SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ jainology I આગમસાર નિષ્કારણ સેવન કરાતા દોષોને અને પરંપરા પ્રવૃત્તિરૂપના પોતાના આગમ વિપરીત આચરણોને પણ શિથિલાચાર ન માનવો અથવા શુદ્ધાચાર માનવાની બુદ્ધિમાની કરવી એ યોગ્ય નથી, પરંતુ બેવડો અપરાધ કહેવાય છે. સાથો સાથ બીજાઓની સકારણ અલ્પકાલીન દોષ પ્રવૃત્તિને પણ શિથિલાચાર કહેવો કે સમજવો એ અયોગ્ય સમજ છે જે વિષયોમાં આગમમાં કોઈ સ્પષ્ટ વિધાન કે નિષેધ અથવા પ્રાયશ્ચિત્ત નથી તે વિષયોમાં માન્યતા ભેદથી જે પણ આચાર ભેદ હોય, તેને પણ શિથિલાચારની સંજ્ઞામાં સમાવિષ્ટ ન કરવો જોઇએ. સંક્ષેપમાં– અપવાદની સ્થિતિ વિના સંપૂર્ણ સ્પષ્ટ આગમ નિર્દેશોનું શુદ્ધ પાલન કરવું શુદ્ધાચાર છે અને શુદ્ધ પાલન ન કરવું એ શિથિલાચાર છે. અસ્પષ્ટ નિર્દેશો તથા અનિર્દિષ્ટ આચારો કે સમાચારીઓનું પાલન કે અપાલન શુદ્ધાચાર યા શિથિલાચારનો વિષય થતો નથી. 155 શિથિલાચારનો નિર્ણય કરવા માટે મુખ્ય બે વાતોનો વિચાર કરવો જોઇએ – ૧. આ પ્રવૃતિ સ્પષ્ટ આગમ પાઠથી વિપરીત છે ? ૨. વિશેષ પ્રસંગ કે પરિસ્થિતિ વિના, શુદ્ધિકરણની ભાવના વિના માત્ર સ્વછંદતાથી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ? એ બે વાતોના નિર્ણયથી શિથિલાચારનો નિર્ણય કરી શકાય છે. બન્ને વાતોનો શુદ્ધ નિર્ણય ર્યા વિના શિથિલાચારનો સાચો નિર્ણય નથી થઈ શકતો. શિથિલાચારીને આગમોમાં અપેક્ષાએ ૧૦ વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. યથા – ૧. અહાછંદા ૨. પાસસ્થા ૩. ઉસણા ૪. કુશીલા ૫. સંસત્તા ૬. નિતિયા ૭. કાહિયા ૮. પાસણિયા ૯. મામગા ૧૦, સંપસારિયા. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) અહાછંદા– આગમ નિરપેક્ષ સ્વમતિથી પ્રરૂપણા કરનારા. (૨) પાસસ્થા– સંયમનો ઉત્સાહ માત્ર ઘટી જવો, પૂર્ણ લક્ષ્યહીન થઈ જવું, આળસુ થઈ જવું. અન્ય લક્ષ્યની પ્રધાનતા થઈ જવી. (૩) ઉસણા– પ્રતિલેખન, પ્રતિક્રમણ વગેરે અનેક દૈનિક સમાચારીમાં શિથિલતાવાળા. (૪) કુશીલા– વિદ્યા, મંત્ર, નિમિત્ત, કૌતુક કર્મ વગેરે અભિયોગિક પ્રવૃત્તિવાળા. (૫) સંસત્તા– બહુરૂપી જેવી વૃત્તિવાળા, ઇચ્છાનુસાર હીનાધિક આચારવાળા બની જાય. સંગ તેવો રંગ જેવા . (શુધ્ધ આચારીના આલંબન વગર ન ચાલી શકનારા.) (૬) નિતિયા– કલ્પકાલની મર્યાદાનો ભંગ કરવાવાળા અથવા સદા એક સ્થાનમાં રહેવાવાળા. (૭) કાહિયા— વિકથાઓની પ્રવૃત્તિ કરવાવાળા. કથામાં સમયનું ભાન ન રાખવા વાળા . (૮) પાસણિયા – દર્શનીય સ્થળ જોવા જવાવાળા. (૯) મામગા– આહાર, ઉપધિ, શિષ્ય, ગામ, ઘરોમાં કે શ્રાવકોમાં મમત્વ, મારું મારું એવા ભાવ રાખનારા. (૧૦) સંપસારિયા– ગૃહસ્થના કાર્યોમાં સલાહ દેવી કે મુહૂર્ત આપવાની પ્રવૃત્તિ કરવાવાળા. શુદ્ધાચારીના નિર્ણયને માટે પણ મુખ્ય બે વાતો પર ધ્યાન દેવું જોઇએ. જેમ કે ૧. જે વિના કારણ–પરિસ્થિતિ આગમ વિપરીત કોઈ પણ આચરણ કરવાનું ઇચ્છતો નથી. ૨. પોતાની પ્રવૃતિ અમુક આગમ પાઠથી વિપરીત છે એવું ધ્યાનમાં આવતાં જ જો કોઈ વિશેષ પરિસ્થિતિ ન હોય તો યથાસંભવ તત્કાલ તેને છોડી દેવા તત્પર રહે છે. માત્ર પરંપરાના નામથી ધકેલાતો નથી . તેને શુદ્ધાચારી સમજવો જોઇએ, ઉક્ત વિચારણાઓ પરથી નીચે દર્શાવેલ પરિભાષા બને છે. નિર્મિત થતી પરિભાષા :– (૧) શુદ્ધાચારી : – જે આગમોક્ત સર્વે આચારોનું પૂર્ણપણે પાલન કરે છે કારણ વિના કોઈ અપવાદનું સેવન નથી કરતો. કોઈ કારણથી અપવાદરૂપ દોષનું સેવન કરવા પર તેનું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. કારણ સમાપ્ત થવા પર તે પ્રવૃત્તિને છોડી દે છે અને આગમોક્ત આચારોની શુદ્ધ પ્રરૂપણા કરે છે, તે ‘શુદ્ધાચારી’ છે. (૨) શિથિલાચારી :– જે આગમોક્ત એક અથવા અનેક આચારોથી સદા વિપરીત આચરણ કરે છે, ઉત્સર્ગ અપવાદની સ્થિતિનો વિવેક નથી રાખતો, વિપરીત આચરણનું પ્રાયશ્ચિત્ત પણ લેતો નથી અથવા આગમોક્ત આચારોથી વિપરીત પ્રરૂપણા કરે છે, તે ''શિથિલાચારી' છે. આગમોક્ત વિધિ નિષેધો સિવાય ક્ષેત્ર કાલના દષ્ટિકોણથી જે કોઈ સમુદાયની સમાચારીનું ગઠન—ગુંથણી કરવામાં આવે છે તેના પાળવાથી કે નહિ પાળવાથી કોઈ અન્ય સમુદાયવાળાઓને શુદ્ધાચારી કે શિથિલાચારી સમજવાનું ચિત્ત નથી. જે સમુદાયમાં જે રહે છે, તેણે તે સંઘની આજ્ઞાથી તે નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. એવા વ્યક્તિગત સમાચારીના કેટલાક નિયમોની સૂચિ આગળ આપવામાં આવશે. તે પહેલાં આગમ વિધાનોની સૂચિ આપવામાં આવે છે. સાધ્વાચારના કેટલાક આવશ્યક આગમ નિર્દેશ ઃ અઢાર પાપનો ત્યાગ, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન, બાવન (પર) અનાચારનો ત્યાગ વગેરે અનેક આચાર નિર્દેશ પ્રસિદ્ધ છે. છતાં પણ એનાથી નિકટના સંબંધવાળા કેટલાક જાણવા—ચિંતવવા યોગ્ય આગમ વિષયોનો સંગ્રહ આ પ્રમાણે છે (૧) બીજાની નિંદા કરવી, પરાભવ (અવહેલના વગેરે) કરવું પાપ છે. એવું કરવાવાળા મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. –સૂયગડાંગ થ્રુ.૧, અ.૨, ઉ.ર, ગા. ૨. (૨) આ કુશીલિયો છે,એવું નહિ બોલવું અને જેનાથી અન્યને ગુસ્સો આવે તેવા નિંદાજનક શબ્દ નહિ બોલવા. દશવૈ.અ૧૦,ગા.૧૮. (૩) પરસ્પર વાતો કરવામાં આનંદ નહિ લેવો, સ્વાધ્યાયમાં સદા લીન રહેવું, નિદ્રાને વધુ આદર નહિ દેવો તથા હાંસી ઠઠ્ઠા–મશ્કરીનો ત્યાગ કરવો. – દશવૈ. અ. ૮, ગા. ૪૮. (૪) મોઢું ફાડીને ખડખડાટ હસવાથી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ – ૪ (૫) પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પરમાં વાતો કરવી નહિ, –ઉત્તરા. – અ. ૨૬, ગા. ૨૯
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy