SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 136 આગમસાર–પૂર્વાર્ધ ૧૧. યંત્ર પીલન કર્મ– તેલ અથવા રસ કાઢવો તથા ચરખામિલ, પ્રેમિલ, ઘંટી આદિ ચલાવવા, વીજળીથી ચાલે તેવા કારખાના ચાલવવા. ૧૨. નિલંછણ કમે- નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગોપાંગનું છેદન કરવું, ડામ આપવા વગેરે. ૧૩. દવગિ દાવણયા- જંગલ, ખેત, ગામ આદિમાં આગ લગાડવી.જમીને સાફ કરવી, કરાવવી. (મોટા પાયે.) ૧૪. સરદહ તલાગ પરિસોસણયા- ખેતી આદિ કરવાને માટે ઝીલ, તળાવ આદિના પાણીને સૂકવવા. ૧૫. અસઈ જણ પોષણયા- શોખ, શિકાર અથવા આજીવિકા નિમિત્તે હિંસક જાનવર તથા દુશ્ચરિત્ર સ્ત્રીઓનું પોષણ કરવું. કે ઉગરાણી વગેરેને માટે . જમીન ખાલી કરાવવા માટે ગુંડાઓ ને પાળવા પોષવા. (૮) આઠમ વ્રત : અનર્થદંડ વિરમણ : ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અનુસાર, વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ; જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. આ પ્રકારના ત્યાગ કરવાઃ- (૧) હોળી રમવી નહિ.(૨) ફટાકડા ફોડવા નહિ.(૩) જુગાર રમવો નહિ.(૪) સિનેમા (૫) પાન (૬) સાત વ્યસન (૭) ધુમ્રપાન (૮) તંબાકુ ખાવું સુંઘવું નહિ.(૯) માપ વગર પાણીથી સ્નાન કરવું નહિ.જેમ કે– કુવા, વાવડી, તળાવ, નદી, વરસાદમાં અથવા નળની નીચે. તેનો ત્યાગ કરવો અથવા મર્યાદા () વાર વરસમાં. લોકાચારનો આગાર (૧૦) ગાળ્યા વગરનું પાણી પીવાનો ત્યાગ અથવા કામમાં લેવાનો ત્યાગ. ચાર પ્રકારના અનર્થદંડ:(૧) અવજાણા ચરિએ – ખોટું ખોટું ચિંતન કરવું. જેમ કે– બીજાને મારવાનો કે પોતે મરવાનો, નુકસાનનો, રોગ આવવાનો, આગ લાગી જવાનો, કોઈપણ રીતે દુઃખી થવાનો ઈત્યાદિ વિચાર કરવો. અથવા આ કાર્ય પોતે જ કરવાનો વિચાર કરવો. બીજા પણ અનેક આર્તરૌદ્ર ધ્યાન કરે જેમ કે– બીજાના દોષ જુએ, નિંદા કરે, બીજાની લક્ષ્મી ઇચ્છ, સંયોગ વિયોગના સંકલ્પ વિકલ્પ કરે, બીજાના દુઃખમાં ખુશ થાય, ખોટું આળ આપે, ખોટી અફવા ઉડાડે. મિશ્ર ભાષા બોલીને કોઈના પ્રત્યે ભ્રમ ફેલાવે ઇત્યાદિ આ બધી પ્રથમ અનર્થ દંડની પ્રવૃત્તિઓ છે. (સુખ ચાલ્યું જશે એની ચિંતા અને દુઃખનો ભય, અથવા આવેલ દુઃખ જલ્દી જાય અને સુખની અપેક્ષા, આ ચારે આર્તધ્યાન છે.) જીવ જયારે ધર્મધ્યાનમાં નથી હોતો, ત્યારે આમાંના જ કોઇ આર્તધ્યાનમાં હોય છે. (૨) પમાયાચરિએ :- પ્રમાદ પૂર્વક પ્રવૃત્તિ કરવી. વિવેક ન રાખતા આળસ કે બેપરવાહી આદિથી તરલ પદાર્થ જેમ કે– પાણી, દૂધ, ઘી આદિના વાસણ ઉઘાડા રાખવા. મીઠા–સાકરનાં પદાર્થોને વિવેક વગર રાખવા તથા કઈ વસ્તુને ક્યાં, કેવી રીતે રાખવી, તેનો વિવેક ન રાખવો. વિવેક વગર બોલી જવું, વિવેક વગર ચાલવું, બેસવું વગર પ્રયોજને પૃથ્વી ખોદવી, પાણી ઢોળવું, અગ્નિ પેટાવવી, હવા નાખવી, હાથ પગ વસ્તુ હલાવવી; પંખા લાઈટ ચાલુ મૂકીને ચાલ્યા જવું, નળ આદિ ખુલ્લા રાખીને જવું, વિવેક ન રાખવો. લીલી વનસ્પતિ, ઘાસ તોડવું; તેના ઉપર બેસવું; ચાલવું; માપ વગર પાણીનો ઉપયોગ કરવો અથવા પાણીમાં તરવું; અનેક મનોરંજનની પ્રવૃત્તિઓ પણ અનર્થદંડમાં ગણવામાં આવે છે. દીપક, ચૂલા, ગેસ ઉઘાડા રાખી દેવા. સંમૂચ્છિમ, ખાર, ફૂલણ આદિનું ધ્યાન રાખ્યા વગર ચાલવું. વૃક્ષ પર ઝૂલો બાંધવો આ બધી પ્રવૃત્તિઓ બીજા અનર્થદંડની છે. (૩) હિંસપથાણે :- હિંસાકારી શસ્ત્ર કોઈને પણ આપવા અથવા અવિવેકીને આપવા તથા એવા સાધનોનો અધિક સંગ્રહ કરવો. શસ્ત્ર, તલવાર, બંદૂક, છરી, કોદાળી, પાવડા આદિ. હિંસક જાનવરોનું પોષણ કરવું, ડી.ડી.ટી. પાવડર આદિનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો આદિ ત્રીજા અનર્થદંડ છે. (૪) પાવકસ્મોવએસે – પ્રયોજન વગર અથવા જવાબદારી વિના જ બીજાઓને પાપકાર્યોની પ્રેરણા કરવી. જેમ કે– સ્નાન, શાદી, મકાન બનાવવું, વ્યાપાર કરવો, મોટરગાડી ખરીદવી, કૂવો ખોદાવવો, ખેતી કરવી, જાનવરનો સંગ્રહ કરવો. વનસ્પતિ કાપવી, ઉકાળવી આદિ પ્રેરણા કરવી અથવા એવા સંકલ્પ-વિકલ્પ કરવા. કોઈપણ ચીજોને અથવા સ્થાનોને જોવા જવું તેમજ કોઈ પણ વતના વખાણ અથવા પ્રશંસા કરવી. ખોટા શાસ્ત્ર રચવા તેમજ ખોટી પ્રરૂપણા કરવી: ઈત્યાદિ આ બધા ચોથા અનર્થદંડ છે. આગાર:- જે આદત જ્યાં સુધી પૂર્ણરૂપે ન સુધરે ત્યાં સુધી તેનો આગાર. આદતને સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. લક્ષ રાખીને વિવેકજ્ઞાન વધારીશ. અતિચાર :- (૧) કામ વિકાર ઉત્પન્ન થાય તેવી કથા કરવી. (૨) ભાંડોની જેમ બીજાઓને હસાવવા માટે કાયાની કુચેષ્ટા કરવી. અંગોપાંગોને વિકૃત કરવા. (૩) નિર્લજ્જતાપૂર્વક નિરર્થક બોલવું, અસત્ય અને અટપટુ અથવા હાસ્યકારી બોલવું (૪) ઉખલ–મૂસલ આદિ ઉપકરણોને એક સાથે રાખવા જેનાથી સહજ રીતે વિરાધના થાય તથા શસ્ત્રોનો અધિક સંગ્રહ કરવો. (૫) ઉપભોગ-પરિભોગની વસ્તુઓનો વધારે સંગ્રહ કરવો. આ પાંચ અતિચાર છે. (૯) સામાયિકવ્રત: રોજ(), દર મહિને() દર વરસે() સામાયિક કરીશ; વિશેષ પરિસ્થિતિનો આગાર. સામાયિકના ૩ર દોષોને ટાળવાનું ધ્યાન રાખીશ. આ દોષોને કંઠસ્થ કરી લેવા અથવા વરસમાં ૧૨ વખત વાંચવા. ભૂલ થઈ જાય તો આગાર. અતિચાર:- (૧-૩) પાપમય મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી. (૪)સામાયિક છે તે યાદ ન રાખવું, ભૂલ કરતી સમયે અચાનક યાદ આવવું (૫) સામાયિક અવ્યવસ્થિત ઢંગથી, અવિવેકથી કરવી; જેમ-તેમ અનાદર કે અસ્થિરતાથી કરવી અથવા સમય પૂરો થયા પહેલાં સામાયિક પાળી લેવી. ત્રણ અતિચાર ઉપયોગની શૂન્યતાથી અને બે અતિચાર પ્રમાદથી લાગે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy