SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ jainology | (૧૦) દેશાવગાસિક વ્રત :– ચૌદ નિયમ(ત્રેવીસ નિયમ) રોજ ધારણ કરીશ અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. ભૂલ, શારીરિક પરિસ્થિતિનો આગાર. અભ્યાસ જ્યાં સુધી જામે ત્યાં સુધી આગાર. વિશેષ પરિસ્થિતિમાં કોઈ પણ સંક્ષિપ્ત રીતથી કરવાનો આગાર. અતિચાર ઃ– મર્યાદાઓનું અજાણપણે અથવા અવિવેકથી ઉલ્લંઘન થવા પર અતિચાર લાગે છે. નોટ :– ચૌદ નિયમનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ જુઓ. 137 આગમસાર (૧૧) પૌષધવ્રત ઃ દયા અથવા પૌષધ મળીને કુલ ( ) દર વર્ષે અથવા પરિપૂર્ણ પૌષધ ( ), ચૌવિહાર ( ), તિવિહાર ( ), ઉપવાસ ( ), આયંબિલ ( ), નીવી ( ), એકાસણું ( ), પોરસી ( ), નવકારસી ( ), પ્રતિક્રમણ ( ), મહિનામાં અથવા વરસમાં; ભૂલ થવા પર અથવા અવસ્થાના કારણે આગાર. નિવૃત્તિ વ્યાપારથી ( ) વર્ષ પછી. અતિચાર -- (૧) સુવાના મકાન, પથારીનું પડિલેહણ ન કરવું અથવા સારી રીતે ન કરવું (૨)પૂંજવાના સમયે પ્રમાર્જન ન કરવું અથવા સારી રીતે ન કરવું. (૩–૪) એવી રીતે ઉચ્ચાર પાસવણ ભૂમિના બે અતિચાર સમજી લેવા. (૫) પૌષધના ૧૮ દોષ ન ટાળવા અથવા ચાલવું બેસવું સુવું, બોલવું, પૂંજવું, થૂંકવું, ખાવું, પીવું, પરઠવું આદિ અવિવેકથી કરવું. આ બધા અતિચાર છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત :– સાધુ–સાધ્વીનો યોગ મળવા પર નિર્દોષ વસ્તુઓને ભક્તિભાવથી, નિષ્કામ બુદ્ધિથી, કેવળ આત્મ કલ્યાણને માટે વહોરાવીશ અને ભોજન કરવાના ટાઈમે ત્રણ વખત નવકાર ગણીને દાન દેવાની ભાવના ભાવીશ. સંયમીને વહોરાવતાં સંયમમાં સહભાગી થવાય છે. શિક્ષાઓ :– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોને જૂઠ–કપટ કરી સદોષ આહાર પાણી, મકાન, વસ્ત્રપાત્ર, પાટ, પૂઠાં ઘાસ, દવા આદિ ન વહોરાવવા. ઘરમાં સચિત્ત અને અચિત્ત ચીજોને એક સાથે એક જ કબાટમાં અથવા એક કાગળ પર ન રાખવા તેનું હંમેશા ધ્યાન રાખવું અને ઘરની વ્યક્તિઓને પણ સમજાવવું. ઘરમાં અચિત્ત પાણી થતું હોય તો તેને તરત જ ન ફેંકી દેવું અને બીજાઓએ પણ ધ્યાનમાં રાખવું. જો અચિત્ત પાણી ન બનતું હોય તો તેને બનાવી રાખવાનો રિવાજ ન કરવો અને તેને માટે સાચું જ્ઞાન મેળવીને બીજાને પણ સાચું માર્ગદર્શન આપતા રહેવું. ૪૨ દોષ આદિનું જ્ઞાન કરવું. સંત–સતીજીઓ સામે ખોટું ન બોલવું. ઘરમાં અથવા ભોજન ઘરમાં સચિત્ત પદાર્થોને વેરાયેલા ન રાખવા તેમજ વચમાં પણ ન રાખવા. અતિચાર ઃ– (૧) અવિવેકથી ઘરમાં સચિત્ત-અચિત્ત વસ્તુ સંઘટાથી કે ઉપરનીચે રાખી હોય (૨) અવિવેક ભૂલથી અચિત્ત પદાર્થ ધોવણ આદિ ઉપર સચિત્ત અથવા કાચું પાણી રાખ્યું હોય. (૩) ભિક્ષાનો સમય વીતી ગયા પછી ભાવના ભાવી હોય અથવા ભિક્ષાના સમયે ઘરના દરવાજા બંધ રાખ્યા હોય કે રસ્તામાં પાણી, બીજ આદિ પડયા હોય. (૪) વિવેક અને ઉમંગની ઉણપથી પ્રસંગ આવવા પર પોતે ન વહોરાવે અને બીજાને આદેશ કરતા રહે; હું પોતે વહોરાવું એવો ભાવ જ ન આવે. (અહીં બીજાને સીખવવા માટે વહોરાવ વાનો લાભ આપવો એ અતિચાર નથી.) (૫) સરળ, શુદ્ધ ભાવ અને શુદ્ધ કાયા–વચનના વિવેકથી ન વહોરાવે; અનેક પ્રકારના અશુદ્ધ ભાવ, કલુષતા, ઈર્ષ્યા, બરાબરી, દેખાવ, આગ્રહ, જિદ, અવિનય, અવિવેક ભરી ઠપકારૂપવાણી, મહેણાં મારવા આદિ કાયા અને વચનના અવિનય અભક્તિ અવિવેકથી વહોરાવ્યું હોય. દાન દઇને અહંભાવ કર્યો હોય. આ બધા અતિચાર છે. *= વિશેષ નોંધ :– બધાં વ્રતોમાં પ્રતિક્રમણ અનુસાર કરણ અને યોગ સમજી લેવા. બધા વ્રત બુદ્ધિ પ્રમાણે, ધારણા અનુસાર ધારણ કરું છું. બધાંમાં ભૂલનો આગાર. આમાં જે કંઈ નવી શંકા થશે, જે વિષયમાં અત્યારે વિચાર્યું–સમજ્યું ન હોય, તેને તે સમયે સમજ શક્તિ અનુસાર કરીશ. આ લખેલા નિયમોમાં ફેરફાર કરવાનો આગાર ( ) વરસ સુધી. ત્યાં સુધી દર મહિનામાં એક વખત આ ધારેલ વ્રતો અવશ્ય વાંચીશ. ત્યાર પછી દર વરસે આ લખેલા નિયમોને એક વખત અવશ્ય વાંચીશ. ભૂલનો આગાર. પ્રતિક્રમણ અર્થ સહિત વરસમાં એક વખત અવશ્ય વાંચીશ. જલ્દીથી જલ્દી જાતિ અને નામ લખવાં, યથા– લીલોતરી, સચિત્ત, કંદમૂળના, સાબુના, વિલેપનના, દાંતણના, વસ્ત્રના, ફૂલના, અગરબત્તીના, વ્યાપારના, દ્રવ્યોના. અધ્યયન :– (૧) ભાવના શતક, બાર ભાવના ( ) વરસમાં વાંચીશ. (૨) ઉતરાધ્યન સૂત્રનો સાર ( )વરસમાં વાંચીશ. (૩) આગમોનો સારાંશ ( ) વરસમાં વાંચીશ (૪) મોક્ષમાર્ગ, સમ્યક્ત્વ વિમર્શ, જ્ઞાતા સૂત્રનો સાર, દશવૈકાલિક સૂત્રનો સાર, સમર્થ સમાધાન ભાગ ૧–૨–૩, આત્મ-શુદ્ધિનું મૂળ તત્ત્વત્રયી, જૈન તત્ત્વ પ્રકાશ,જૈન સિધ્ધાંત બોલ સંગ્રહ ભાગ ૧ થી ૭ બીકાનેરના. આ બધા પુસ્તકને એકવાર અવશ્ય વાંચીશ ( ) વરસમાં. કંઠસ્થ જ્ઞાન –સામાયિક સૂત્ર અર્થ સહિત અને ૩૨ દોષનુ જ્ઞાન; પ્રતિક્રમણ અર્થ સહિત અને પચ્ચીસ બોલ. (કંઠસ્થ ન કર્યા હોય તો તે માટેનું લક્ષ્ય રાખવું) અંતિમ શિક્ષા : (૧) જૈન શ્રમણોનો આદર, સત્કાર, સન્માન, વિનય, ભક્તિ, શિષ્ટાચાર આદિ અવશ્ય કરવો. સમય કાઢીને જ્ઞાન પ્રાપ્ત કરવું. શક્તિ પ્રમાણે સેવા અને સહયોગ આપવો. સુપાત્રદાન દઈને શાતા પહોંચાડવી. (૨) અન્ય મતાવલંબી જૈનેતર સંન્યાસી આદિનો પરિચય ન કરવો. પરંતુ પોતે સંયોગવશાત્ મળી જાય તો અશિષ્ટતા, અસભ્યતા ન કરવી. (૩–૪) હિંસામાં અને આડંબરમાં, ધર્મ ન સમજવો અને જે કોઈ હિંસા અને આડંબરને ધર્મ માને તો તેને ખોટા સમજવા. પાપના આચરણને ક્યારેય પણ ધર્મ ન માનવો. (૫) કોઈપણ વ્યક્તિ સમુદાય વિશેષની નિંદા, અવહેલના, ઘૃણા ન કરવી; મધ્યસ્થ ભાવ, સમભાવ, અનુકંપા ભાવ રાખવા.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy