SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર–પૂર્વાર્ધ ૫. મરણની ૬. ભોગની ૭. કામની ૮. લાભની ૯. પૂજાની ૧૦. સત્કાર, સન્માનની, પ્રશંસાની. (૩૧) પુત્ર અનેક પ્રકારના હોય છે જેમકે– ૧. વાસ્તવિક (માતા–પિતા થી ઉત્પન્ન થયેલ) પુત્ર ૨. દત્તક પુત્ર(ગોદ લેવામાં આવેલ પુત્ર) ૩. સ્નેહ થી સંભાળેલ પુત્ર(ઔરસ પુત્ર) ૪. વચન પ્રયોગથી સંબંધિત પુત્ર ૫. અનાથનું પોષણ કરવાથી કહેવાતો પુત્ર ૬/૭. દેવતાના નિમિત્તથી (સહાયથી) ઉત્પન્ન પુત્ર ૮. ધર્મ અંતેવાસી શિષ્યરૂપ પુત્ર ૯. વિદ્યાગુરુનો શિષ્યરૂપ પુત્ર ૧૦. વીરતાના કારણે માનેલ પુત્ર. 216 (૩૨) દુષમકાળની ઉત્કૃષ્ટતા જાણવાના દસ બોલ– ૧. અકાલ વૃષ્ટિ થવી. ૨. સમયે વૃષ્ટિ ન થવી. ૩. અસાધુઓને સન્માન વૃદ્ધિ ૪. સાધુઓને અલ્પ આદર ૫. ગુરુજનો પ્રત્યે લોકોનો અસવ્યવહાર ૬ થી ૧૦ શબ્દાદિ પાંચેય વિષયોમાં અમનોજ્ઞતાની વૃદ્ધિ (સાતમા સ્થાનમાં સાત કહેલ છે.) આથી વિપરીત સંજોગો હોય તો દુસ્લમ કાળની મંદતા જાણવી અર્થાત્ સમયે-સમયે જુદા–જુદા ક્ષેત્રમાં દુષમકાળની ઉત્કટતા કે મંદતા (ઉતાર–ચઢાવ)ના પરિવર્તન થયા કરે છે. (૩૩) ઉત્સર્પિણી કાળમાં ૧૦ કુલકર થયા હતાં અને ૧૦ કુલકર હવેના ઉત્સર્પિણી કાળમાં પણ થશે. જોકે સાતમા સ્થાનમાં સાત કહેવામાં આવેલ છે, તેમ કેમ ? સમાધાન– સાત મુખ્ય અને ત્રણ કુલકર સમકાલીન સમજવા. (૩૪) બાર દેવલોકમાં ૧૦ ઇન્દ્ર છે, અને બધાના સ્વતંત્ર પાલક, પુષ્પક વગે૨ે યાન—વિમાન છે. (૩૫) તેજોલબ્ધિવાળા શ્રમણની કે દેવની આશાતના કરનાર વ્યક્તિ પર જો શ્રમણ કે દેવ કોપાયમાન થાય તો તેઓના શરીરમાંથી તેજ નીકળે છે જેના પરિણામે– ૧. તે વ્યક્તિ ભસ્મ થઈ જાય છે, અથવા ૨. તેના શરીરમાં ફોડલા થઈને ફાટે ત્યારે ભસ્મ થઈ જાય છે અથવા ૩. ફોડલામાંથી ફોડકી નિકળી ફૂટવાથી તે ભસ્મ થઈ જાય છે, ૪. લબ્ધિ સંપન્ન શ્રમણની આશાતના કરનાર કોઈ વ્યક્તિ પોતે જ મુનિ પર તેજો લેશ્યા ફેંકે છે પરંતુ તે લેશ્યા દરેક દિશાએથી નિષ્ફળ બની ફેંકનારના જ શરીરમાં પ્રવેશ કરી તેને જ ભસ્મ કરી દે છે. (૩૬) દશ અચ્છેરા– ૧. તીર્થંકર ઉપર ઉપસર્ગ ૨. તીર્થંકરનું ગર્ભહરણ ૩. સ્ત્રી—તીર્થંકર થવું ૪. પ્રથમ દેશનામાં તીર્થંકરના તીર્થની સ્થાપના ન થવી. પ. કૃષ્ણનું ધાતકી ખંડમાં જવું. ૬. ચંદ્ર—સૂર્યનું વિમાન સહિત પૃથ્વી પર આવવું. ૭. હરિવર્ષ ક્ષેત્રના જુગલિયાનું રાજા બનીને નરકમાં જવું. ૮. ચમરેન્દ્ર દેવનો પ્રથમ દેવલોકમાં જઈ ઉપદ્રવ કરવો. ૯. એક સમયે ૧૦૮ ઉત્કૃષ્ટ અવગાહના વાળા જીવોનું સિદ્ધ થયું. ૧૦. ૯થી ૧૫મા તીર્થંકર ભગવાનના શાસનકાલમાં શ્રૃતધર્મ અને ચારિત્ર ધર્મનો વિચ્છેદ જવો આ દશ અચ્છેરા આ અવસર્પિણી કાળના ત્રીજા—ચોથા આરામાં થયા. જે ઘટનાઓ સામાન્ય રૂપે હંમેશા થતી નથી પરંતુ બહુ જ લાંબા સમયબાદ અથવા બહુ જ ઓછા પ્રમાણમાં બને તે ઘટનાઓ આશ્ચર્યકારક હોવાથી તેને અચ્છેરા એટલે આશ્ચર્ય કહેવામા આવે છે. આવી ઘટનાઓ અનંતકાળે કયારેક કોઈક અવસર્પિણી કાળમાં બને છે. જોકે અચ્છેરાની સંખ્યા અનિશ્ચિત હોય છે, તે દશથી વધુ ઓછા પણ હોઈ શકે છે. તે માટે શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. (૩૭) દશ નક્ષત્રોના ચંદ્ર સંયોગના સમયે અધ્યયનનો પ્રારંભ કરવો જોઇએ કારણ કે તે નક્ષત્રો જ્ઞાન વૃદ્ધિ કરાવનાર નક્ષત્ર છે– ૧. મૃગશીર્ષ ૨. આર્દ્ર ૩. પુષ્ય ૪. મૂળ પ. અશ્લેષા ૬. હસ્ત ૭. ચિત્રા ૮. પૂર્વા ફાલ્ગુન ૯. પૂર્વાષાઢા ૧૦. પૂર્વા ભાદ્રપદ. આ સિવાય પણ અન્ય અનેક દશની સંખ્યાથી સંબંધિત વિષય આ અધ્યયનમાં કહેવામાં આવેલ છે. જેમ કે લોક સંસ્થિતિ, દેશથી અને સર્વથી ઇન્દ્રિય વિષયક જ્ઞાન, શબ્દોના પ્રકાર, સંયમ–અસંયમ, સંવર–અસંવર, સમાધિ– અસમાધિ, જીવ–અજીવ, પરિણામ(ગતિ વગેરે), સૂક્ષ્મ, નદી, રાજધાનીઓ–રાજા, મન્દર મેરુ, દિશાઓ, લવણ સમુદ્ર, પાતાળ કળશા, દ્વીપ, પર્વત, ક્ષેત્ર, દ્રવ્યાનુયોગના ભેદ, ઉત્પાદ પર્વત, અવગાહના, અનંત, તીર્થંકર, પૂર્વ આલોચના કરનાર વ્યક્તિની યોગ્યતા, શલાકા પુરુષ, ઉપઘાત–વિશોધિ, બળ, સત્ય, મિશ્ર–વચન, દષ્ટિવાદના નામ, દોષ, વિશેષ–દોષ, શુદ્ધ વાચનાનુયોગ, ગતિ, મુંડન, ગણિત, પચ્ચક્ખાણ, સમાચારી, શ્રમણ ભગવાન મહાવીરના દશ સ્વપ્ન તેમજ તેના પરિણામ, સંજ્ઞા, કાલચક્ર, નરક, સ્થિતિ, ધર્મ, સ્થિવર, કેવળીના દશ અનુત્તર, જંબુ સુદર્શન આદિ મહાદ્ગમ, યુગલિક ક્ષેત્રના ૧૦ વૃક્ષ, વક્ષસ્કાર પર્વત, પડિમા, સંસારી જીવ, ઉંમરની દશ દશાઓ, વૃક્ષના વિભાગ, શ્રેણિઓ, વિમાન, કાંડ વિસ્તાર, સમુદ્ર-નદીની ઊંડાઈ, નક્ષત્ર, કુલકોડી, પાપકર્મચય અને પુદ્ગલ. પૂર્વ અધ્યયનોમાં આવેલ અનેક વિષયોમાં થોડી સંખ્યા વૃદ્ધિ કરીને પણ દશની સંખ્યાથી ઘણા વિષયો આ અધ્યયનમાં સમાવિષ્ટ થયા છે. સમવાયાંગ પ્રાકથન : આ ચોથું અંગ સૂત્ર છે. ઠાણાંગ સૂત્રની સમાન આ પણ સંખ્યાબદ્ધ વિષય સંકલન સૂત્ર છે. તેથી આનો પરિચય સ્થાનાંગ સૂત્રની સમાન જ સમજવો જોઇએ. વિશેષતા એ છે કે સ્થાનાંગમાં એક થી દશ સંખ્યા સુધીમાં અનેક વિષયોનો વિશાળ સંગ્રહ છે, પરંતુ આ સૂત્રમાં એક થી ૧૦૦ સંખ્યા સુધી ક્રમબદ્ધ વર્ણન છે. ત્યારપછી અનેક સંખ્યા વૃદ્ધિ કરતાં વર્ણન કરેલ છે. ત્યારપછી બાર અંગ સૂત્રોનું પરિચય વર્ણન છે અને અંતમાં અનેક પ્રકીર્ણક વિષયોની સાથે તીર્થંકર આદિનું વિસ્તૃત પરિચયાત્મક સંકલન છે. સ્થાનાંગના અધ્યયનોનું નામ ‘ઠાણા’(સ્થાન) છે અને સમવાયાંગના વિભાગોનું નામ ‘સમવાય’ છે. સમવાયાંગના આ વિભાગમાં સ્થાનાંગ જેટલું વિશાળ સંકલન નથી. તેનું કારણ એ છે કે સંખ્યા સંબંધી અધિકાંશ વિષયોનું સંકલન ત્રીજા અંગશાસ્ત્ર ઠાણાંગ સૂત્રમાં કરી દેવાયું છે. અલ્પ વિષયોના આ સંકલનમાં કેટલાક વિષય સ્થાનાંગથી વિશેષ પણ છે. છતાં ય અનેક વિષયોનું તેમાં પુનઃ સંકલન થયું છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy