SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ jainology | આગમસાર આ પ્રકારે આ સૂત્રમાં પણ સંખ્યાના આલંબનથી સ્થાનાંગની સમાન જ તત્ત્વોનું, આચારોનું, ક્ષેત્ર, ઉંમર, જીવ, અજીવ સંબંધી વર્ણન છે. તેમજ જીવ અને પુદ્ગલના અનેક પરિણામોનું તથા પ્રકીર્ણક વિષયોનું સંકલન પણ છે. અંતમાં સંખ્યાનું આલંબન છોડીને અનેક છૂટક વિષય પણ છે. 217 સમવાય : ૧ (૧) દ્રવ્યાર્થિક સંગ્રહ નયની અપેક્ષા અહીં એક સંખ્યામાં તત્ત્વો કહેલ છે જેમ કે આત્મા-અનાત્મા, દંડ–અદંડ, ક્રિયા–અક્રિયા, પુણ્ય–પાપ, આશ્રવ–સંવર આદિ, પક્ષ-પ્રતિપક્ષના તત્ત્વોને કહેલ છે. (૨) કેટલાક નૈરયિક, ભવનપતિ, વ્યંતર આદિની એક પલ્યોપમ તેમજ એક સાગરોપમની સ્થિતિ કહી છે. (૩) પહેલા—બીજા દેવલોક ગત સાગર—સુસાગર, મનુ–માનુષોત્તર આદિ વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવોની એક સાગરોપમની સ્થિતિ હોય છે તેઓ એક પખવાડિયે શ્વાસોશ્વાસ લે છે. (૪) કેટલાક ભવસિદ્ધિક જીવ એક મનુષ્યનો ભવ કરીને મોક્ષ જશે. બીજા પણ યાન–વિમાન, જંબુદ્વીપ, નક્ષત્ર, તારા આદિ(સંબંધી) વિષયોનું એક સંખ્યાને લક્ષ્ય કરીને કથન છે. સમવાય : ૨ (૧) બેની સંખ્યાથી સંબંધિત દંડ, રાશિ, બંધન, નક્ષત્ર, તારા અને સ્થિતિઓ આદિનું વર્ણન છે. (૨) શુભ, શુભકંત સૌધર્માવતંસક આદિ વિશિષ્ટ વિમાનોના દેવોની બે સાગરોપમની સ્થિતિ હોય છે. (૩) કેટલાક ભવસિદ્ધિક બે ભવ કરીને મોક્ષ જશે. સમવાય ઃ ૩ (૧) દંડ, ગર્વ, શલ્ય, ગુપ્તિ, વિરાધનાના ત્રણ–ત્રણ પ્રકાર છે. (૨) નક્ષત્રોના ત્રણ–ત્રણ તારા, ત્રણ પલ્યોપમ અને ત્રણ સાગરોપમની નારકી દેવતાની સ્થિતિ કહેતાં ત્રીજા—ચોથા દેવલોકના વિશિષ્ટ વિમાન– આભંકર, ૫ભંકર, ચંદ્ર, ચંદ્રાવર્ત આદિમાં દેવોની ત્રણ સાગરોપમની સ્થિતિ કહી છે. (૩) કેટલાક ભવસિદ્ધિક જીવ ત્રણ ભવ કરીને સિદ્ધ થશે. સમવાય : ૪ થી ૧૦ (૧) એક યોજનમાં ચાર ગાઉ હોય છે. (૨) કષાય, ધ્યાન, વિકથા આદિ ચાર–ચાર બોલ છે. (૩) નક્ષત્રોના તારા, નારકી દેવતાની પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિઓ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનોની સ્થિતિ અને ભવસિદ્ધિકના ભવ વગેરેની ચારથી લઈને દસ સુધીની સંખ્યા કહી છે (૪) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, સમ્યક્ત્વાદિ પાંચ સંવર છે, પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ નિર્જરા સ્થાન છે, પાંચ અસ્તિકાય છે. (૫) ક્રિયા, મહાવ્રત, સમિતિ અને કામગુણ પાંચ-પાંચ છે. (૬) લેશ્યા, કાયા, આત્યંતર-બાહ્ય તપ, છદ્મસ્થિક સમુદ્દાત અને અર્થાવગ્રહ છ–છ છે. (૭) ભય, સમુદ્દાત, જંબૂદ્વીપમાં વર્ષધર પર્વત અને ક્ષેત્ર સાત—સાત છે. (૮) મદ, અષ્ટ પ્રવચનમાતા(સમિતિ—ગુપ્તિ), વ્યંતર દેવોના ચૈત્ય વૃક્ષની અને જંબુદ્રીપની જગતીની ઊંચાઈના યોજન, કેવલી સમુદ્દાતના સમય આદિ આઠ-આઠ છે. (૯) બ્રહ્મચર્યની વાડ, આચારાંગ સૂત્રના અધ્યયન, નક્ષત્ર–યોગ આદિ નવ–નવના કથન છે, જ્યોતિષી તારા વિમાન ઉત્કૃષ્ટ ૯૦૦ યોજન સુધી સમભૂમિથી ઊંચા છે. વ્યંતર દેવોની સુધર્માસભા નવ યોજનની ઊંચી છે. (૧૦) શ્રમણધર્મ— ક્ષમા આદિ, ચિત્ત સમાધિ સ્થાન, જ્ઞાનની વૃદ્ધિ કરનારા નક્ષત્ર, જુગલિક ક્ષેત્રોના વૃક્ષ આદિ દસ–દસ સંખ્યામાં છે. નેમિનાથ ભગવાન, કૃષ્ણ અને બલરામ દસ ધનુષ ઊંચા હતા. સમવાય : ૧૧ થી ૨૦ (૧) શ્રાવક પડિમા અગિયાર છે, ગણધર ઇન્દ્રભૂતિ આદિ અગિયાર છે. મેરુથી જ્યોતિષીનું અંતર ૧૧૨૧ યોજન છે અને લોકાંતથી ૧૧૧૧ યોજનનું અંતર છે. ૧૧ થી ૨૦ પલ્યોપમની સ્થિતિ અને એટલા જ સાગરોપમની સ્થિતિ તથા તેટલા જ પખવાડિયે શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનની સ્થિતિ અને ભવસિદ્ધિકના મોક્ષનું કથન ૧૧ થી ૨૦ સુધીના સમવાયોમાં છે. (૨) ભિક્ષુ પડિમા બાર છે. (૩) સાધુઓના પારસ્પરિક વ્યવહાર(સહભોગ) બાર છે– ૧. ઉપધિ આપવી ૨. શ્રુતજ્ઞાન આપવું ૩. આહાર પાણી સાથે કરવા ૪. હાથ જોડવા ૫. આહાર આદિ આપવા ૬. નિમંત્રણ કરવું ૭. વિનય માટે ઊભા થવું ૮. વિધિથી(આવર્તન સહિત) વંદન કરવા ૯. સેવા કરવી ૧૦. એક સ્થાને, ઉપાશ્રયમાં રહેવું ૧૧. એક આસન– પાટ પર બેસવું ૧૨. એક સાથે વ્યાખ્યાન દેવું. જેની સાથે આ ૧૨ સંભોગ–પારસ્પરિક વ્યવહાર હોય છે તેને સાંભોગિક સાધુ કહેવાય છે. આહાર એક સાથે એક માંડલામાં જેની સાથે ન હોય તેને અસાંભોગિક સાધુ કહેવાય છે. જે સાધુઓની સમાન સમાચારી છે, આદેશ–નિર્દેશ, નેતૃત્વ એક હોય છે તેનો આહાર એક માંડલામાં(એક સાથે) હોય છે. જે સાધુઓની સમાચારી ભિન્ન હોય છે, આદેશ, નિર્દેશ, નેતૃત્વ ભિન્ન હોય છે, તેઓ પરસ્પર અસાંભોગિક અથવા અન્ય સાંભોગિક શ્રમણ કહેવાય છે. તેના આહાર-પાણી ભેગા હોતા નથી તેમજ ભેગા આહાર–પાણી સિવાય અગિયાર વ્યવહાર તે શુદ્ધ આચારવાળા શ્રમણ સમુદાયની સાથે રાખવામાં આવે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy