અણગાર-આશ્રવને રોકનારા સુસાધુ જ ક્રમશઃ કર્મ પરંપરાને અટકાવીને અને ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. તમામ દુઃખોનો અંત કરે છે. (૯) અસંયતિ–અવિરત જીવ પણ દેવગતિમાં જઈ શકે છે. જે અનિચ્છાથી ભૂખ- તરસ, ડાંસ-મચ્છર, બ્રમચર્યવાસ, ગરમી-ઠંડી, અસ્નાનથી મેલ, પરસેવા આદિના કષ્ટ (વિશેષ કષાયક્રોધ કર્યા વિના)સહન કરે છે તે વ્યંતર જાતિનાં દેવ બની શકે છે. તે દેવ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy