SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર–પૂર્વાર્ધ 156 (૨) સવાર સાંજ બન્ને વખત ઉપધિનું પ્રતિલેખન કરવું. – આવ. – ૪ પાત્ર, પુસ્તક વગેરે કોઈપણ ઉપકરણનું એક જ વાર પ્રતિલેખન કરવાનું કોઈ પણ આગમ પ્રમાણ નથી. માત્ર પરંપરાને આગમ પાઠની સામે મહત્વહીન સમજવી જોઇએ. (૭) ચારે કાલમાં સ્વાધ્યાય ન કરે તો ચોમાસી પ્રાયશ્ચિત્ત.-નિશીથ. ૧૯ સેવા કાર્યના અભાવમાં આગમનો સ્વાધ્યાય આવશ્યક સમજવો જોઇએ. (૮,૯) આગમ નિર્દિષ્ટ ક્રમથી વિપરીત વાચના આપે તો પ્રાયશ્ચિત. –નિશીથ ૧૯. (૧૦) પ્રથમ આચારાંગ સૂત્રની વાચના આપ્યા વિના કોઈપણ આગમ નિર્દિષ્ટ સૂત્રની વાચના દે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૧) આચાર્ય ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વિના કે આજ્ઞા આપ્યા વિના, કોઈ પણ સૂત્ર વાંચે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૨) દશ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠવું જોઇએ. –ઉત્તરા.અ.૨૪, ગા. ૧–૧૮. (૧૩) રસ્તે ચાલતાં વાતો ન કરવી. – આચારાંગ ૨–૩–૨. (૧૪) (ચરે મંદ મણવિન્ગો, અવષ્મિણ ચેયસા.)- દશર્વ. ૫, ૧,૨ (ઉતાવળે ચાલવું અસમાધિ સ્થાન છે. દશા,દ.-૧ ) સમાજમાં ઉતાવળથી અર્થાત્ તેજ ચાલવાવાળા પ્રશંસા પ્રાપ્ત કરીને ખુશ થાય છે, એ અજ્ઞાન દશાનું પરિણામ છે. ઉત્ત. ૧૭ ગા. ૮. (૧૫) થોડીક પણ કઠોર ભાષા બોલવાનું માસિક પ્રાયશ્ચિત્ત; નિશીથ-૨, ગૃહસ્થ કે સાધુને કઠોર વચન બોલવા અથવા તેની કોઈ પણ પ્રકારની આશાતના કરવી એ લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્તનું કાર્ય છે– નિ.૧૫ અને ૧૩. રત્નાધિકોને કઠોર વચન કહે અથવા કોઈપણ પ્રકારની આશાતના કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત –નિ.૧૦. (૧૬) દર્શનીય દ્રશ્યોને જોવા અને વાજિંત્ર વગેરેના સ્થાનોમાં સાંભળવાને માટે જાય કે મકાનની બહાર આવીને જુએ તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. -નિશી. ૧૨ તથા ૧૭. (૧૭) રોગના આતંક સમયે આહારનો ત્યાગ કરવો જોઈએ. –ઉત્તરા- અ. ૨૬, ગા.-૩૪, ૩૫ ૮) ઝડપથી ખાવું, અતિ ધીરે ખાવું, બચકારા બોલાવતાં ખાવું-પીવું, નીચે ઢોળતાં ખાવ. સ્વાદ માટે સંયોગ મેળવવો. વગેરે પરિભોગેષણાના દોષ છે. – પ્રશ્ન. અ.. (૧૯) સાધુ સાધ્વીએ ત્રણ જાતના પાત્ર રાખવા કહ્યું છે. –ઠાણાંગ–૩. એના સિવાય ધાતુ હોય કે કાચ, દાંત, વસ્ત્ર, પત્થર વગેરે કોઈપણ પ્રકારના પાત્ર કલ્પતા નથી. – નિશીથ ઉ.૧૧ (૨૦) આચાર્ય ઉપાધ્યાયની વિશિષ્ટ આજ્ઞા વિના વિગય ખાવાનું પણ પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉ.૪ (૨૧) અન્ય સાધુ કાર્ય કરવાવાળા હોય તો કોઈપણ સેવા કાર્ય, શીવણ વગેરે સાધ્વી પાસે કરાવવાનું કલ્પતું નથી. અન્ય સાધ્વી કાર્ય કરનાર હોય તો સાધ્વી, સાધુ દ્વારા પોતાનું કોઈપણ કાર્ય નથી કરાવી શકતી. તે કાર્યમાં કપડા શીવવા હોય કે લાવવા અથવા આહાર ઔષધ વગરે લાવવું દેવું, - વ્યવહાર 8.. (૨૨) સ્વલિંગવાળાના અભાવની સ્થિતિ વિના સાધુ સાધ્વીએ આપસમાં આલોચના, પ્રાયશ્ચિત્ત કરવાનું પણ નથી કલ્પતું. વ્યવ. ઉ.પ. (૨૩) સાધુ સાધ્વી બન્નેને એક બીજાના ઉપાશ્રયે જવું, બેસવું વગેરે કોઈ કાર્ય કરવાનું કલ્પતું નથી. વાચના લેવા દેવાનું હોય તેમજ સ્થાનાંગ કથિત પાંચ કારણ હોય તો જઈ શકે છે, એ સિવાય કેવળ દર્શન કરવા, સેવા(પર્કપાસના) કરવા, અહીં તહીંની વાતો કરવા. વગેરે માટે જવાનું કલ્પતું નથી. -બૃહત્કર્ષ ઉ.૩ સૂ. ૧,૨ અને વ્યવ. ઉ.૭. ઠાણાંગ. અ.૫ (૨૪) જે સાધુ મુખ વગેરેને વણા જેવું બનાવે અને તેનાથી વીણા જેવો અવાજ કાઢે તો પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશી.૫ (૨૬) ગૃહસ્થનો ઔષધ ઉપચાર કરે કે તેને ઉપચાર બતાવે તો પ્રાયશ્ચિત્ત. – નિશિથ ૧૨ (૨૭) વિહાર વગેરેમાં ગૃહસ્થ પાસે ભંડોપકરણ ઉપડાવે તો પ્રાયશ્ચિત્ત. – નિશીથ ૧૨ (૨૮) ચાલીશ વર્ષથી ઓછી ઉમર વાળા તરુણ, નવદીક્ષિત અને બાળમુનિ - એ દરેક સાધુએ આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. કારણકે એ શ્રમણ તેમનાથી અનુશાસિત રહે તો જ તે દીર્ઘકાલ સુધી સમાધિવત રહી શકે છે અર્થાત્ આચાર્ય અને ઉપાધ્યાય બેની એના પર સંભાળ રહેવી આવશ્યક છે. – વ્ય.ઉ.૩ એ ત્રણેને આચાર્ય ઉપાધ્યાયની નિશ્રામાંજ રહેવાનું સૂત્રમાં કહ્યું છે. માત્ર સ્થવિરની નિશ્રામાં કે કેવલ એક પદવીધરની નિશ્રામાં એમનું સદાને માટે રહેવાનું આગમ વિપરીત છે. અર્થાત્ કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિનીની પદ વ્યવસ્થા વિના લાંબા સમય સુધી રહેવું કલ્પતું નથી. - વ્ય.૩ (૨૯) સંઘાડાના મુખી બનીને વિચરનારમાં ૬ ગુણ હોવા જોઇએ. ઠાણાંગ. ૬, તેમાં એક આ પણ છે કે બહુશ્રુત હોવા જોઇએ. જઘન્ય માં જઘન્ય સંપૂર્ણ આચારાંગ નિશીથ અર્થ સહિત કંઠસ્થ કરનાર બહુશ્રુત કહેવાય છે. -બૃહકલ્પસૂત્ર ઉરૂ સૂત્ર-૧, અને ભાષ્યગાથા-દ૯૩, નિ.ચૂ.ગા. ૪૦૪ (૩૦) યોગ્ય અયોગ્ય સર્વને એક સાથે વાચના દેવી પ્રાયશ્ચિત્તનું કારણ છે. (૩૧-૩૨) પ્રતિક્રમણ-(તચ્ચિત્તે, તમ્મણે, તલ્લેસે, તદજઝવસિએ, તત્તિવજઝવસાણે, તદટ્ટોવઉત્તે, તદમ્પિયકરણે, તભાવણા ભાવિએ, અણ– કલ્થઈ મણે અકરે માણે.) આ પ્રમાણે એકાગ્રચિત્ત થઈને કરવાથી ભાવ પ્રતિક્રમણ થાય છે અન્યથા નિદ્રા અને વાતોમાં કે અસ્થિર ચિત્તમાં દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. – અનુયોગ દ્વાર સૂત્ર ૨૭ મું. કહ્યું પણ છે. – દ્રવ્ય આવશ્યક બહુ ક્ય,ગયા વ્યર્થ સહુ, અનુયોગ દ્વાર જોઈ લેવો રે. આથી પ્રતિક્રમણમાં નિદ્રા અને વાતો કરવાનું ક્ષમ્ય નથી થઈ શકતું. (૩૩) આહારની કોઈ વસ્તુ ભૂમિ પર અથવા આસન પર રાખે તો પ્રાયશ્ચિત્ત. – નિ.૧૬ (૩૪) મકાન નિર્માણના કાર્યમાં સાધુએ ભાગ લેવો જોઇએ નહિ. –ઉત્તરા.અ.૩૫ ગા. ૩થીe (૩૫) સાધુ કોઈપણ વસ્તુના ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક સાધુ નથી હોતો. ક્રય વિજય મહાદોષકારી છે. - ઉત્તરા. આ. ૩૫ ગાથા ૧૩, ૧૪, ૧૫ આચા. શ્ર. ૧અ. ૨–ઉ.૫
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy