SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 108 કંઠસ્થ કરવા માટે ગાથા— અર્થ સાથે જયં ચરે, જયં ચિટઠે, જયં આસે, જયં સએ જયં ભુજંતો ભાસંતો, પાવ કર્મ ન બંધઈ ॥ – દશવૈકાલીક. જતનાથી ચાલે, જતનાથી ઉભો રહે, જતનાથી બેસે, સુએ . જતનાથી ભોજન કરતાં, બોલતાં, પાપકર્મનો બંધ નથી થતો . કર્મ અને પાપકર્મ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પાપકર્મ અશુભ અનુબંધ વાળા હોય છે. જેનાથી કર્મોની પરંપરા ચાલુ રહે છે. જેવી રીતે બીજ વાળા ફળોમાંથી નવો વૃક્ષ કે વેલો થાય છે. શુભ અનુબંધ વાળા કર્મોની પરંપરા હોતી નથી . બી કાઢેલા ફળ જેવા કે હોય છે. એક પણ શ્રલોક કે ગાથા કંઠસ્થ કરવાનું મહત્વ નીચેનાં પદથી સમજાય છે. આતુર પ્રત્યાખ્યાન પ્રકિર્ણક ની ગાથાનો ગુજરાતી અનુવાદ : [૫૯-૬૨]તે (મરક્ષના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ બાર અંગરૂપ સર્વ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શકય નથી. (આથી) વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી ( તે પદના ચિંતવન) સહિત મરણ તારે મરવા યોગ્ય છે. તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો જે પુરૂષ એક પણ શ્લોક ચિંતવતો રહે તે આરાધક થાય છે. આરાધનાના ઉપયોગવાળો, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે. સવ ગીય વિલવયં, સવ નાટય વિડંબણા સવ આભરણા ભારા, સવે ભોગા દુહાવરા . – ઉતરાધ્યન . અ . ૧૩ . ચિતસંભુતિ માંથી . સર્વ ગીત વિલાપરુપ છે, સર્વ નાટક વિટંબણા છે. સર્વ આભરણો ભારરૂપ છે, સર્વ કામભોગ દુ:ખ ઉપજાવનારા છે. અર્થાત – સંસારમાં કોઈ પણ સ્થળે સુખ નથી . વિ સુખી દેવતા દેવલોએ, નવિ સુખી પુઢવીપતિ રાજા નવિ સુખી શેઠ સેનાપતિ, એકાંત સુખી સુની વિતરાગી . વિતરાગી મુની સિવાય જગતમાં કોઇ સુખી નથી . જેમ પક્ષીની ચાંચમાં જયાં સુધી માંસનો ટુકડો હોય ત્યાં સુધી બીજા પક્ષીઓ તેને હેરાન કરે છે, પરંતુ માંસને છોડી દીધા પછી કોઈ તેને હેરાન કરતું નથી . તેમ ધન ધાન્ય, સ્ત્રી આદી પરિગ્રહને છોડી દેવાથી સંસારનાં તમામ બાહય દુઃખો, કલહ દૂર થાય છે. ઉત.અ.૧૪ વધારે ઓછી ક્રિયા કરવાનાં કે ન કરવાનાં કારણો એકજ જીવનકાળ દરમિયાન પણ અનેક કારણોથી ધર્મકરણીમાં ચઢાવ ઉતાર આવે છે. તેથી નીરાશ ન થવું,પણ સમયક જ્ઞાન ઉપયોગથી પુરુષાર્થરત રહેવું . અને પોતાનું સતત નિરીક્ષણ કરતાં રહેવું કે હું કયા માર્ગે જઈ રહયો છું . કોઈ કારણથી મારી ધર્મકરણી બાધીત તો નથી થઈ રહીને .! કેટલાક અસર પાડી શકતા કારણો– જ્ઞાન અભ્યાસ ઓછો હોવાથી . સમયક કે મિથ્યા વિચાર વાળાઓનાં સંગથી . સારીખરાબ લેશ્યાઓ નાં પ્રભાવથી . આર્ય કે અનાર્ય ક્ષેત્રનાં પુદગલોનાં પ્રભાવથી. પ્રમાદથી – રતિ અતિથી . ચારિત્ર મોહ કર્મનાં અલગ અલગ પ્રકારનાં ક્ષયોપશમથી(ઉપશમથી) કે ઉદયથી . ધારણાઓ અને વિચારધારાનાં ભેદથી . વૃધ્ધાવસ્થા કે બિમારીથી . આત્મપરિણામો, આત્મબળ માં ભિન્નતાથી (દુષમકાળમાં શરીર ભલે નબળુ મળ્યું પણ આત્મા ત્રિકાળ એવોજ બલવાન છે ) પૂર્વનાં અભ્યાસ, અનુભવથી, કોઈની પ્રેરણાથી . કે અભ્યાસ, અનુભવ, અને પ્રેરણાના અભાવથી . દીર્ઘ આયુષ્ય વાળાને ધર્મકરણી કરવાની શકયતા વધારે મળે છે. છકાય જીવોની દયા પાળવાથી જીવ દીર્ઘ આયુષ્ય બાંધે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy